ભારત ચીન બોર્ડર પર અમેરિકાએ કરી કોમેન્ટ તો ચીન થયું ગુસ્સે, કહ્યુ – અમે અમારું જોઈ લઈશું તમે તમારું કરો...
હાલમાં
ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે હવે અનેક દેશો એકબીજા પર
ટિપ્પણીઓ કરી રહ્યા છે. જો કે ભારત આ યુદ્ધ મુદ્દે તટસ્થ રહ્યું છે. એક બાજુ
રશિયાની તરફેણ કરી છે. જેના પગલે અમેરિકાને મરચા લાગ્યા છે. જેના પગલે અમેરિકા
વારંવાર ભારતને લઈને અવનવા નિવેદનો આપી રહ્યું રહી રહ્યું છે. હાલમાં જ અમેરિકાએ
ભારત ચીન બોર્ડરને લઈને નિવેદન આપ્યું હતું. જેનો ચીન દ્વારા જડબાતોડ જવાબ આપવામાં
આવ્યો છે. ભારત-ચીન સરહદ મુદ્દે અમેરિકી
અધિકારીની ટિપ્પણી પર ચીને વોશિંગ્ટનની ટીકા કરી છે.
ચીનના રાષ્ટ્રીય સંરક્ષણ
મંત્રાલયના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ વુ ક્વિઆને બીજિંગમાં મીડિયાને જણાવ્યું કે ચીન
અને ભારત વાતચીત અને પરામર્શ દ્વારા સરહદ મુદ્દાને યોગ્ય રીતે હેન્ડલ કરવા માટે
સંમત થયા છે. અમે તૃતીય પક્ષની દખલગીરીનો સખત વિરોધ કરીએ છીએ. કર્નલ વુએ ઈન્ડો-પેસિફિક સુરક્ષા બાબતોના યુએસ સહાયક સંરક્ષણ સચિવ
એલી રેટનરની કોમેન્ટ પર ટિપ્પણી કરતા કહ્યું કે ભારત વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન
તરફથી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે જેના પર યુએસ નજીકથી નજર રાખી રહ્યું છે.
ચીન કોઈપણ ત્રીજા પક્ષની દખલનો વિરોધ કરે છે
વુએ અમેરિકા પર નિશાન સાધતા કહ્યું કે ચીન-ભારત સરહદનો મુદ્દો ચીન અને ભારત વચ્ચેનો મામલો છે. બંને પક્ષો
કોઈપણ તૃતીય પક્ષની દખલગીરીનો સખત વિરોધ કરે છે. અમે વાતચીત અને પરામર્શ દ્વારા સીમા મુદ્દાને યોગ્ય રીતે હેન્ડલ કરવા
સંમત થયા છીએ.
ભારત અને ચીન વચ્ચે 11 માર્ચે વાતચીત થઈ હતી
તમને જણાવી દઈએ કે, 11 માર્ચે ચીની અને ભારતીય દળોએ ભારતમાં
મોલ્ડો/ચુશુલ બોર્ડર મીટિંગ પોઈન્ટ પર ચીન-ભારત કોર્પ્સ કમાન્ડર-સ્તરની બેઠકના 15મા રાઉન્ડનું આયોજન કર્યું હતું. બેઠક પછી બંને પક્ષોએ મુદ્દાઓના નિરાકરણને પ્રોત્સાહન આપવા માટે સતત વાટાઘાટો
પર ચર્ચા કરી. હવે વુએ કહ્યું છે કે બેઠક સકારાત્મક અને રચનાત્મક હતી. બંને પક્ષોએ
પુનરોચ્ચાર કર્યો કે બાકીના મુદ્દાઓનું નિરાકરણ આ ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત
કરવામાં અને દ્વિપક્ષીય સંબંધોના વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.