Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત-ઓસ્ટ્રેલિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આજથી અમલી , 6000થી વધુ પ્રોડક્ટ્સની નિકાસ ડ્યૂટી ફ્રી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વચગાળાનો મુક્ત વેપાર કરાર (FTA) ગુરુવાર એટલે કે આજથી અમલમાં આવશે. જેનાથી ઓસ્ટ્રેલિયામાં ભારતના છ હજારથી વધુ ઉત્પાદનોની નિકાસ પર કોઈ ડ્યુટી નહીં લાગે. 2 એપ્રિલ, 2022ના રોજ આ મુદ્દે બંન્ને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા. આનાથી હજારો ઘરગથ્થુ વસ્તુઓ જેમ કે કાપડ, ચામડા વગેરે માટે ઓસ્ટ્રેલિયન બજારમાં ડ્યુટી ફ્રી એક્સેસ મળશે. નિકાસકારો અને ઉદ્યોગના દિગ્ગજોના àª
ભારત ઓસ્ટ્રેલિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આજથી અમલી   6000થી વધુ પ્રોડક્ટ્સની નિકાસ ડ્યૂટી ફ્રી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વચગાળાનો મુક્ત વેપાર કરાર (FTA) ગુરુવાર એટલે કે આજથી અમલમાં આવશે. જેનાથી ઓસ્ટ્રેલિયામાં ભારતના છ હજારથી વધુ ઉત્પાદનોની નિકાસ પર કોઈ ડ્યુટી નહીં લાગે. 2 એપ્રિલ, 2022ના રોજ આ મુદ્દે બંન્ને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા. આનાથી હજારો ઘરગથ્થુ વસ્તુઓ જેમ કે કાપડ, ચામડા વગેરે માટે ઓસ્ટ્રેલિયન બજારમાં ડ્યુટી ફ્રી એક્સેસ મળશે. નિકાસકારો અને ઉદ્યોગના દિગ્ગજોના જણાવ્યા અનુસાર, આ કરાર લગભગ પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 45-50 અબજ યુએસ ડોલર સુધી પહોંચાડવામાં મદદ કરશે.
ઓસ્ટ્રેલિયા ભારતીય નિકાસકારો માટેના મુખ્ય બજારોમાંનું એક
ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) ટેક્સટાઇલ, ચામડું, ફર્નિચર, જ્વેલરી અને મશીનરી સહિતના 6,000થી વધુ ક્ષેત્રોના ભારતીય નિકાસકારોને ઓસ્ટ્રેલિયન બજારમાં ડ્યુટી ફ્રી એક્સેસ પ્રદાન કરશે. ECTA પર 2 એપ્રિલના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આનાથી કાપડ અને વસ્ત્રો, કૃષિ અને માછલી ઉત્પાદનો, ચામડા, ફૂટવેર, ફર્નિચર, રમતગમતનો સામાન, જ્વેલરી, મશીનરી અને ઇલેક્ટ્રિકલ સામાન સહિતના શ્રમ-સઘન ક્ષેત્રોને મોટો ફાયદો થશે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના વાઇસ પ્રેસિડેન્ટ ખાલિદ ખાને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા ભારતીય નિકાસકારો માટેના મુખ્ય બજારોમાંનું એક છે. તેમણે કહ્યું કે, આ કરાર તેના અમલીકરણના દિવસથી એટલે કે 29મી ડિસેમ્બરથી અમને અપાર તકો પૂરી પાડશે.

ભારત પ્રથમ દિવસથી લાભ મેળવી શકશે: FIEO
ખાલિદ ખાને, વાઈસ પ્રેસિડેન્ટ, ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ (FIEO) જણાવ્યું હતું કે, “આ કરાર તેના અમલીકરણના પ્રથમ દિવસથી જ અમને અપાર તકો પૂરી પાડશે. FTA હેઠળ, ઑસ્ટ્રેલિયા પ્રથમ દિવસથી મૂલ્ય દ્વારા લગભગ 96.4 ટકા નિકાસ માટે શૂન્ય-ડ્યુટી ઍક્સેસ ઓફર કરે છે. આમાં ઘણા ઉત્પાદનોનો સમાવેશ થાય છે જેના પર ઓસ્ટ્રેલિયા હાલમાં પાંચ ટકા સુધીની કસ્ટમ ડ્યુટી લગાડે છે.ભારતે 2021-22માં ઓસ્ટ્રેલિયાને $8.3 બિલિયનની નિકાસ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.