Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દુનિયાને ભારતની ડિફેન્સ કંપનીઓની ક્ષમતા બતાવશે ‘ડેફએક્સ્પો-2022’, આ તારીખે થવાનું છે આયોજન

ભારતના મુખ્ય સંરક્ષણ પ્રદર્શન ‘ડેફએક્સ્પો-2022’નું ગુજરાતના ગાંધીનગર ખાતે 18-22 ઓક્ટોબર 2022 દરમિયાન આયોજન થવાનું છે અને તે અત્યાર સુધીનું સૌથી મોટું સંરક્ષણ પ્રદર્શન રહેશે તેવી અપેક્ષા છે. અધિક સચિવ (સંરક્ષણ ઉત્પાદન) શ્રી સંજય જાજુ, IAS, (Sanjay Jaju IAS) 07 ઓક્ટોબર 2022ના રોજ ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા અને તેમણે સ્થળ પર જઇને તમામ તૈયારીઓની સમિક્ષા કરી હતી તેમજ “સચિવ અને આપદા વ્યવસ્થાપન સમિતિ”ની à
03:57 PM Oct 07, 2022 IST | Vipul Pandya
ભારતના મુખ્ય સંરક્ષણ પ્રદર્શન ‘ડેફએક્સ્પો-2022’નું ગુજરાતના ગાંધીનગર ખાતે 18-22 ઓક્ટોબર 2022 દરમિયાન આયોજન થવાનું છે અને તે અત્યાર સુધીનું સૌથી મોટું સંરક્ષણ પ્રદર્શન રહેશે તેવી અપેક્ષા છે. અધિક સચિવ (સંરક્ષણ ઉત્પાદન) શ્રી સંજય જાજુ, IAS, (Sanjay Jaju IAS) 07 ઓક્ટોબર 2022ના રોજ ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા અને તેમણે સ્થળ પર જઇને તમામ તૈયારીઓની સમિક્ષા કરી હતી તેમજ “સચિવ અને આપદા વ્યવસ્થાપન સમિતિ”ની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
સિનિયર અધિકારીઓની બેઠક
“સચિવ અને આપદા વ્યવસ્થાપન સમિતિ”ની બેઠક ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર (MMCEC) ખાતે યોજાઇ હતી જેમાં સંરક્ષણ મંત્રાલય, ભારત સરકારના ગૃહ મંત્રાલય, HAL, DRDO, અમદાવાદ (Ahmedabad) આંતરરાષ્ટ્રીય હવાઇમથક લિમિટેડ વગેરેના સિનિયર અધિકારીઓ સહિત તમામ હિતધારકોએ ભાગ લીધો હતો. આ બેઠક દરમિયાન અધિક સચિવ (સંરક્ષણ ઉત્પાદન)ને આ કાર્યક્રમને અનુલક્ષીને હિતધારકો દ્વારા કરવામાં આવી રહેલી સુરક્ષા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જાહેર પરિવહનની વ્યવસ્થાઓ અંગે માહિતી આપવામાં આવી હતી તથા શ્રી સંજય જાજુએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ચેમ્બરને ડેફએક્સ્પો 2022 ખાતે ગુજરાતના ઉદ્યોગોની સહભાગીતા વધારવા માટે સલાહ આપી હતી.
દુનિયા જોશે ભારતીય ડિફેન્સ કંપનીઓની ક્ષમતા
આ કાર્યક્રમ પ્રથમ વખત વિશિષ્ટરૂપે ભારતીય કંપનીઓ માટે જ યોજાઇ રહ્યો છે અને તેમાં ભારતીય સંરક્ષણ વિનિર્માણ કંપનીઓ દુનિયા સમક્ષ પોતાની ક્ષમતાઓ પ્રદર્શિત કરશે. શરૂઆતમાં ત્રણ બિઝનેસ દિવસ રહેશે અને ત્યારપછી 21-22 ઓક્ટોબર 2022 દરમિયાન જાહેર જનતા માટે તેને ખુલ્લું મૂકવામાં આવશે. આ અત્યાર સુધીનું સૌથી મોટું સંરક્ષણ પ્રદર્શન રહેશે તેવી અપેક્ષા છે.
તૈયારી સંબંધિત મુદ્દાઓ ચકાસ્યા
પોતાની મુલાકાત દરમિયાન શ્રી સંજય જાજુ, અધિક સચિવ (સંરક્ષણ ઉત્પાદન)એ ગુજરાતના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, IAS સાથે મુલાકાત કરી હતી અને આ કાર્યક્રમની તૈયારીઓ તેમજ સંરક્ષણ મંત્રાલય અને રાજ્યના અધિકારીઓ વચ્ચે ઘનિષ્ઠતાપૂર્વકના સંકલન અંગે માહિતી આપી હતી. શ્રી સંજય જાજુએ ગુજરાતના અધિક મુખ્ય સચિવ (ગૃહ, ઉદ્યોગો અને ખાણ) શ્રી રાજકુમાર, IAS સાથે પણ મુલાકાત કરી હતી અને રાજ્ય દ્વારા સંરક્ષણ મંત્રાલય સાથે મળીને આ કાર્યક્રમના સંદર્ભમાં કરવામાં આવી રહેલી તૈયારીઓ સંબંધિત તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે ડેફએક્સ્પો 2022ના સુગમતાપૂર્વકનું આયોજન સુનિશ્ચિત કરવા માટે અત્યાર સુધીમાં સંરક્ષણ મંત્રાલય અને ગુજરાત સરકાર વચ્ચે થયેલા સંકલનના વખાણ કર્યાં હતા.
લાઈવ ડેમોસ્ટ્રેશન જોવા મળશે
ડેફએક્સ્પોનું આ એડિશન અત્યાર સુધીનું સૌથી મોટું આયોજન છે અને અને તે 4 વેન્યૂ ફોર્મેટમાં યોજવાનું છે, જેમાં હેલિપેડ પ્રદર્શન કેન્દ્ર (HEC) ખતાતે પ્રદર્શન, મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર (MMCEC) ખાતે ઉદ્ઘાટન/સત્તાવાર કાર્યક્રમો અને સેમિનારો, અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કાર્યક્રમના પાંચેય દિવય દરમિયાન ઉપકરણો અને સશસ્ત્ર દળો, DPSU અને ઉદ્યોગોનું કૌશલ્ય બતાવતા લાઇવ ડેમોસ્ટ્રેશન અને પોરબંદરમાં ભારતીય નૌસેના અને ભારતીય તટરક્ષક દળના જહાજની મુલાકાત યોજાશે. આ ઉપરાંત, 19 ઓક્ટોબર 2022 તેમજ 21 અને 22 ઓક્ટોબર 2022ના રોજ ગાંધીનગર ખાતે ડ્રોન શો યોજાશે જે આ એક્સ્પોના મુખ્ય કાર્યક્રમો પૈકી એક છે.
Tags :
DefExpo-2022GandhinagarGujaratGujaratFirstMHAMoDSanjayJajuIAS
Next Article