ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતના સૌથી મોટા ખેલ મહોત્સવનું વડાપ્રધાનશ્રીએ કર્યું ઉદ્ધાટન, જુઓ તસવીરો

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે જેમાં આજે તેઓએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે નેશનલ ગેમ્સ 2022નું (National Games 2022) ઉદ્ધાટન કર્યું હતું અને સાથે જ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું પણ ઉદ્ધાટન કર્યું હતું.દેશના સૌથી મોટા ખેલ મહોત્સવ નેશનલ ગેમ્સ 2022નું વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભવ્à
06:06 PM Sep 29, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે જેમાં આજે તેઓએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે નેશનલ ગેમ્સ 2022નું (National Games 2022) ઉદ્ધાટન કર્યું હતું અને સાથે જ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું પણ ઉદ્ધાટન કર્યું હતું.
દેશના સૌથી મોટા ખેલ મહોત્સવ નેશનલ ગેમ્સ 2022નું વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં નેશનલ ગેમ્સ 2022ની ઓપનિંગ સેરેમનીમાં મોટી સંખ્યામાં જનમેદની વડાપ્રધાનના સ્વાગતમાં ઉમટી પડી હતી.
3. નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં દેશભરના 1 હજારથી વધુ કલાકારો વંદન ગુજરાત પર પર્ફોમન્સ કર્યું હતું. દેશના 36 રાજ્યોમાંથી 15 હજારથી વધુ ખેલાડીઓ આવ્યાં છે.
4. વડાપ્રધાનશ્રીના હસ્તે વડોદરા ખાતે સ્વર્ણિમ સ્પોટ્સ યુનિવર્સિટીનું પણ ઉદ્ધાટન કરાયું હતું, વડોદરામાં દેશરમાં 130 એકરમાં ફેલાયેલી આ યુનિવર્સિટી છે.
5. સ્ટેડિયમમાં વિશાળ જનમેદનીમાં ખુલ્લી જીપમા નેશનલ ગેમના લોગો સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. ભારતમાં નેશનલ ગેમ્સનો ઉત્સાહ ખૂબ જોવા મળી રહ્યો છે.
6. નેશનલ ગેમ્સના ઉદ્ધાટનમાં રંગારંગ કાર્યક્રમોની સાથે સાથે ભવ્ય આતશબાજીથી વાતાવરણ ભારે રોમાંચક બન્યું હતું.
7. કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સ્ટેડિયમ મોદી... મોદી... ના નારાથી ગૂંજી ઉઠ્યું હતું.
8. નેશનલ ગેમ્સ 2022ના ઉદ્ધાટન સમારોહમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરા તથા ઓલિમ્પિક મેડલિસ્ટ પી.વી. સિંધુ સહિત અનેક દિગ્ગજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
9. વડાપ્રધાને સંબોધનમાં એમ પણ જણાવ્યું હતું કે, છેલ્લાં 8 વર્ષમાં ભારતનો મૂડ બદલાયો છે. 5 વર્ષ પહેલાં 100થી ઓછી ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભારતીય ખેલાડીઓ સામેલ હોતા હતા, જે આજે 300 ઇવેન્ટમાં સામેલ હોય છે.
10. આ પ્રસંગે વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ખેલ રાષ્ટ્રને નેતૃત્વ આપે છે. આજે પણ દુનિયામાં જે દેશની અર્થવ્યવસ્થામાં ટોપ પર છે, તે મેડલમાં પણ ટોપ પર હોય છે. દેશનો સ્પોટ્સ પાવર દેશની ઈમેજ વધુ સારી બનાવે છે.

Koo App

માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદમાં દુનિયાના સૌથી વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૩૬મી નેશનલ ગેમ્સનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે એથ્લેટ્સ દ્વારા માર્ચ પાસ્ટ અને વંદે ગુજરાત થીમ પરના સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને ઊર્જાથી ભરી દીધું હતું. #PMatNationalGames.

- Bhupendra Patel (@BhupendraPatel) 29 Sep 2022

આ પણ વાંચો - વડાપ્રધાનશ્રી મોદીનો ભવ્ય રોડ-શો, સ્વાગતમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો, જુઓ તસવીરો
Tags :
36thNationalGamesAhmedabadGujaratFirstNarendraModiNarendraModiStadiumPMModiPMModiGujaratVisitPMModiinGujarat
Next Article