Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

2021-22ના વર્ષમાં દેશનો જીડીપી વિકાસ દર 8.7%, જાણો છેલ્લા ક્વાર્ટરનો GDP કેટલો છે?

કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2021-22ના અંતિમ અને ચોથા ત્રિમાસિક ક્વાર્ટર ( જાન્યુઆરી-માર્ચ)ના જીડીપીના આંકડા જાહેર કર્યા છે. જેમાં સરકારને ઝટકો લાગ્યો છે. સરકારે જાહેર કરેલા આ આંકડા પ્રમાણે ચોથા ક્વાર્ટરનો જીડીપી દર 4.1 ટકા રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડીસેમ્બર)માં જીડીપી 5.4 ટકા હતો. તો ગયા નાણાકીય વર્ષ 2021-22ના કુલ જીડીપીની વાત કરીએ તો તે 8.7 ટકા છે. આ પહેàª
2021 22ના વર્ષમાં દેશનો જીડીપી વિકાસ દર 8 7   જાણો છેલ્લા ક્વાર્ટરનો gdp કેટલો છે
કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2021-22ના અંતિમ અને ચોથા ત્રિમાસિક ક્વાર્ટર ( જાન્યુઆરી-માર્ચ)ના જીડીપીના આંકડા જાહેર કર્યા છે. જેમાં સરકારને ઝટકો લાગ્યો છે. સરકારે જાહેર કરેલા આ આંકડા પ્રમાણે ચોથા ક્વાર્ટરનો જીડીપી દર 4.1 ટકા રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડીસેમ્બર)માં જીડીપી 5.4 ટકા હતો. તો ગયા નાણાકીય વર્ષ 2021-22ના કુલ જીડીપીની વાત કરીએ તો તે 8.7 ટકા છે. આ પહેલા વર્ષ 2020-21માં અર્થવ્યવસ્થામાં 6.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એટલે કે એવું કહી શકીય કે કોરોના બાદ હવે દેશની અર્થવ્યવસ્થા પાટા પર આવી રહી છે.
ચોથા ક્વાર્ટરમાં જીડીપી શા માટે ઘટ્યો?
ઓમિક્રોન અને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે આ ક્વાર્ટરમાં વિકાસ દર ધીમો પડ્યો છે. ઓમિક્રોનના કારણે જાન્યુઆરી મહિનો પ્રભાવિત થયો હતો. આ મહિનામાં દેશના વિવિધ ભાગોમાં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી હતી. ઉપરાંત ફેબ્રુઆરી અને માર્ચમાં યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ભારત સહિત વૈશ્વિક અર્થવ્યવસ્થાને અસર થઈ છે. આ યુદ્ધ પછી બદલાયેલા વાતાવરણની અસર વપરાશથી લઈને સપ્લાય પર પડી છે. તેની અસર માર્ચ ક્વાર્ટરના આંકડા પર દેખાઈ રહી છે. જો કે ગયા વર્ષના ચોથા ક્વાર્ટરની સરખામણીએ આ વર્ષના આંકડા ઘણા સારા કહી શકાય. 2020-21ના ચોથા ક્વાર્ટરમાં જીડીપી 2.5 ટકા જ હતો. જો કે તે સમયે દેશમાં કોરોનાનું ગ્રહણ લાગેલું હતું,.
રાજકોષીય ખાધ અનુમાન કરતા ઓછી
દેશની રાજકોષીય ખાધ અપેક્ષા કરતા સારી રહી છે. મંગળવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજકોષીય ખાધ જીડીપીના 6.71 ટકા હતી, જ્યારે સંશોધિત અંદાજ 6.9 ટકા હતો. 15.91 લાખ કરોડના અંદાજની સામે રકમમાં ખાધ રૂ. 15.87 લાખ કરોડ રહી છે. તો CAG દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર મહેસૂલી ખાધ 4.37 ટકા રહી છે. આવકમાં તફાવત 10.33 લાખ કરોડ રૂપિયા રહ્યો છે જ્યારે અંદાજ 10.89 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. છેલ્લા નાણાકીય વર્ષ માટે સરકારે અગાઉ 6.8 ટકાની રાજકોષીય ખાધનો અંદાજ મૂક્યો હતો, જે બાદમાં સુધારીને 6.9 ટકા કરવામાં આવ્યો હતો. જો કે, વાસ્તવિક આંકડો આ કરતા ઓછો છે. 
રાજકોષીય ખાધનો મતલબ સરકારની આવક કરતાં વધુ ખર્ચ કરવો, કોવિડને કારણે સરકારની આવકમાં ઘટાડો થયો હતો, જ્યારે સરકારે અર્થતંત્રને વેગ આપવા માટે ખર્ચ વધારવાનો આગ્રહ રાખ્યો હતો. જેના કારણે ખાધ 7 ટકાની નજીક પહોંચી ગઈ હતી. આ સાથે એપ્રિલ મહિનામાં રાજકોષીય ખાધ 4.5 ટકા અથવા 16.61 લાખ કરોડ રૂપિયા રહી છે.
વિવિધ સેક્ટરનું પ્રદર્શન કેવું રહ્યું?
ગયા નાણાકીય વર્ષમાં હોટલ અને ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રોમાં 11.1 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લા નાણાકીય વર્ષમાં કોરોનાને કારણે, હોટેલ અને પરિવહન ક્ષેત્રને સૌથી વધુ નુકસાન થયું હતું અને તે દરમિયાન આ ક્ષેત્રમાં 20 ટકાનો ઘટાડો થયો હતો. મેન્યુફેક્ચરિંગે 0.6 ટકાના ઘટાડા સામે 9.9 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. કૃષિ ક્ષેત્રે 2021-22માં 3 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જે અગાઉના નાણાકીય વર્ષમાં 3.3 ટકા હતો.
કોર સેક્ટરની હાલત કેવી છે?
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર એપ્રિલ મહિનામાં કોર સેક્ટરમાં વૃદ્ધિ 8.4 ટકા હતી. કોલસો, પાવર, રિફાઇનરી ઉત્પાદનો, ખાતર, સિમેન્ટ અને કુદરતી ગેસ ઉદ્યોગોના ઉત્પાદનમાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ એપ્રિલ 2022માં વધારો થયો છે. મુખ્ય ક્ષેત્રમાં આઠ મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે - કોલસો, ક્રૂડ તેલ, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદનો, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી.
Advertisement
Tags :
Advertisement

.