ભારતનો સ્વતંત્રતા સંગ્રામ મુઘલો વિના અઘૂરો : કોંગ્રેસ સાંસદે બાફ્યું
અસમના કોંગ્રેસ સાંસદ (Congress MP) અબ્દુલ ખાલિકે (Abdul Khaliq) મુઘલોની પ્રશંસા કરતું એક નિવેદન આપ્યું છે. ખાલિકે મુઘલો પર ગર્વ કરતા કહ્યું કે, તેમણે નાના રજવાડાંમાં વહેંચાયેલા ભારતને હિન્દુસ્તાન નામ આપ્યું છે. તે માટે તેમના પર ગર્વ થાય છે. કોંગ્રેસ સાંસદે વધુમાં કહ્યું કે, મને મુઘલો પર ગર્વ છે. હું મુઘલ નથી અને ના તો તેનો વંશજ છું. પરંતુ મુઘલોએ આ દેશને આકાર આપવનું કામ કર્યું હતું. અનેક રજવાડાંમાં à
Advertisement
અસમના કોંગ્રેસ સાંસદ (Congress MP) અબ્દુલ ખાલિકે (Abdul Khaliq) મુઘલોની પ્રશંસા કરતું એક નિવેદન આપ્યું છે. ખાલિકે મુઘલો પર ગર્વ કરતા કહ્યું કે, તેમણે નાના રજવાડાંમાં વહેંચાયેલા ભારતને હિન્દુસ્તાન નામ આપ્યું છે. તે માટે તેમના પર ગર્વ થાય છે. કોંગ્રેસ સાંસદે વધુમાં કહ્યું કે, મને મુઘલો પર ગર્વ છે. હું મુઘલ નથી અને ના તો તેનો વંશજ છું. પરંતુ મુઘલોએ આ દેશને આકાર આપવનું કામ કર્યું હતું. અનેક રજવાડાંમાં વહેંચાયેલા ભારતને હિન્દુસ્તાન નામ આપ્યું હતું. તેથી તેના પર મને ગર્વ થાય છે.
મુઘલો (Mughal) દ્વારા અસમ પર આક્રમણ પર બારપેટાથી કોંગ્રેસના સાંસદ (Congress MP) ખાલિકે કહ્યું કે, હાં, મુઘલોએ અસમ પર આક્રમણ કર્યું હતું પરંતુ તે વ્યક્તિગત નહોતું. ત્યારે તેમનું દેશ પર શાસન હતું. તેઓ તે સમયના રાજા હતા અને રાજા હોવાના નાતે તેમણે અસમ પર આક્રમણ કર્યું હતું. અહોમ સેનાએ મુઘલને અનેક વખત પરાજિત કર્યાં હતા. પરંતુ તે સમયે અસમ એક અલગ રજવાડું હતું અને ભારત એક અલગ રાષ્ટ્ર હતુ.તે વિવાદ મુઘલ અને અહોમ સેના વચ્ચે નહોતો, તે વિવાદ ભારત અને અસમ વચ્ચે હતો. આજે અસમ ભારતનો એક ભાગ છે. આજે પરિસ્થિતિ પહેલાંથી ખુબ જુદીં છે.
તેમણે કહ્યું, સરાયઘાટનું યુદ્ધ હિન્દૂ-મુસલમાનનું યુદ્ધ નહોતું. તે યુદ્ધ તે સમયના હિન્દૂસ્તાનના રાજા અને તે સમયના અસમના રાજા વચ્ચે હતું. ભારતનો સ્વતંત્રતા સંગ્રામ મુઘલો વિના અધુરો રહ્યો હોત. તેમણે અસમ CM હિમંત બિસ્વા સરમા પર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, અસમના મુખ્યમંત્રીને મુઘલોથી એલર્જી છે. મુઘલોએ દેશમાં તાજ મહેલ અને લાલ કિલા જેવા પ્રસિદ્ધ સ્મારકોનું નિર્માણ કર્યું હતું. આ કારણે જ ભારતમાં તેના યોગદાનને અવગણી શકાય નહી. તેમણે દાવો કર્યો કે, મુઘલોના સમયથી જ દિલ્હી ભારતની રાજધાની છે.
ઉલ્લેખનીય છે કે, ખાલિકનું આ નિવેદન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર હિંમત બિસ્વા સરમા (Himmat Biswa Sarma) દ્વારા નિશાન સાધવામાં આવ્યું હતું તેના પર કરવામાં આવ્યું છે. સરમાએ રવિવારે કહ્યું હતું કે, દિલ્હી મુઘલકાળથી જ દેશની રાજધઆની છે. બસ તેથી જ કેજરીવાલે રાજધાનીની તુલના અસમના શિલોંગ અને ગુવાહાટી સાથે બિલકુલ ના કરવી જોઈએ. કેજરીવાલ દિલ્હીની તુલના ટોક્યો (જાપાન) અને ન્યૂયોર્ક (અમેરીકા) સાથે કરી શકે છે.