Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોઇપણ સંજોગોમાં કીવ છોડી દે ભારતીયો, એમ્બેસીએ જાહેર કરી એડવાઈઝરી

રશિયાના સતત હુમલામાં યુક્રેનની રાજધાની કીવને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહીં ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં ફસાઇ ગયા છે. જોકે, ઘણા નાગરિકોને ભારત સરકારે એર લિફ્ટ કરી લીધા છે. પરંતુ જે હજુ પણ યુક્રેનની રાજધાની કીવમાં ફસાઈ ગયા છે તેમને ભારતીય દૂતાવાસે તાત્કાલિક છોડી દેવા જણાવ્યું છે. દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી ઈમરજન્સી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે,
08:13 AM Mar 01, 2022 IST | Vipul Pandya
રશિયાના સતત હુમલામાં યુક્રેનની રાજધાની કીવને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહીં ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં ફસાઇ ગયા છે. જોકે, ઘણા નાગરિકોને ભારત સરકારે એર લિફ્ટ કરી લીધા છે. પરંતુ જે હજુ પણ યુક્રેનની રાજધાની કીવમાં ફસાઈ ગયા છે તેમને ભારતીય દૂતાવાસે તાત્કાલિક છોડી દેવા જણાવ્યું છે. દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી ઈમરજન્સી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીયોએ જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં તુરંત જ શહેર છોડી દેવું જોઈએ. 
યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને જોતા કીવમાં ભારતીય દૂતાવાસે એક નવી એડવાઈઝરી જાહેર કરી છે. નવીનતમ એડવાઈઝરીમાં, દૂતાવાસે કહ્યું છે કે વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને આજે તુરંત જ કીવ છોડવાની સલાહ આપવામાં આવે છે. દૂતાવાસે ઉપલબ્ધ ટ્રેનો દ્વારા અથવા ઉપલબ્ધ અન્ય કોઈપણ માધ્યમથી કીવને તાત્કાલિક છોડવા જણાવ્યું છે. ભારતીય દૂતાવાસે લોકોને કહ્યું, કોઇપણ સંજોગોમાં કીવ શહેર છોડી દો. આપને જણાવી દઈએ કે, ભારતે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે 'ઓપરેશન ગંગા' અભિયાન શરૂ કર્યું છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. 

કેન્દ્ર સરકારે સોમવારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સહિત ભારતીયોને બહાર કાઢવાની પ્રક્રિયાનું સંકલન કરવા યુદ્ધગ્રસ્ત દેશના પડોશી દેશોમાં ચાર મંત્રીઓને મોકલવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વાયુસેનાને ભારતીયોને બહાર કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ગંગામાં સામેલ થવાનો આદેશ આપ્યો હતો. વાયુસેનાના વિમાનોના ઉમેરા સાથે ભારતીયોના પરત આવવાની પ્રક્રિયા ઝડપી બનશે અને તેમની સંખ્યામાં પણ વધારો થશે. આ સાથે ભારતથી મોકલવામાં આવતી રાહત સામગ્રી પણ ઝડપથી પહોંચશે. ઓપરેશન ગંગા હેઠળ ભારતીય વાયુસેનાના કેટલાય C-17 વિમાનો આજે ઉડાન ભરવાનું શરૂ કરી શકે છે. 
અહીં દુનિયાના ઘણા દેશો લશ્કરી સાધનો મોકલીને યુક્રેનને મદદ કરી રહ્યા છે. રશિયાએ આ દેશોને ચેતવણી આપી હતી કે, જો આ ઉપકરણોનો ઉપયોગ રશિયા વિરુદ્ધ થશે તો તેને મોકલનાર દેશ જવાબદાર હશે. સૈન્ય મુકાબલો વચ્ચે આ સંકટને ઉકેલવા માટે રાજદ્વારી પ્રયાસો પણ ચાલુ છે. યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC) એ યુક્રેન સંકટ પર ઝડપથી ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવની તરફેણમાં 29 અને વિરોધમાં 5 મત પડ્યા હતા. ભારત સહિત 13 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. આપને જણાવી દઇએ કે, UNHRCમાં કુલ 47 સભ્યો છે.
Tags :
AdvisoryGujaratFirstIndianEmbassyKyivrussiaRussia-UkraineRussia-UkraineConflictukraine
Next Article