Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઈનલ મેચ હારી પણ દિલ જીતી ગઇ, સિલ્વર મેડલ નામે કરી ઈતિહાસ રચ્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022ની ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામે 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ભલે ઓસ્ટ્રેલિયા સામે હારી ગઇ હોય પરંતુ તે દિલ જીતવામાં ચોક્કસ સફળ થઇ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ચોક્કસપણે ફાઈનલ મેચ હારી ગઈ પરંતુ તેમ છતાં પ્રથમ વખત મહિલા ક્રિકેટમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. અંતિમ ઓવરોમાં ઓસ્ટ્રેલિયાએ મારી બાજીરવિ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઈનલ મેચ હારી પણ દિલ જીતી ગઇ  સિલ્વર મેડલ નામે કરી ઈતિહાસ રચ્યો
કોમનવેલ્થ ગેમ્સ 2022ની ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામે 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ભલે ઓસ્ટ્રેલિયા સામે હારી ગઇ હોય પરંતુ તે દિલ જીતવામાં ચોક્કસ સફળ થઇ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ચોક્કસપણે ફાઈનલ મેચ હારી ગઈ પરંતુ તેમ છતાં પ્રથમ વખત મહિલા ક્રિકેટમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 
અંતિમ ઓવરોમાં ઓસ્ટ્રેલિયાએ મારી બાજી
રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ રમતા 161 રન બનાવ્યા હતા પરંતુ જવાબમાં ભારત 19.3 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મૂનીએ સૌથી વધુ રન (61) બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારત લક્ષ્યથી 10 રન દૂર રહ્યું હતું. છેલ્લી પાંચ ઓવરમાં જ આખો પાસો પલટાઈ ગયો હતો, એક સમય એવો હતો જ્યારે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં ઊભી હતી. જ્યાં સુધી હરમનપ્રીત કૌર અને જેમિમા ક્રિઝ પર હતા ત્યાં સુધી ટીમ ઈન્ડિયા આસાનીથી જીતી જશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ છેલ્લી ઓવરમાં એશ્લે ગાર્ડનરે વિકેટ ઝડપીને પાસો ફેરવી નાખ્યો. ગાર્ડનરે 2 બોલમાં 2 મોટી વિકેટ હરમનપ્રીત કૌર અને પૂજા વસ્ત્રાકર લીધી જે બાદ હારેલી ઇનિંગ્સને ઓસ્ટ્રેલિયાએ જીતમાં ફેરવી હતી.
જાણો કઇ ટીમને કયો મેડલ...
ગોલ્ડ મેડલ - ઓસ્ટ્રેલિયા
સિલ્વર મેડલ - ભારત
બ્રોન્ઝ મેડલ - ન્યૂઝીલેન્ડ
Advertisement

રેણુકા સિંહ ઠાકુરે લીધી પ્રથમ વિકેટ
મેચમાં ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીની અડધી સદીની મદદથી કાંગારૂઓએ ભારતની જબરદસ્ત ફિલ્ડિંગ છતાં કોમનવેલ્થ ગેમ્સમાં T20 મહિલા ક્રિકેટ ઈવેન્ટની ફાઇનલમાં આઠ વિકેટે 161 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરે ખતરનાક એલિસા હીલીને પ્રારંભિક લેગ બિફોર આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. અમ્પાયરે DRS પર બોલરની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. ત્યારબાદ મૂની (41 બોલમાં 61) અને કેપ્ટન મેગ લેનિંગ (26 બોલમાં 36) 78 રનની ભાગીદારી નોંધાવી હતી. લેનિંગે મિડ-ઓફમાં રેણુકાને મેચનો પ્રથમ છક્કો ફટકાર્યો હતો. 
ભારતીય ટીમની શાનદાર રહી ફિલ્ડિંગ
ભારતીય ફિલ્ડરો, જેમની સામાન્ય રીતે ટીકા થાય છે, તેમણે શાનદાર પ્રદર્શન કર્યું. પહેલા લેનિંગ રનઆઉટ થઇ અને પછી દીપ્તિ શર્મા અને રાધા યાદવે શાનદાર કેચ પકડ્યા. મૂનીને દીપ્તિએ એક હાથે કેચ કરીને વિદાય આપી હતી, જ્યારે રાધાએ તાહલિયા મેકગ્રાના કેચ સાથે બેકવર્ડ પોઈન્ટ પર ડાઈવ કરી હતી. ભારતે છેલ્લી પાંચ ઓવરમાં શાનદાર વાપસી કરીને 35 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. રેણુકાએ ચાર ઓવરમાં 25 રન આપીને બે વિકેટ લીધી હતી. સ્નેહ રાણાએ પણ ચાર ઓવરમાં 38 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
Tags :
Advertisement

.