Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય મહિલાઓ સેક્સમાં પુરુષો કરતાં આગળ છે

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ડેટા ભારતમાં સેક્સની આદતો વિશે ઘણી નવી બાબતો દર્શાવે છે. નેશનલ હેલ્થ સરવેના તાજેતરના આંકડાઓ જોતા લાગે છે કે ભારતીય સ્ત્રીઓ પુરુષો કરતા સેક્સની બાબતમાં આગળ છે. શું ભારતીય સ્ત્રીઓ નાની ઉંમરમાં સેક્સ માણી રહી છે! શું સ્ત્રીઓ ખરેખર આગળ નીકળી રહી છે? ચાલો જાણીએ હકીકત શું છે? ચોંકાવનારી હકીકત સામે આવીજાણીને નવાઇ લાગશે, ભલે હજુ પણ આપણા દેશમાં સેક્સ અંગેની વાત સ
ભારતીય મહિલાઓ સેક્સમાં પુરુષો કરતાં આગળ છે
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ડેટા ભારતમાં સેક્સની આદતો વિશે ઘણી નવી બાબતો દર્શાવે છે. નેશનલ હેલ્થ સરવેના તાજેતરના આંકડાઓ જોતા લાગે છે કે ભારતીય સ્ત્રીઓ પુરુષો કરતા સેક્સની બાબતમાં આગળ છે. શું ભારતીય સ્ત્રીઓ નાની ઉંમરમાં સેક્સ માણી રહી છે! શું સ્ત્રીઓ ખરેખર આગળ નીકળી રહી છે? ચાલો જાણીએ હકીકત શું છે? 

ચોંકાવનારી હકીકત સામે આવી
જાણીને નવાઇ લાગશે, ભલે હજુ પણ આપણા દેશમાં સેક્સ અંગેની વાત સ્ત્રીઓ સરળતાથી નથી કરતી પણ નેશનલ ફેમિલી હેલ્થ દ્વારા તાજેતરમાં કરાયેલા સર્વેમાં આ ચોંકાવનારી વાત સામે આવી છે. આ રિપોર્ટ મુજબ 15 વર્ષની ઉંમર પહેલા સેક્સ અંગે અભ્યાસમાં સામે આવ્યું છે કે, 10 ટકા સ્ત્રીઓ છે જે 25થી 49ની ઉંમરમાં સેક્સ માણી લીધું છે, આમાંથી મોટાભાગની સ્ત્રીઓ કે જેમણે 15 વર્ષથી પણ ઓછી ઉંમરમાં પોતાનું કૌમાર્ય ગુમાવ્યું છે. જ્યારે 38 ટકા સ્ત્રીઓ 18 વર્ષથી ઓછી ઉંમરમાં જાતીય સંબંધ બાંધ્યો છે. આ અભ્યાસમાં 25થી 49 વર્ષની સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ડેટામાંથી સામે આવ્યું કે ભારતમાં સ્ત્રી પહેલી વખત જાતીય સંબંધનો અનુભવ કરે ત્યારે તેની સરેરાશ ઉંમર 19.1 હોય છે. 
પુરુષો ભારતમાં કઈ ઉંમરમાં સેક્સ માણે છે?
ભારતમાં 25થી 49 વર્ષની ઉંમરના ગ્રૂપમાં પહેલી વખત સેક્સ માણ્યું હોય તેવી ઉંમર 24.3 વર્ષ છે.  આમાંથી એક ટકા પુરુષોએ  જ 15 વર્ષ કરતા ઓછી ઉંમરમાં જાતીય સંબંધ બાંધ્યો છે. જ્યારે 7 ટકા લોકોએ 18 વર્ષની ઉંમરે પહેલો અનુભવ કર્યો છે. લગ્ન પહેલા કે લગ્ન પછી શારીરિક સંબંધો અંગે પણ  ચોંકવનારા તારણો સામે આવ્યાં છે. અહીં સામે આવેલા આંકડામાં મોટા ભાગની સ્ત્રીઓ જેમને નાની ઉંમરમાં જ સેક્સનો અનુભવ થયો છે, જેમાં  બાળ લગ્નના કારણે તેમને આ અનુભવ થયો છે. જેમાંથી 19.1 ટકો સ્ત્રીઓએ 15 વર્ષની ઉંમર પહેલા સેક્સ માણ્યું છે, જ્યારે 0.1 ટકો સ્ત્રીઓએ લગ્ન પહેલા નાની ઉંમરમાં સેક્સ માણ્યું છે. આ સાથે જ રેપ કે શોષણનો ભોગ બનનાર સ્ત્રીઓની સંખ્યા પણ 1000એ 700 જેટલી છે.

લગ્ન પહેલા ભારતમાં સેક્સ કરનારની સંખ્યા 
લગ્ન પહેલા ભારતમાં સેક્સ અંગે આ અભ્યાસમાં સામે આવેલા આંકડા પર નજર કરીએ તો સ્ત્રી અને પુરુષ બન્નેએ લગ્ન પહેલા સેક્સ માણ્યું છે જેમાં 11 ટકા પુરુષોએ લગ્ન પહેલા સેક્સ માણે છે, જ્યારે આ સર્વેમાં સ્ત્રીઓનો આંકડો 22 ટકા છે. શહેરની સ્ત્રીઓ વિશે કહીએ તો શહેરમાં રહેતી સ્ત્રીઓ કરતા ગામડાંમાં રહેતી સ્ત્રીઓ ઘણી આગળ છે. સર્વેમાં સામે આવેલા આંકડા ચકાસીએ તો 20.3 ઉંમરની વયે શહેરની સ્ત્રીઓ પહેલી વાર સેક્સ કર્યું હતું, જ્યારે ગામડાંમાં આવું 18.6 વર્ષની ઉંમરની સ્ત્રીઓ પહેલીવાર સંભોગ કર્યો હતો. શહેરમાં  શિક્ષણની અસરના કારણે છોકરી 12મા ધોરણ કે તેથી વધુ ભણે છે જેથી તે પરિપક્વ ઉંમરે મેરેજ કરે છે અહીં પરણેલી સ્ત્રીઓની ઉંમર સરેરાશ 22.7 વર્ષની હોય છે, જ્યારે ગામડાંની શિક્ષણ ન મેળવનારી સ્ત્રીઓ 17.2 વર્ષની ઉંમરે લગ્ન થાય છે. 
સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતાં વધી ગયું
નેશનલ ફેમિલી હેલ્થ સર્વેની પાંચના આંકડાઓમાં  દેશમાં વસ્તી વિષયક પરિવર્તનના સંકેતો આપ્યાં છે. 
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)તાજેતરના આંકડા અનુસાર  ભારતમાં વસ્તીમાં 1992 માં NFHS શરૂ થયા પછી પ્રથમ વખત, સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતાં વધી ગયું છે. 1,000 પુરુષો માટે 1,020 સ્ત્રીઓ હતી. 2015-16માં સર્વેની છેલ્લી આવૃત્તિમાં, દર 1,000 પુરુષોએ 991 મહિલાઓ હતી.
 ભારતમાં 82% મહિલાઓ તેમના પતિને સેક્સ માટે ના પાડે છે
સાથે જ  આ સરવેમાં ભારતમાં 82% મહિલાઓ તેમના પતિને સેક્સ માટે ના પાડે છે. આ આરોગ્ય સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે જ્યારે પુરુષોને પૂછવામાં આવ્યું કે શું તેઓને 4 પ્રકારના વર્તનનો અધિકાર છે: ઠપકો આપવો, પૈસા આપવાનો ઇનકાર કરવો, બળનો ઉપયોગ કરવો અથવા બીજી સ્ત્રી સાથે સેક્સ માણવું.  6% લોકોએ ઉપરોક્ત તમામ કહ્યું, 72% લોકોએ કોઇ જવાબ ન આપ્યો. ત્રીજા ભાગથી પણ ઓછી  માત્ર (32 ટકા) પરિણીત મહિલાઓ જ જોબ કરે છે. જ્યારે 44 ટકા મહિલાઓને એકલી બજારમાં જવાની પણ મંજૂરી નથી, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 (NFHS-5)ના તારણો હજુ મહિલા સશક્તીકરણ સ્પષ્ટ કરતા નથી પરંતુ, આ તારણો દર્શાવે છે કે ભારતમાં 82 ટકા મહિલાઓ તેમના પતિ સાથે સેક્સ માણવાનો ઇનકાર કરી શકે છે. “પાંચમાંથી ચારથી વધુ સ્ત્રીઓ (82 ટકા) તેમના પતિને ના કહી શકે છે જો તેઓ જાતીય સંભોગ કરવા માંગતા ન હોય.  NFHS-5 જણાવે છે કે ગોવામાં (92 ટકા) મહિલાઓ ના કહી શકે તેવી શક્યતા છે અને અરુણાચલ પ્રદેશ (63 ટકા) અને જમ્મુ અને કાશ્મીર (65 ટકા)માં ના કહી શકે તેવી શક્યતા છે. NFHS: 35% પુરુષો કહે છે ગર્ભનિરોધક સ્ત્રીઓને અવિચારી બનાવે છે
લગ્ન જીવનમાં બંને પાર્ટનરના વલણમાં પરિવર્તન
વૈવાહિક બળાત્કારએ ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ 'બળાત્કાર' ની વ્યાખ્યાનો અપવાદ છે અને તેનો અર્થ એ છે કે 18 વર્ષથી વધુ ઉંમરની તેની પત્ની પર બળજબરી કરનાર પુરુષ સામે કાર્યવાહી થઈ શકતી નથી. જો કે, તારણો દર્શાવે છે કે લગ્નમાં બંને પાર્ટનરના વલણમાં ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે. આ સર્વેક્ષણ દરમિયાન, પુરુષોની માનસિકતાનું મૂલ્યાંકન કરવા માટે કેટલાક વધારાના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ એવી પરિસ્થિતિ સાથે સંબંધિત છે જ્યારે સ્ત્રી તેના પતિ સાથે સેક્સ માણવાનો ઇનકાર કરે  ત્યારે તેઓ શું ઇચ્છે છે. પુરુષોને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ માને છે કે તેમને ચાર પ્રકારના વર્તનનો અધિકાર છે: ગુસ્સે થાઓ અને તેણીને ઠપકો આપો, તેણીને પૈસા અથવા નાણાકીય સહાયના અન્ય માધ્યમો આપવાનો ઇનકાર કરો, બળનો ઉપયોગ કરો અને તેણી ઇચ્છતા ન હોય તો પણ તેની સાથે સેક્સ માણો, અથવા બીજી સ્ત્રી સાથે સેક્સ કરો.

સ્ત્રી તેના પતિ સાથે સેક્સ માણવાનો ઇનકાર કરે ત્યારે પતિ શું ઇચ્છે છે
સરવેમાં 15-49 વર્ષની વયના પુરુષોને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો તો માત્ર 6 ટકા જ પુરુષો સંમત હતાં કે  પત્ની તેને સેક્સનો ઇનકાર કરે તો પુરુષોને આ ચારેય વર્તણૂકો દર્શાવવાનો અધિકાર છે, અને 72 ટકા  આ ચારમાંથી કોઈપણ વર્તન સાથે સંમત નથી. જો કે, 19 ટકા પુરૂષો સહમત છે કે જો કોઈ સ્ત્રી તેના પતિ સાથે સેક્સ કરવાનો ઇનકાર કરે તો પતિને ગુસ્સે થવાનો અને તેને ઠપકો આપવાનો અધિકાર છે, " લગભગ તમામ રાજ્યોમાં આ વર્તણૂક સાથે સંમત ન હોય તેવા પુરૂષોની ટકાવારી 70 ટકાથી વધુ છે, અને ચારમાંથી કોઈ પણ વર્તન સાથે સંમત ન હોય તેવા પુરુષોની ટકાવારી માત્ર પંજાબમાં 50 ટકાથી ઓછી છે (21 ટકા ટકા), ચંદીગઢ (28 ટકા), કર્ણાટક (45 ટકા), અને લદ્દાખ (46 ટકા). NFHS-4 જ્યારે 77 ટકા હતી ત્યારથી ચારમાંથી કોઈ પણ વર્તણૂક સાથે સંમત ન હોય તેવા પુરૂષોની ટકાવારીમાં 5 ટકાનો ઘટાડો થયો છે. 
માત્ર 32% પરિણીત મહિલાઓ નોકરી કરે છે
સર્વેક્ષણમાં પરિણીત મહિલાઓમાં રોજગારીનો દર 32 ટકા હોવાનું જાણવા મળ્યું છે - જે NFHS-4 સર્વેક્ષણમાં નોંધાયેલા 31 ટકાથી નજીવો વધારો છે જે 2015-16માં આવેલા પરિવર્તનો દર્શાવે છે. નોકરી કરતી પરિણીત મહિલાઓમાંથી 15 ટકાને પગાર પણ મળતો નથી અને 14 ટકાને તેઓ કમાણી કરે છે તે પૈસા કેવી રીતે ખર્ચવામાં આવે છે તે અંગે કોઈ માહિતી નથી. ભારતમાં, હાલમાં 15-49 વર્ષની વયની પરિણીત મહિલાઓમાંથી માત્ર 32 ટકા જ નોકરી કરે છે, જ્યારે હાલમાં 15-49 વર્ષની વયના 98 ટકા પરિણીત પુરુષો છે. રોજગારી ધરાવતી સ્ત્રીઓમાં, 83 ટકા રોકડમાં કમાય છે. જ્યારે 15 ટકા નોકરી કરતી મહિલાઓને તેઓ જે કામ કરે છે તેના માટે ચૂકવણી કરવામાં આવતી નથી. તુલનાત્મક રીતે 95 ટકા નોકરીયાત પુરુષો રોકડ કમાય છે અને 4 ટકાનો માટે કોઈ ચૂકવણી મેળવતા નથી.

18 ટકા મહિલા તેના પૈસા અંગેના  નિર્ણયો એકલા લે છે
સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 85 ટકા પરિણીત મહિલાઓ કે જેઓ રોકડ કમાય છે તેઓ એકલા અથવા તેમના પતિ સાથે સંયુક્ત રીતે નિર્ણય લે છે કે તે આવકનો ઉપયોગ કેવી રીતે કરવો. સ્ત્રીઓ માટે આ નિર્ણયો તેમના પતિ સાથે સંયુક્ત રીતે લેવાનું સૌથી સામાન્ય છે; માત્ર 18 ટકા મહિલા તેના પૈસા અંગેના  નિર્ણયો એકલા લે છે. ડેટા દર્શાવે છે કે 14 ટકા મહિલાઓ માટે મહિલાઓની કમાણીનો ઉપયોગ કરવાને નિર્ણય પતિ લે છે. પરંતુ આ પેટર્ન પુરૂષોની આવક માટે થોડી અલગ છે. NFHS-5 સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે 6 ટકા પુરુષોનું કહેવું છે કે નિર્ણય પત્ની જ લે છે, 71 ટકા સ્ત્રીઓ અને 66 ટકા પુરૂષો કહે છે કે નિર્ણય સંયુક્ત રીતે લેવામાં આવે છે. અને 21 ટકા મહિલાઓ અને 28 ટકા પુરુષોનું કહેવું છે કે આવકનો  ખર્ચ કેવી રીતે  કરવો તે પતિ નક્કી કરે છે.
મહિલાઓ એકલી મુસાફરી કરી શકતી નથી
સરવેમાં જાણવા મળ્યું છે કે 56 ટકા મહિલાઓને એકલી બજારમાં જતી નથી, 52 ટકાને આરોગ્ય સુવિધામાં અને 50 ટકાને ગામ કે શહેરની બહાર જવાની છૂટ છે. એકંદરે, ભારતમાં માત્ર 42 ટકા મહિલાઓને એકલા જવાની મંજૂરી છે અને 5 ટકા મહિલાઓને  બહાર જવાની મંજૂરી નથી. જ્યારે  NFHS-4 માં, માત્ર 41 ટકા મહિલાઓએ કહ્યું હતું કે તેમને બજાર, આરોગ્ય સુવિધા અને ગામ અથવા  શહેરની બહારના સ્થળોએ એકલા જવાની મંજૂરી છે. હિમાચલ પ્રદેશમાં, 82 ટકા મહિલાઓને ત્રણેય સ્થળોએ એકલા જવાની મંજૂરી છે, જેની સરખામણીમાં લક્ષદ્વીપમાં માત્ર 2 ટકા, કેરળમાં 15 ટકા અને ગોવા, ઓડિશા, મણિપુર, નાગાલેન્ડ અને એક તૃતિયાંશ કરતાં પણ ઓછી સંખ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.