યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, ખારકીવમાં રશિયાના બોમ્બમારામાં જીવ ગુમાવ્યો
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત વધારે ભયંકર થતું જાય છે. તેવી સ્થિતિમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર હવે ભારત સુધી પહોંચી છે. રશિયા-યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા આ વાતની માહિતિ આપવામાં આવી છે. યુક્રેનના ખારકીવ શહેરમાં આજે સવારે રશિયાના બોમ્બમારામાં એક ભારતીય વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાàª
10:27 AM Mar 01, 2022 IST
|
Vipul Pandya
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત વધારે ભયંકર થતું જાય છે. તેવી સ્થિતિમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર હવે ભારત સુધી પહોંચી છે. રશિયા-યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા આ વાતની માહિતિ આપવામાં આવી છે. યુક્રેનના ખારકીવ શહેરમાં આજે સવારે રશિયાના બોમ્બમારામાં એક ભારતીય વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી રશિયાએ યુક્રેનના તમામ મોટા શહેરો પરના હુમલા વધારે ઘાટચક બનાવ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી દ્વારા ટ્વિટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે ‘ખૂબ જ દુઃખ સાથે છે અમે પુષ્ટિ કરીએ છીએ કે ખાર્કિવમાં આજે સવારે એક ભારતીય વિદ્યાર્થીએ ગોળીબારમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. વિદેશ મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.’
તેમણે આગળ લખ્યું કે ‘વિદેશ સચિવ રશિયા અને યુક્રેનના રાજદૂતોને ભારતીય નાગરિકો માટે તાત્કાલિક સલામત માર્ગની ફરી વખત માગ કરવા માટે બોલાવી રહ્યા છે. ભારતીયો હજુ પણ ખારકીવ અને અન્ય સંઘર્ષ ઝોનના શહેરોમાં હાજર છે. રશિયા અને યુક્રેનમાં અમારા રાજદૂતો દ્વારા આ પ્રકારની જ કાર્યવાહી કરવામાં આવી રહી છે’
આ અંગે જે પ્રાથમિક માહિતિ સામે આવી છે તે પ્રમાણે મૃત્યુ પામનાર છાત્ર કર્ણાટક રાજ્યનો રહેવાસી છે. જે મેડિકલના ભણતર માટે યુક્રેન ગયો હતો. કર્ણાટકના હાવેરી જિલ્લાના વતની અને 21 વર્ષના નવીન શેખરપ્પાનું ખારકીવમાં મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. ભારતીય મીડિયામાં આ સમાચાર આવતા જ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોના પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે. લોકો તેમના દીકરા-દીકરીની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
જે વિદ્યાર્થીનું મોત થયું છે તે જમવાનું લેવા માટે બહાર ગયો હતો. તે સમયે રશિયા દ્વારા એક સરકારી ઇમારતને નિશાન બનાવીને બોમ્બમારો કરવામાં આવ્યો. જેમાં ભારતના આ વિદ્યાર્થીનું મોત થયું છે.
દૂતાવાસે કીવ છોડવા કહ્યું હતું
યુક્રેનની રાજધાની કિવની બગડતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે આજે કડક એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓએ વહેલી તકે કિવ છોડી દેવું જોઈએ. એડવાઈઝરીમાં લખવામાં આવ્યું હતું કે કિવ છોડવા માટે તેમને જે સાધન મળે તેમાં તરત નિકળી જાવ જેમાં ટ્રેન, બસ વગેરેમાં મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી હતી.
એરફોર્સના વિમાનો યુક્રેન જાય તેવી શક્યતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓપરેશન ગંગા હેઠળ ભારતીય નાગરિકોને યુક્રેનમાંથી બહાર કાઢવાનું કામ ઝડપી બનાવવામાં આવશે. જે માટે વડાપ્રધાન મોદીએ ભારતીય વાયુસેનાને પણ આ ઓપરેશનમાં જોડાવા માટે કહ્યું છે. વાયુસેનાના વિમાનોના ઉમેરા સાથે ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનશે અને તેમની સંખ્યામાં પણ વધારો થશે. આ સાથે જ ભારતથી મોકલવામાં આવતી રાહત સામગ્રી પણ ઝડપથી પહોંચશે. ઓપરેશન ગંગા હેઠળ ભારતીય વાયુસેનાના કેટલાય C-17 વિમાનો આજે ઉડાન ભરી શકે છે.
Next Article