Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટ્રેનમાં ઊંઘ આવી ગઇ તો પણ હવે ઉતરવાનું સ્ટેશન નહીં છુટે, રેલવેએ શરુ કરી આ ખાસ સુવિધા, જાણો શું છે?

ભારતીય રેલવે સતત પોતના મુસાફરોને સારી સુવિધા મળે તેના માટે વિવિધ સુધારાઓ કરે છે અને નવી સેવા પણ શરુ કરે છે. જેના ભાગરુપે જ આજે રેલવે મુસાફરી ઘણી ઉત્કૃષ્ઠ, આરામદાયક અને સરળ પણ બની છે. રેલ્વે હવે માત્ર મુસાફરી પુરતી સીમિત નથી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં ઘણી બદલાઈ ગઇ છે.  મુસાફરો માટે ઓનલાઈન ટિકિટ સહિત અન્ય ઘણી સેવાઓ ઉપલબ્ધ છે અને હવે મુસાફરોની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે રેલવà
ટ્રેનમાં ઊંઘ આવી ગઇ તો પણ હવે ઉતરવાનું સ્ટેશન નહીં છુટે  રેલવેએ શરુ કરી આ ખાસ સુવિધા  જાણો શું છે
ભારતીય રેલવે સતત પોતના મુસાફરોને સારી સુવિધા મળે તેના માટે વિવિધ સુધારાઓ કરે છે અને નવી સેવા પણ શરુ કરે છે. જેના ભાગરુપે જ આજે રેલવે મુસાફરી ઘણી ઉત્કૃષ્ઠ, આરામદાયક અને સરળ પણ બની છે. રેલ્વે હવે માત્ર મુસાફરી પુરતી સીમિત નથી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં ઘણી બદલાઈ ગઇ છે.  મુસાફરો માટે ઓનલાઈન ટિકિટ સહિત અન્ય ઘણી સેવાઓ ઉપલબ્ધ છે અને હવે મુસાફરોની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે રેલવેએ વધુ એક નવી સુવિધા શરૂ કરી છે.
આ નવી સેવાનું નામ છે ડેસ્ટિનેશન એલર્ટ, આ સુવિધા રાત્રે મુસાફરી કરતા મુસાફરો માટે શરૂ કરવામાં આવી છે. આ સુવિધા ખાસ એવા લોકો માચે શરુ કરવામાં આવી છે કે જેઓ સ્ટેશન ના છુટી જાય તેની ચિંતામાં રાત્રે ઊંઘી નથી શકતા. ઘણી વખત એવું થાય પણ છે કે મુસાફરોને ઊંઘ આવી ગઇ હોય અને જ્યાં ઉતરવાનું હોય તે સ્ટેશન જતું રહે છે. ત્યારે આ સુવિધા આવા લોકો માટે જ શરુ કરવામાં આવી છે. આ સેવાનો ઉપયોગ કરનારા મુસાફરોને ગંતવ્ય સ્ટેશન પર પહોંચવાના 20 મિનિટ પહેલા રેલવે તરફથી SMS અને રિમાઇન્ડર કૉલ મળશે. પરંતુ તમે લોકોએ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આ સેવા લાંબી મુસાફરીની ટ્રેન માટે શરૂ કરવામાં આવી છે.
આ રીતે આ સેવાનો લાભ મેળવો
  • તમારે પહેલા મોબાઈલથી 139 નંબર પર ફોન કરવો પડશે.
  • ત્યારબાદ ડેસ્ટિનેશન એલર્ટ પસંદ કરવું પડશે.
  • બાદમાં તમારી અનુકૂળતા મુજબ ભાષા પસંદ કરો.
  • પછી IVR મુખ્ય મેનૂમાં 7 નંબરનો વિકલ્પ પસંદ કરો.
  • બાદમાં ડેસ્ટિનેશન એલર્ટ વિકલ્પ પસંદ કરવા માટે નંબર 2 દબાવો.
  • અંતે તમારો 10 અંકનો PNR નંબર દાખલ કરો અને પછી 1 દબાવીને પુષ્ટિ કરો.
Advertisement
Tags :
Advertisement

.