Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રેલવેના 11 લાખથી વધારે કર્મચારીઓને આ દિવાળીમાં મળશે આટલું બોનસ, જાણો

ભારતમાં તહેવારોની સિઝન (Festive Season) શરૂ થઈ ચુકી છે. દિવાળી પહેલા ભારતીય રેલવેના (Indian Railway) લાખો કર્મચારીને મોદી સરકારે એક મોટી ભેટ આપી છે. જેનાથી રેલવે કર્મચારીઓની (Railway Employees) દિવાળી સુધરી જવાની છે. કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે કર્મચારીઓને 78 દિવસ જેટલું બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ ગયા વર્ષે પણ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપ્યું હતું. સરકારના આ નિર્ણયથી 11 લાખથી વધારે નોન-ગેઝેટેડ કà
10:39 AM Oct 02, 2022 IST | Vipul Pandya
ભારતમાં તહેવારોની સિઝન (Festive Season) શરૂ થઈ ચુકી છે. દિવાળી પહેલા ભારતીય રેલવેના (Indian Railway) લાખો કર્મચારીને મોદી સરકારે એક મોટી ભેટ આપી છે. જેનાથી રેલવે કર્મચારીઓની (Railway Employees) દિવાળી સુધરી જવાની છે. કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે કર્મચારીઓને 78 દિવસ જેટલું બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ ગયા વર્ષે પણ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપ્યું હતું. સરકારના આ નિર્ણયથી 11 લાખથી વધારે નોન-ગેઝેટેડ કર્મચારીઓને ફાયદો થશે. જોકે આમાં RPF/RPSFના કર્મચારીઓનો સમાવેશ થયો નથી.
દશેરાથી દિવાળી વચ્ચે ચુકવાશે
રેલવે (Indian Railway) તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સરકારના આ નિર્ણયી 11.27 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે. આ બોનસ કર્મચારીઓને દશેરાથી દિવાળી વચ્ચે ચુકવી દેવામાં આવશે અને આ બોનસ દરેક નોન ગેઝેટ રેલવે કર્મચારીઓને મળશે. ભારતીય રેલવેનું કહેવું છે કે, આ બોનસ કર્મચારીઓ માટે પ્રોત્સાહન તરીકે કામ કરશે. તેનાથી કર્મચારીઓ રેલવેની કામગીરીમાં પોતાનું હકારાત્મક યોગદાન આપી શકશે. બોનસ મળવાથી કર્મચારીઓની આ તહેવારોની સિઝનમાં ખરીદી કરવાની ક્ષમતા વધશે અને આ તહેવારોની સિઝન અર્થતંત્રને વધુ વેગ આપવામાં મદદ કરશે.

રેલવેમંત્રીએ માન્યો આભાર
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) કહે છે કે, કોરોનાના સમયગાળા દરમિયાન, રેલ્વે કર્મચારીઓએ રેલ્વેના યોગ્ય સંચાલનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રેલ્વે કર્મચારીઓએ દેશની અર્થવ્યવસ્થાને યોગ્ય રાખવામાં ઘણું યોગદાન આપ્યું છે. સાથે જ રેલવે મંત્રીએ રેલવે કર્મચારીઓના બોનસને મંજુરી આપવા પર રેલ પરિવાર તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

આટલું મળશે બોનસ
રેલવેએ ગયા વર્ષે પણ તેના કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપ્યું હતું. રેલવે કર્મચારીને 30 દિવસમાં 7,000 રૂપિયાનું બોનસ મળે છે. આવી સ્થિતિમાં તે કર્મચારીને 78 દિવસ માટે લગભગ 18,000 રૂપિયાનું દિવાળી બોનસ મળશે. રેલવે કર્મચારીઓને 78 દિવસના આ બોનસથી સરકારી તિજોરીમાં આશરે રૂ. 2000 કરોડનું ભારણ થવાનો અંદાજ છે.
Tags :
AshwiniVaishnawDiwali2022FestiveSeasonGujaratFirstIndianRailwayPMNARENDRAMODIRailwayEmployeesBonusRailwayMinister
Next Article