ઓસ્ટ્રેલિયાના જંગલમાં ભારતીય ખેલાડીઓ, સેમિફાઇનલ પહેલા ઇંગ્લેન્ડને ડરાવ્યું
ભારત (India)અને ઈંગલેન્ડ (England)વચ્ચે સેમીફાઈનલ (Semifinals)નજીક આવી રહી છે તેને લઈ દિલચસ્પી વધી રહી છે. એક ભારતીય ખેલાડીએ ઓસ્ટ્રેલિયાના જંગલ(Australian jungle)થી ઈંગ્લેન્ડ માટે એક મેસેજ છોડ્યો છે. તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલ મેચ રમવા ટીમ ઈન્ડિયા એડિલેડ તો પહોંચી ગઈ છે આ વચ્ચે ભારતીય ટીમના (Indian team)ખેલાડી મોહમ્મદ શમી (Mohammad Shami)ઓસ્ટ્રેલિયાના જંગલમાં પહોંચ્યા છે ત્યારે સમાચાર મળતા તેઓ જંગલમાંથી
10:26 AM Nov 08, 2022 IST
|
Vipul Pandya
ભારત (India)અને ઈંગલેન્ડ (England)વચ્ચે સેમીફાઈનલ (Semifinals)નજીક આવી રહી છે તેને લઈ દિલચસ્પી વધી રહી છે. એક ભારતીય ખેલાડીએ ઓસ્ટ્રેલિયાના જંગલ(Australian jungle)થી ઈંગ્લેન્ડ માટે એક મેસેજ છોડ્યો છે. તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલ મેચ રમવા ટીમ ઈન્ડિયા એડિલેડ તો પહોંચી ગઈ છે આ વચ્ચે ભારતીય ટીમના (Indian team)ખેલાડી મોહમ્મદ શમી (Mohammad Shami)ઓસ્ટ્રેલિયાના જંગલમાં પહોંચ્યા છે ત્યારે સમાચાર મળતા તેઓ જંગલમાંથી પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે. તેના પર એક મેસેજ લખ્યું કે, ઈંગ્લેન્ડને ડરાવી દીધું
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપ 2022ની બીજી સેમિફાઈલની ટક્કર 10 નવેમ્બરના રોજ રમાશે. આ ટ્ક્કર એડિલડમાં રમાશે. આ ટક્કર માટે હાલમાં બંન્ને ટીમો તૈયારીઓ પર કામ કરી રહ્યા છે પરંતુ મેદાન પર જેની તાકાત દેખાશે તે ટીમની જીત થશે.એડિલેડથી મેલબર્નની ટિકીટ પણ વિજેતા ટીમની કપાશે.
જંગલમાં વાઈ-ફાઈની સુવિધા હોતી નથી
આ પહેલા મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયાના જંગલથી ઈંગ્લેન્ડ માટે એક ખાસ મેસેજ છોડ્યો છે. તેણે જંગલમાંથી એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે અને લખ્યું કે, જંગલમાં વાઈ-ફાઈની સુવિધા હોતી નથી પરંતુ મારું એક વચન છે કે, તમે મારું શાનદાર કનેક્શન જુઓ , શમીની આ પોસ્ટ પર મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડનું નામ લીધું નથી પરંતુ તેમણે જે વધુ સારા જોડાણની વાત કરી છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ઈશારો તે દિશામાં છે.
શમીના આ ઇરાદાને તેના ચાહકો અને ક્રિકેટ ચાહકોએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. કોઈએ તેને બોલથી આગ લગાવવાનું કહ્યું તો કોઈએ તેના અત્યાર સુધીના પ્રદર્શનના વખાણ કર્યા.
ટી 20 વર્લ્ડકપમાં અત્યારસુધી 5 મેચમાં શમીએ 6.11ની ઈકોનોમીથી 6 વિકેટ લીધી છે. જેમાં તેનું બેસ્ટ પ્રદર્શન 14 રન આપી 2 વિકેટ લીધી છે.ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમીફાઈનલ 10 નવેમ્બરે રમાશે. આ મેચ બંને ટીમો વચ્ચે એડિલેડમાં રમાશે.
આપણ વાંચો - સેમીફાઈનલ પહેલા ઈંગ્લેન્ડના ખેલાડી બેટિંગમાં સૂર્યકુમારના વિરાટ સ્વરૂપથી ગભરાયા, જાણો શું કહે છે બેન સ્ટોક્સ
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article