ટી-20માં ભારતના ખેલાડીઓ ફ્લોપ ટોપ-10 રેન્કિંગમાં એકમાત્ર ભારતીય ખેલાડી
વેસ્ટઈન્ડીઝ અને શ્રીલંકાની સામે સતત બે ટી-20 સિરીઝમાં જીત પછી પણ હાલમાં જ આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા ટી-20 રેન્કિંગમાં ભારતના ખેલાડીઓને સ્થાન નથી મળ્યું. ટોપ-10 બેટ્સમેનો, બોલરો અને ઓલરાઉન્ડરના લિસ્ટમાં એકમાત્ર ભારતીય ખેલાડી કે.એલ.રાહુલનો સમાવેશ થયો છે. કે.એલ.રાહુલ બેટ્સમેનોના લિસ્ટમાં 10માં સ્થાને છે. તેમના કુલ 646 પોઈન્ટ્સ છે. પરંતુ તે સિવાય કોઈપણ બેટ્સમેન કે બોલર ટો-10માં પો
Advertisement
વેસ્ટઈન્ડીઝ અને શ્રીલંકાની
સામે સતત બે ટી-20 સિરીઝમાં જીત પછી પણ હાલમાં જ આઈસીસી દ્વારા જાહેર કરવામાં
આવેલા ટી-20 રેન્કિંગમાં ભારતના ખેલાડીઓને સ્થાન નથી મળ્યું. ટોપ-10 બેટ્સમેનો,
બોલરો અને ઓલરાઉન્ડરના લિસ્ટમાં એકમાત્ર ભારતીય ખેલાડી કે.એલ.રાહુલનો સમાવેશ થયો
છે. કે.એલ.રાહુલ બેટ્સમેનોના લિસ્ટમાં 10માં સ્થાને છે. તેમના કુલ 646 પોઈન્ટ્સ
છે. પરંતુ તે સિવાય કોઈપણ બેટ્સમેન કે બોલર ટો-10માં પોતાનું સ્થાન મેળવી શક્યા
નથી. બોલરમાં ભૂવનેશ્વર કુમાર 18માં સ્થાને છે. જ્યારે ઓલરાઉન્ડરની વાત કરવામાં
આવે તો તેમાં ટોપ-20માં એક પણ ભારતીય ખેલાડી સ્થાન મેળવી શક્યો નથી. રોહિત શર્મા
14માં નંબરે અને વિરાટ કોહલી 16માં સ્થાને છે.