Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોફી જાયન્ટ સ્ટારબક્સમાં હોવર્ડ શુલ્ટ્ઝના સ્થાને ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હન CEO

કોફી જાયન્ટ સ્ટારબક્સે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હનને CEO તરીકે નિયુક્ત કર્યા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, તે 1 ઓક્ટોબરે સ્ટારબક્સ સાથે જોડાશે. તેઓ હોવર્ડ શુલ્ટ્ઝનું સ્થાન લેશે, જેઓ એપ્રિલ 2023 સુધી વચગાળાના વડા તરીકે રહેશે. 55 વર્ષીય ભારતીય મૂળના નરસિમ્હને UK સ્થિત Reckitt Benckiser Group plc, Lysol અને Enfamil Baby Formulaના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે સેવા આપી ચૂક્યા છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલ મુજબ, સ્ટારબક્સના એમ.ડી  મેલોડી
કોફી જાયન્ટ સ્ટારબક્સમાં હોવર્ડ શુલ્ટ્ઝના સ્થાને ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હન ceo
કોફી જાયન્ટ સ્ટારબક્સે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હનને CEO તરીકે નિયુક્ત કર્યા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, તે 1 ઓક્ટોબરે સ્ટારબક્સ સાથે જોડાશે. તેઓ હોવર્ડ શુલ્ટ્ઝનું સ્થાન લેશે, જેઓ એપ્રિલ 2023 સુધી વચગાળાના વડા તરીકે રહેશે. 
55 વર્ષીય ભારતીય મૂળના નરસિમ્હને UK સ્થિત Reckitt Benckiser Group plc, Lysol અને Enfamil Baby Formulaના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે સેવા આપી ચૂક્યા છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલ મુજબ, સ્ટારબક્સના એમ.ડી  મેલોડી હોબસને કહ્યું કે કંપની માને છે કે તેને તેના આગામી સીઈઓ બનવા માટે એક અસાધારણ વ્યક્તિ મળી છે, કારણ કે નરસિમ્હન એક ઉતકૃષ્ઠ લીડર છે. કંપનીએ જણાવ્યું હતું કે નવા CEO1 ઓક્ટોબરે સ્ટારબક્સમાં જોડાશે.
હોબ્સને જણાવ્યું હતું કે, “અમે નવા CEOને મદદ કરવા માટે શુલ્ટ્ઝને એપ્રિલ 2023 સુધી વચગાળાના CEO તરીકે રહેવા કહ્યું છે, નરસિમ્હન 1 એપ્રિલે CEOની ભૂમિકા સંભાળશે. તેઓ વિશ્વના સૌથી મોટા કોફી ઉત્પાદક સિરિઝના અનુગામી રહેશે. "સ્ટારબક્સને તેના બિઝનેસ માઇલ સ્ટોન સેટ કરવા માટે વધુ કર્મચારીઓની જરૂર હતી. કંપનીએ જણાવ્યું હતું કે તે દાયકાના અંત સુધીમાં વૈશ્વિક સ્તરે 20,000 થી વધુ કાફે ખોલવાનું લક્ષ્યાંક ધરાવે છે. શુલ્ટ્ઝના  જાહેરાત થઈ ત્યારથી ગયા વર્ષે સ્ટારબક્સનો સ્ટોક લગભગ 8% વધ્યો હતો. 
Advertisement
Tags :
Advertisement

.