ભારતીય પુરુષ હોકી ટીમની કમાલ, જાપાનને 1-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ જિત્યો
ભારતીય પુરુષ હોકી ટીમે ઇન્ડોનેશિયાના જકાર્તામાં આયોજિત એશિયા કપ ટૂર્નામેન્ટની અંદર બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. બુધવારે યોજાયેલી મેચી અંદર ભરતીય ટીમે જાપાનને હરાવીને આ બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. ભારતે આ મેચમાં જાપનને 1-0થી હરાવ્યું છે. ભારત તરફથી મેચનો એકમાત્ર ગોલ રાજ કુમાર પાલે મેચની 7મી મિનિટે કર્યો હતો. ગોલ્ડ મેડલની મેચ કોરિયા અને મલેશિયા વચ્ચે રમાશે.ખાસ વાત એ હતી કે આ àª
ભારતીય પુરુષ હોકી ટીમે ઇન્ડોનેશિયાના જકાર્તામાં આયોજિત એશિયા કપ ટૂર્નામેન્ટની અંદર બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. બુધવારે યોજાયેલી મેચી અંદર ભરતીય ટીમે જાપાનને હરાવીને આ બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. ભારતે આ મેચમાં જાપનને 1-0થી હરાવ્યું છે. ભારત તરફથી મેચનો એકમાત્ર ગોલ રાજ કુમાર પાલે મેચની 7મી મિનિટે કર્યો હતો. ગોલ્ડ મેડલની મેચ કોરિયા અને મલેશિયા વચ્ચે રમાશે.
ખાસ વાત એ હતી કે આ મેચમાં જાપાનને 7 પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ બિરેન્દર લાકરાની કપ્તાની હેઠળની ભારતીય ટીમે પ્રતિસ્પર્ધીને એક પણ ગોલ કરવા ના દીધો. છેલ્લી ઘડીએ ભારતીય ટીમ 10 ખેલાડીઓ સાથે રમી હતી, પરંતુ તેમ છતાં જાપાન એક પણ ગોલ કરી શક્યું ન હતું. ભારતે શરૂઆતના ક્વાર્ટરમાં જ લીડ મેળવી હતી. ટીમ માટે એકમાત્ર ગોલ રાજકુમાર પાલે કર્યો હતો. હાફ ટાઇમ સુધીમાં સ્કોર 1-0થી ભારતની તરફેણમાં હતો, જેને તેણે અંત સુધી જાળવી રાખ્યો હતો. ટૂર્નામેન્ટમાં ભારતનો આ બીજો બ્રોન્ઝ મેડલ છે.
Advertisement
Cheer on our team as they compete for the Bronze Medal against Japan at the Hero Asia Cup 2022 in Jakarta, Indonesia.
Proudly comment ‘Team India🏑’#IndiaKaGame #HockeyIndia #HeroAsiaCup #MatchDay #INDvsJPN @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/8yRKxciMFV
— Hockey India (@TheHockeyIndia) June 1, 2022
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ આવતા વર્ષના વર્લ્ડ કપ માટે ક્વોલિફાયર ટુર્નામેન્ટ છે. જોકે ભારતીય ટીમ યજમાન હોવાને કારણે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂકી હતી. લીગ મેચો માટે ભારતને જાપાન, પાકિસ્તાન અને યજમાન ઇન્ડોનેશિયા સાથે પૂલ Aમાં મૂકવામાં આવ્યું હતું. તો સામે પક્ષે મલેશિયા, કોરિયા, ઓમાન અને બાંગ્લાદેશને પૂલ-બીમાં મૂકવામાં આવ્યા હતા. બાદમાં ભારત સિવાય જાપાન, દક્ષિણ કોરિયા અને મલેશિયાએ સુપર-4 સ્ટેજમાં સ્થાન મેળવ્યું હતું.
આ પહેલા સુપર-4ની પ્રથમ મેચમાં ભારતે જાપાનને 2-1થી હરાવ્યું હતું. આ સાથે જ મલેશિયા સાથે 3-3થી ડ્રો રમાઈ હતી. ભારતીય ટીમ ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન હતી, પરંતુ આ વખતે તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટ માટે નિયમિત કેપ્ટન મનપ્રીત સિંહ સહિત ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો હતો. પરિણામે બીરેન્દ્ર લાકરાએ ટીમની કપ્તાની સંભાળી, જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન સરદાર સિંહ કોચની ભૂમિકામાં દેખાયા. એશિયા કપની છેલ્લી સિઝન 2017માં રમાઈ હતી, જ્યારે ભારતીય ટીમે મલેશિયાને હરાવીને ત્રીજી વખત ટ્રોફી કબજે કરી હતી. પરંતુ આ વખતે ભારતીય ટીમ ટાઈટલ બચાવી શકી નથી.