Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ'માં ભારતીય ન્યાયાધીશે યુક્રેન મામલે રશિયા વિરુદ્ધ કર્યું મતદાન

ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે રશિયાને યુક્રેનમાં તેની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા કહ્યું છે. આ મામલે 13-2ના નિર્ણય બાદ CJIએ આ આદેશ જાહેર કર્યો છે. વોટિંગ દરમિયાન 13 દેશો એ તરફેણમાં હતા કે રશિયાએ યુક્રેનમાં તરત જ સૈન્ય કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ, જ્યારે 2 દેશએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની કોર્ટમાં ભારતીય ન્યાયાધીશ  દલવીર ભંડારીએ રશિયા વિરુદ્ધ બહુમતીની àª
 ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ માં ભારતીય ન્યાયાધીશે યુક્રેન મામલે રશિયા વિરુદ્ધ કર્યું મતદાન
ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે રશિયાને યુક્રેનમાં તેની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા કહ્યું છે. આ મામલે 13-2ના નિર્ણય બાદ CJIએ આ આદેશ જાહેર કર્યો છે. વોટિંગ દરમિયાન 13 દેશો એ તરફેણમાં હતા કે રશિયાએ યુક્રેનમાં તરત જ સૈન્ય કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ, જ્યારે 2 દેશએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની કોર્ટમાં ભારતીય ન્યાયાધીશ  દલવીર ભંડારીએ રશિયા વિરુદ્ધ બહુમતીની તરફેણમાં મતદાન કર્યું હતું.
આ દેશોએ યુદ્ધ બંધ કરવા કર્યું મતદાન 
સંયુક્ત રાષ્ટ્રની અદાલતમાં 15 ન્યાયાધીશો હોય છે. ICJ પ્રમુખ જોન ઇ ડોનોગ્યુ (યુએસએ), ન્યાયાધીશ પીટર ટોમકા (સ્લોવાકિયા), ન્યાયાધીશ રોની અબ્રાહમ (ફ્રાન્સ), ન્યાયાધીશ મોહમ્મદ બેનોઉના (મોરોક્કો), ન્યાયાધીશ અબ્દુલકાવી અહેમદ યુસુફ (સોમાલિયા), ન્યાયાધીશ જુલિયા સેબુટિંડે (યુગાન્ડા), ન્યાયાધીશ દલવીર ભંડારી (ભારત), ન્યાયાધીશ પેટ્રિક લિપ્ટન રોબિન્સન (જમૈકા), ન્યાયાધીશ નવાફ સલામ (લેબેનોન), ન્યાયાધીશ ઇવાસાવા યુજી (જાપાન), ન્યાયાધીશ જ્યોર્જ નોલ્ટે (જર્મની), ન્યાયાધીશ હિલેરી ચાર્લ્સવર્થ (ઓસ્ટ્રેલિયા) અને ન્યાયાધીશ એડ-હોક ડૌડેટે યુક્રેનમાં તરત જ સૈન્ય કાર્યવાહી બંધ કરવા માટે મતદાન કર્યું હતું. 
આ દેશોએ રશિયાની તરફેણમાં કર્યું મતદાન 
જે બે ન્યાયાધીશોએ રશિયાની તરફેણમાં મતદાન કર્યું તે છે ઉપરાષ્ટ્રપતિ કિરીલ ગેવર્જિયન (રશિયા) અને ન્યાયાધીશ સુ હેન્કિન (ચીન).
કોણ છે દલવીર ભંડારી?
વિશ્વ અદાલતમાં ન્યાયમૂર્તિ દલવીર ભંડારીનો આ બીજો કાર્યકાળ છે. 2012 માં તેઓ પ્રથમ ટર્મ માટે ચૂંટાયા હતા જે 2018 સુધી ચાલુ રહ્યા હતા. ભારત દ્વારા તેમને ફરીથી નોમિનેટ કરવામાં આવ્યા હતા. તેણે યુકેના નોમિની જસ્ટિસ ગ્રીનવુડને હરાવીને ICJમાં બીજી ટર્મ મેળવી.
Advertisement
Tags :
Advertisement

.