Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુબઈમાં ભારતીય ડ્રાઈવર રાતોરાત બની ગયો કરોડપતિ, આટલા કરોડની લાગી લોટરી

દુબઈમાં રહેતા ભારતીયને લાગી 33 કરોડની લોટરીકોઈ ભારતીયને વિદેશમાં આટલી મોટી રકમની લોટર લાગી હોય તેવી પહેલી ઘટનાતેલંગાણાના રહેવાશી છે અજય ઓગુલા કહેવાય છે કે જ્યારે ભગવાન આપે છે ત્યારે છપ્પરફાડ આપે છે અને રાતોરાત કરોડપતિ બનાવી મૂકે છે. આવું જ કંઈક દુબઈમાં રહેતા તેલંગાણાના એક નાનકડા ગામના વ્યક્તિ સાથે થયું. પોતાના પરિવારનું પેટ ભરવા માટે આ વ્યક્તિ પોતાનું ઘર છોડીને દુબઈ જતો રહ્યà«
દુબઈમાં ભારતીય ડ્રાઈવર રાતોરાત બની ગયો કરોડપતિ  આટલા કરોડની લાગી લોટરી
  • દુબઈમાં રહેતા ભારતીયને લાગી 33 કરોડની લોટરી
  • કોઈ ભારતીયને વિદેશમાં આટલી મોટી રકમની લોટર લાગી હોય તેવી પહેલી ઘટના
  • તેલંગાણાના રહેવાશી છે અજય ઓગુલા 
કહેવાય છે કે જ્યારે ભગવાન આપે છે ત્યારે છપ્પરફાડ આપે છે અને રાતોરાત કરોડપતિ બનાવી મૂકે છે. આવું જ કંઈક દુબઈમાં રહેતા તેલંગાણાના એક નાનકડા ગામના વ્યક્તિ સાથે થયું. પોતાના પરિવારનું પેટ ભરવા માટે આ વ્યક્તિ પોતાનું ઘર છોડીને દુબઈ જતો રહ્યો હતો અને ત્યાં ડ્રાઈવિંગ કરતો હતો, પરંતુ લોટરીની ટિકિટે તેને રાતોરાત બનાવી દીધો છે. જે વ્યક્તિને બે વખત પેટ ભરવા માટે મહેનત કરવી પડી, હવે લોટરી નીકળતા જ તે ધનવાન બની ગયો છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકોને પણ નવાઈ લાગી છે. 

તેલંગાણાના શખ્સને લાગી 33 કરોડની લોટરી 
આ નસીબદાર વ્યક્તિ તેલંગાણાનો છે, જેનું નામ અજય ઓગુલા છે અને દુબઈમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. તેણે લોટરીની ટિકિટ ખરીદી અને લોટરી જીતી. અમીરાતના ડ્રોમાં અજય ઓગુલાએ 33 કરોડ રુપિયા જીત્યા હતા. જ્યારે નામ જાહેર કરાયું ત્યારે તે માની પણ શકતો નહોતો કે તેને આટલી મોટી રકમની લોટરી લાગી છે. 
જ્વેલરી ફર્મમાં કરી રહ્યો છે ડ્રાઈવરની નોકરી 
ઓગુલા તેલંગાણાના એક ગામનો છે  અને તે ચાર વર્ષ પહેલાં યુનાઇટેડ આરબ અમીરાતમાં રોજગારી મેળવવા આવ્યો હતો અને ત્યારથી ડ્રાઈવરની નોકરીએ લાગ્યો હતો.હાલમાં એક જ્વેલરી ફર્મમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે અને દર મહિને 72 હજારનો પગાર મેળવે છે. 
33 કરોડનું શું કરશે 
લોટરી જીત્યા બાદ અજય ઓગુલાએ કહ્યું હતું કે, તે જીતેલા નાણાંથી પોતાનું ચેરિટી ટ્રસ્ટ બનાવશે, કારણ કે તેનાથી ઘણા લોકોને તેમના વતન અને આસપાસના ગામોમાં પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે. 
ચાર વર્ષથી  દુબઈમાં પહેલી વાર ખરીદી લોટરીની ટિકિટ 
અજયે કહ્યું કે મને દુબઇ આવ્યાને 4 વર્ષ થઇ ગયા છે. એક અમીરાત લકી ડ્રો કંપની છે, જ્યાં મેં બે ટિકિટ ખરીદી હતી, જેને અમારે લકી ડ્રો નંબર સાથે મેચ કરવાની હતી અને છ નંબર મારી ટિકિટ સાથે મેળ ખાતા હતા. અજય ઓગુલાએ કહ્યું કે લોટરી જીત્યા બાદ મેં મારા પરિવારને આ સમાચાર આપ્યાં ત્યારે તેઓ માની પણ શક્યા નહોતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.