Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતની દીકરીએ રચ્યો ઈતિહાસ, નિખત ઝરીને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ

ભારત આજે તમામ ક્ષેત્રે હરણભાળ ભરી રહ્યું છે. ટેકનોલોજી હોય કે સ્પોર્ટ્સ હોય કે પછી સુરક્ષા અને સૈન્ય હોય. આજે ભારત તમામ જગ્યાએ પોતાની છાપ છોડી રહ્યું છે. હાલમાં જ એક ભારતની દીકરીએ ભારતનું નામ રોશન કર્યું છે. મહિલા બોક્સર નિખત ઝરીને ઈતિહાસ રચ્યો છે. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. આ સાથે તેણે એમસી મેરી કોમની બરાબરી કરી લીધી છે. તે જુનિયર કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બન
ભારતની
દીકરીએ રચ્યો ઈતિહાસ  નિખત ઝરીને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ

ભારત
આજે તમામ ક્ષેત્રે હરણભાળ ભરી રહ્યું છે. ટેકનોલોજી હોય કે સ્પોર્ટ્સ હોય કે પછી
સુરક્ષા અને સૈન્ય હોય. આજે ભારત તમામ જગ્યાએ પોતાની છાપ છોડી રહ્યું છે. હાલમાં જ
એક ભારતની દીકરીએ ભારતનું નામ રોશન કર્યું છે.
મહિલા
બોક્સર નિખત ઝરીને ઈતિહાસ રચ્યો છે. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે.
આ સાથે તેણે એમસી મેરી કોમની બરાબરી કરી લીધી છે. તે જુનિયર કેટેગરીમાં વર્લ્ડ
ચેમ્પિયન બની છે. 

Advertisement


Advertisement

24 વર્ષીય નિખાતે થાઈલેન્ડના બોક્સર જુતામાસ જીતપોંગને એકતરફી
મુકાબલામાં
5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નિખત ઝરીને સેમિફાઇનલમાં
બ્રાઝિલની કેરોલિન ડી અલ્મેડાને હરાવી હતી. તેણે આ મેચ પણ એકતરફી વર્ચસ્વ સાથે
જીતી લીધી હતી. છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમ
,
સરિતા દેવી, જેની આરએલ અને લેખા સી એકમાત્ર ભારતીય મહિલા બોક્સર છે જેમણે વર્લ્ડ
ટાઇટલ જીત્યા છે. હવે આ યાદીમાં હૈદરાબાદની બોક્સર ઝરીન પણ સામેલ થઈ ગઈ છે.છ વખતની
ચેમ્પિયન એમસી મેરી કોમ (
2002, 2005, 2006, 2008, 2010 અને
2018), સરિતા દેવી (2006), જેની
આરએલ (
2006) અને લેખા કેસી અગાઉ વિશ્વ ખિતાબ જીતી ચૂકી છે.


Advertisement

ઝરીનના ગોલ્ડ મેડલ ઉપરાંત મનીષા સોમ (57 કિગ્રા) અને નવોદિત
પરવીન હુડ્ડાએ (
63 કિગ્રા) બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ ટુર્નામેન્ટમાં ભારતની 12 સભ્યોની ટુકડીએ ભાગ લીધો
હતો. અગાઉની ટૂર્નામેન્ટની સરખામણીમાં ભારતના મેડલની સંખ્યામાં એક મેડલનો ઘટાડો
થયો હતો
,
પરંતુ
ચાર વર્ષ પછી એક ભારતીય બોક્સર વર્લ્ડ ચેમ્પિયન બની છે. મેરી કોમે
2018માં ભારત માટે છેલ્લો
ગોલ્ડ મેડલ જીત્યો હતો.આ સ્પર્ધામાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
2006માં રહ્યું છે જ્યારે
દેશે ચાર ગોલ્ડ
, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત આઠ મેડલ જીત્યા હતા.

Tags :
Advertisement

.