Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ન્યૂઝીલેન્ડ સામે સીરીઝ જીતીને ભારતીય ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ

ભારત અને ન્યૂઝીલેન્ડ  (IND vs NZ)વચ્ચેની ટી20 સીરીઝમાં પહેલી મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. બીજી મેચમાં ભારતની શાનદાર જીત થઈ હતી. જ્યારે ત્રીજી મેચ રમાવા થતા વરસાદને કારણે તેને ટાઈ જાહેર કરવામાં આવી હતી. ભારતે આ સીરીઝ 1-0થી જીતી લીધી છે. આ સીરીઝ જીતવાની સાથે ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ સર્જયો છે.આ ટી20 સીરીઝ જીતવાની સાથે જ ભારતીય ક્રિકેટ ટીમે SENA દેશો એટલે છે સાઉથ આફ્રીકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેનà
05:21 PM Nov 22, 2022 IST | Vipul Pandya
ભારત અને ન્યૂઝીલેન્ડ  (IND vs NZ)વચ્ચેની ટી20 સીરીઝમાં પહેલી મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. બીજી મેચમાં ભારતની શાનદાર જીત થઈ હતી. જ્યારે ત્રીજી મેચ રમાવા થતા વરસાદને કારણે તેને ટાઈ જાહેર કરવામાં આવી હતી. ભારતે આ સીરીઝ 1-0થી જીતી લીધી છે. આ સીરીઝ જીતવાની સાથે ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ સર્જયો છે.
આ ટી20 સીરીઝ જીતવાની સાથે જ ભારતીય ક્રિકેટ ટીમે SENA દેશો એટલે છે સાઉથ આફ્રીકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક વર્ષમાં ટી20 સીરીઝ જીતવામાં પહેલીવાર સફળતા મળી છે. આ પહેલા એક વર્ષ ભારતીય ક્રિકેટ ટીમે આ તમામ ટીમો સામે કયારેય એક સાથે ટી20 સીરીઝ જીતી ન હતી.
આ વર્ષે જુલાઈ મહિનામાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે ટી20 સીરીઝમાં 2-1થી જીત મેળવી હતી.
સપ્ટેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારતે 2-1થી ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી.
સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં સાઉથ આફ્રીકાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. ત્રણ મેચની આ ટી20 સીરીઝમાં ભારતે 2-1થી જીત મેળવી હતી.

મેચ કેમ ટાઈ થઈ?

આ મેચમાં જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે ડકવર્થ લુઈસ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. નિયમ મુજબ જ્યારે બીજી ઇનિંગ ચાલી રહી હોય ત્યારે બાકીની ઓવરો, વિકેટના આધારે તે સમયે નક્કી કરાયેલા ટાર્ગેટને નવી રીતે નક્કી કરવામાં આવે છે. જ્યારે ડકવર્થ-લુઈસ લાગુ કરવામાં આવે છે ત્યારે બે પ્રકારના સ્કોર નક્કી કરવામાં આવે છે પહેલો બરોબરીનો સ્કોર અને બીજો ટાર્ગેટ સ્કોર છે.

બીજા દાવની શરૂઆત પહેલા ટાઈ સ્કોર નક્કી કરવામાં આવે છે જ્યારે વરસાદને કારણે મેચ બંધ થઈ જાય તો ટાર્ગેટ સ્કોર નક્કી કરવામાં આવે છે. સમાન સ્કોરમાં નિયમિત ઓવરો અને વિકેટો પછી નિશ્ચિત સ્કોર સુધી પહોંચવું જરૂરી છે, જે ટીમ ઇન્ડિયા સાથે આ મેચમાં થયું. જો મેચ ટાઈ થાય તો T20 ઈન્ટરનેશનલમાં સુપર ઓવરની પણ જોગવાઈ છે, પરંતુ ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં સુપર ઓવર શક્ય ન હતી કારણ કે અહીં વરસાદ પડી રહ્યો હતો અને મેદાન પણ ભીનું હતું.

આ પણ  વાંચો- વરસાદના કારણે ભારત-ન્યૂઝીલેન્ડ મેચ ટાઈ, ટીમ ઈન્ડિયાએ 1-0થી જીતી સીરીઝ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstIndianCricketTeamIndiavsNewZealandINDvsNZNewZealandcricketteam
Next Article