Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય કોસ્ટ ગાર્ડના કર્મચારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “ઉત્તમ જીવન રક્ષા પદક” એનાયત

માનનીય ગૃહ રાજ્ય મંત્રી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ભારતીય કોસ્ટ ગાર્ડના કર્મચારીઓને “ઉત્તમ જીવન રક્ષા પદક” એનાયત કરાયાં હતાં, 18 મે 2021 ના ​​રોજ, ચક્રવાત તૌકતે દરમિયાન, આ કર્મચારીઓની બનેલી કોસ્ટ ગાર્ડની બચાવ ટીમે ગુજરાતના વેરાવળમાં માછીમારીના જહાજો પર ફસાયેલા 08 માછીમારોને બચાવ્યા હતા. પોતાની જાનના બાઝી લગાવી માછીમારોના જીવ બચાવવાની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ આ જાંબાà
ભારતીય કોસ્ટ ગાર્ડના કર્મચારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે  ldquo ઉત્તમ જીવન રક્ષા પદક rdquo  એનાયત
માનનીય ગૃહ રાજ્ય મંત્રી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ભારતીય કોસ્ટ ગાર્ડના કર્મચારીઓને “ઉત્તમ જીવન રક્ષા પદક” એનાયત કરાયાં હતાં, 18 મે 2021 ના ​​રોજ, ચક્રવાત તૌકતે દરમિયાન, આ કર્મચારીઓની બનેલી કોસ્ટ ગાર્ડની બચાવ ટીમે ગુજરાતના વેરાવળમાં માછીમારીના જહાજો પર ફસાયેલા 08 માછીમારોને બચાવ્યા હતા. પોતાની જાનના બાઝી લગાવી માછીમારોના જીવ બચાવવાની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ આ જાંબાંઝ હીરોને આજે બિરદાવવામાં આવ્યાં છે. 

રાષ્ટ્રપતિ દ્વારા 'ઉત્તમ જીવન રક્ષા પદક' એનાયત કરવામાં આવ્યા
આ વર્ષે દેશ આઝાદીનો અમૃત મહોત્સવમાં  પ્રજાસત્તાક દિવસ 2022ના પર્વ પર, 'જીવન રક્ષા પદક પુરસ્કારોની શ્રેણી - 2021'ના ભાગરૂપે, દીપક કુમાર યાદવ, Adh(RP), ધર્મેન્દ્ર, U/Nvk(ME), અને મોનુ કુમાર, U/Nvk(RO) ) ભારતીય તટ રક્ષક ક્ષેત્ર (ઉત્તર પશ્ચિમ) ને ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા 'ઉત્તમ જીવન રક્ષા પદક' એનાયત કરવામાં આવ્યા હતા.

વિજેતા હીરોને 1,50,000/- ગૃહ મંત્રાલય દ્વારા રોકડ કેશ મની 
ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ 10 ઓક્ટોબર 2022ના રોજ ગાંધીનગર ખાતે કોસ્ટ ગાર્ડ રિજન (ઉત્તર પશ્ચિમ)ના કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ અનિલ કુમાર હરબોલા, ટીએમની હાજરીમાં એવોર્ડ વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. માનનીય મંત્રીએ આ પ્રસંગે માહિતી આપી હતી કે ગુજરાત સરકારે રાષ્ટ્રપતિ તટરક્ષક મેડલ (PTM) અને તટક્ષેત્ર મેડલ (TM) થી સન્માનિત ગુજરાત નિવાસી ICG કર્મચારીઓને રાજ્ય સરકારના લાભો આપવા માટે મંજૂરી આપી છે. સાથે જ આ વિજેતા હીરોને 1,50,000/- ગૃહ મંત્રાલય દ્વારા રોકડ કેશ મની પણ અપાઇ હતી.
 
08 માછીમારોને બચાવ્યા હતા
18 મે 2021 ના ​​રોજ, ચક્રવાત તૌકતે દરમિયાન, આ કર્મચારીઓની બનેલી કોસ્ટ ગાર્ડની બચાવ ટીમે ગુજરાતના વેરાવળમાં માછીમારીના જહાજો પર ફસાયેલા 08 માછીમારોને બચાવ્યા હતા. લગભગ 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાતા વાવાઝોડામાં હવામાન અને ઝંઝાવાતી પવનોને સહન કરીને આ ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી અને માછીમારોને તેમની પોતાની જાનના જોખમે તમામ ખલાસીઓને બચાવ્યાં હતાં.  
Advertisement
Tags :
Advertisement

.