Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત UN શાંતિ મિશનમાં મહિલા સૈનિકોની સંખ્યા વધારશે, PM મોદીએ પણ કરી પ્રશંસા

ભારતીય સેનાએ UN મિશન માટે મહિલા શાંતિ રક્ષકોની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડીની તૈનાતીને લીલી ઝંડી આપી છે. સેનાના આ નિર્ણયથી પીએમ મોદી પણ રાજી થયાં છે. તેમણે આ નિર્ણયને ગૌરવની વાત ગણાવી.અત્યાર સુધીની સૌથી મોટી ટુકડીભારતીય સેનાએ સુદાનના પ્રતિકૂળ અબેઇ ક્ષેત્રમાં મહિલા શાંતિ રક્ષકોનું ગૃપ તૈનાત કરી છે. ગૃપ યુનાઈટેડ નેશન્સ ઈન્ટરિમ સિક્યુરિટી ફોર્સ (UNISFA)નો ભાગ છે. UN મિશનમાં અત્યાર સુધà
ભારત un શાંતિ મિશનમાં મહિલા સૈનિકોની સંખ્યા વધારશે  pm મોદીએ પણ કરી પ્રશંસા
ભારતીય સેનાએ UN મિશન માટે મહિલા શાંતિ રક્ષકોની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડીની તૈનાતીને લીલી ઝંડી આપી છે. સેનાના આ નિર્ણયથી પીએમ મોદી પણ રાજી થયાં છે. તેમણે આ નિર્ણયને ગૌરવની વાત ગણાવી.
અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી
ભારતીય સેનાએ સુદાનના પ્રતિકૂળ અબેઇ ક્ષેત્રમાં મહિલા શાંતિ રક્ષકોનું ગૃપ તૈનાત કરી છે. ગૃપ યુનાઈટેડ નેશન્સ ઈન્ટરિમ સિક્યુરિટી ફોર્સ (UNISFA)નો ભાગ છે. UN મિશનમાં અત્યાર સુધીની મહિલા શાંતિ રક્ષકોની આ ભારતની સૌથી મોટી ટુકડી છે. ભારતીય સેનાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. 
મહિલાઓ અને બાળકોને સહાય
ભારતીય સૈન્યએ તેની અત્યાર સુધીની સૌથી મોટી મહિલા શાંતિ રક્ષકોની ટુકડીને UNISFAમાં યુનાઈટેડ નેશન્સ મિશનમાં તૈનાત કરી છે. આ ટીમ યુએનના ધ્વજ હેઠળ અત્યંત ઓપરેશનલ અને પડકારરૂપ વિસ્તારની સ્થિતિમાંથી એકમાં મહિલાઓ અને બાળકોને રાહત અને સહાય પૂરી પાડે છે.
ભારતીય સેનાની મહિલા ટુકડી કામ કરશે
આ ભારતીય ટુકડીમાં બે અધિકારીઓ અને 25 અન્ય રેન્કના જવાનોનો સમાવેશ થાય છે. આ એક એંગેજમેન્ટ ગૃપનો ભાગ બનશે અને સમુદાયના આઉટરીચમાં નિષ્ણાતની ભૂમિકા ભજવશે. સંયુક્ત રાષ્ટ્રની અખબારી યાદી અનુસાર ભારતીય સેનાની મહિલા ટુકડી પણ સુરક્ષા સંબંધિત વ્યાપક કામગીરી કરશે.
વડાપ્રધાનશ્રીએ રાજીપો વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાના આ નિર્ણયના પ્રશંસા કરતા ટ્વીટ કર્યું કે, આ જોઈને ગર્વ અનુભવાઈ છે. સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનોમાં ભારતની સક્રિય ભાગીદારીની પરંપરા છે. આપણી નારી શક્તિની ભાગીદારી વધુ ખુશીની વાત છે.
Advertisement


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.