Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પીચ બ્લેક સૈન્ય અભ્યાસમાં ભાગ લેવા પહોચી ભારતીય વાયુસેના

ક્વાડ દેશો (Quad countries) વચ્ચે કૂટનૈતિક અને રણનૈતિક સંબંધોની સાથે વધતા સૈન્ય સહયોગ હેઠળ ભારતીય વાયુસેના ઓસ્ટ્રેલિયામાં યોજાનારા દ્વિવાર્ષિક વાયુસૈનિક અભ્યાસ પીચ બ્લેક 2022માં (Pitch Black Exercise 2022) ભાગ લેવા માટે સુખોઈ ફાઈટર પ્લેન સાથે ડાર્વિન પહોંચી ગઈ છે.રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ (Australian Air Force) દ્વારા આયોજીત 16 દેશોના આ વાયુસેના અભ્યાસમાં મલેશિયા, ઈન્ડોનેશિયા, ફિલીપીંસ, દક્ષિણ કોરિયા, ક્વાડના ચાર દેàª
પીચ બ્લેક સૈન્ય અભ્યાસમાં ભાગ લેવા પહોચી ભારતીય વાયુસેના
ક્વાડ દેશો (Quad countries) વચ્ચે કૂટનૈતિક અને રણનૈતિક સંબંધોની સાથે વધતા સૈન્ય સહયોગ હેઠળ ભારતીય વાયુસેના ઓસ્ટ્રેલિયામાં યોજાનારા દ્વિવાર્ષિક વાયુસૈનિક અભ્યાસ પીચ બ્લેક 2022માં (Pitch Black Exercise 2022) ભાગ લેવા માટે સુખોઈ ફાઈટર પ્લેન સાથે ડાર્વિન પહોંચી ગઈ છે.
રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ (Australian Air Force) દ્વારા આયોજીત 16 દેશોના આ વાયુસેના અભ્યાસમાં મલેશિયા, ઈન્ડોનેશિયા, ફિલીપીંસ, દક્ષિણ કોરિયા, ક્વાડના ચાર દેશ ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરીકા અને જાપાનની વાયુસેના પણ ભાગ લઈ રહી છે. એશિયા-પ્રશાંત ક્ષેત્રના દેશો વચ્ચે મજબૂત થતાં સંબંધોએ ચીનની ચિંતા વધારી છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે, આ અભ્યાસમાં તેમની સાથે જર્મની અને ફ્રાંસ જેવા યૂરોપના મુખ્ય દેશ પણ સામેલ થઈ રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના શહેર ડાર્વિનમાં 19 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2022 સુધી પીચ બ્લેક અભ્યાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વાયુસેના અભ્યાસ લાર્જ ફોર્સ એમ્પ્લોયમેન્ટ વોરફેર પર કેન્દ્રિત હશે.
ચાર વર્ષ બાદથી થઈ રહેલો આ અભ્યાસ છેલ્લે વર્ષ 2018માં આયોજીત થયો હતો અને કોરોનાના (Covid-19) કારણે વર્ષ 2020માં તેનું આયોજન રદ્દ કરી દેવામાં આવ્યું હતું. આ વર્ષના અભ્યાસમાં આ તમામ દેશોની વાયુ સેનાઓના 100થી વધારે વિમાન અને 2500 વાયુસૈનિક કર્મચારીઓ ભાગ લઈ રહ્યાં છે.
ગૃપ કેપ્ટન Y.P.S નેગીના નેતૃત્વમાં ભારતીય વાયુસેનીની ટુકડી 100થી વધારે વાયુ યૌદ્ધા અભ્યાસમાં સામેલ થવા માટે ઓટ્રેલિયા પહોંચી ગયા છે. ભારતીય વાયુસેનાના 4 સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર પ્લેન અને બે સી17 વિમાન આ અભ્યાસમાં ભાગ લેશે અને આ દરમિયાન જટિલ વાતાવરણમાં મલ્ટી ડોમેન હવાઈ યુદ્ધ મિશન કરશે.
અભ્યાસ દરમિયાન  ભાગ લેનારી અન્ય વાયુ સેનાઓ સાથે સર્વોત્તમ પ્રેક્ટિસનું આદાન-પ્રદાન થશે. આ વર્ષે ભાગ લેનારા અનેક દેશો વચ્ચે ફાઈટર પ્લેનમાં હવામાં જ ઈંધણ ભરવાની ક્ષમતાને આગળ વધારવા માટે મહત્વના સહયોગ કરવામાં આવશે જેનાથી વાયુસેનાઓની લડવાની ક્ષમતા વધે છે.
Advertisement
Tags :
Advertisement

.