ભારતે લૉન બોલમાં ગોલ્ડ જીત્યો, દક્ષિણ આફ્રિકાને હરાવ્યું
ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ઈતિહાસ રચી દીધો છે. ભારતની મહિલા ટીમે લોન બોલ ઈવેન્ટમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતે પ્રથમવાર આ ઈવેન્ટમાં કોઈ મેડલ મેળવ્યો છે. લોન બોલ્સમાં વુમેન્સ ફોર સેક્શન ટીમ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. લવલી ચૌબે, પિંકી, નયાનમોની સાઇકિયા અને રૂપા રાણીની ટીમે કમાલ કરી દીધો છે. ભારતે ફાઈન
02:08 PM Aug 02, 2022 IST
|
Vipul Pandya
ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ઈતિહાસ રચી દીધો છે. ભારતની મહિલા ટીમે લોન બોલ ઈવેન્ટમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતે પ્રથમવાર આ ઈવેન્ટમાં કોઈ મેડલ મેળવ્યો છે. લોન બોલ્સમાં વુમેન્સ ફોર સેક્શન ટીમ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. લવલી ચૌબે, પિંકી, નયાનમોની સાઇકિયા અને રૂપા રાણીની ટીમે કમાલ કરી દીધો છે. ભારતે ફાઈનલમાં આફ્રિકાને પોઈન્ટના 17-10 અંતરથી પરાજય આપ્યો છે.
સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું
ભારતીય મહિલા ટીમે આ ઈવેન્ટના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 16-13થી પરાજય આપ્યો હતો. ભારત તરફથી ઈતિહાસ રચનાર ખેલાડીઓમાં લવલી ચૌબે, પિંકી, નયાનમોની સાઇકિયા અને રૂપા રાણી સામેલ છે.
ભારતના ખાતામાં 10મો મેડલ
ભારતે બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી ચાર ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ કબજે કર્યા છે. એટલે કે ભારતના ખાતામાં કુલ 10 મેડલ છે.
Next Article