Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી-20માં ભારતની જીત, પાકિસ્તાનને 8 વિકેટથી આપ્યો પરાજય

કોમનવેલ્થ ગેમ્સ શરુ થયાને હજુ 3 દિવસ થયા છે છતા ભારતનો દબદબો છવાયો છે. કોમનવેલ્થમાં ભારતે અત્યાર સુધી 5 મેડલ મળી ચૂક્યા છે અને હવે મહિલા ક્રિકેટમાં પણ ભારતે ઝંડો ફરકાવી દીધો છે. બર્મિંઘમના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સની પાંચમી ટી-20 મેચમાં ભારતની જીત થઈ છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમને ભારતની ઘાતક બોલિંગનો શિકાર થવું પડ્યું હતું. ભારતીય મà
11:42 AM Jul 31, 2022 IST | Vipul Pandya

કોમનવેલ્થ ગેમ્સ શરુ થયાને હજુ 3 દિવસ થયા છે છતા ભારતનો દબદબો છવાયો છે. કોમનવેલ્થમાં ભારતે અત્યાર સુધી 5 મેડલ મળી ચૂક્યા છે અને હવે મહિલા ક્રિકેટમાં પણ ભારતે ઝંડો ફરકાવી દીધો છે. 

બર્મિંઘમના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સની પાંચમી ટી-20 મેચમાં ભારતની જીત થઈ છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમને ભારતની ઘાતક બોલિંગનો શિકાર થવું પડ્યું હતું. ભારતીય મહિલા બોલર્સની બોલિંગ સામે પાકિસ્તાની ક્રિકેટરો ઘૂંટણીયે પડી ગયા હતા અને આખી ટીમ 18 ઓવરમાં ફક્ત 99 રનમાં ઓલઆઉટ થઈને પેવેલિયન ભેગી થઈ હતી. પાકિસ્તાની હાલત એટલી ખરાબ થઈ હતી કે તેણે છેલ્લી 5 વિકેટ ફક્ત 3 રનમાં ગુમાવી દીધી હતી. ભારત વતી સ્નેહ રાણા અને રાધા યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. 

મંધાના-શફાલીએ 35 બોલમાં 61 રનની ભાગીદારી કરી 
100 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડીયાએ શરુઆતમાં જ ધમાલ મચાવી હતી. પહેલી 6 ઓવરમાં જ ભારત વતી સ્મૃતિ મંધાના અને શફાલી વર્માએ 35 બોલમાં 61 રનની ભાગીદારી કરી હતી પાકિસ્તાની બોલર્સને હંફાવી દીધા હતા. શફાલી વર્મા  16 રન બનાવીને આઉટ થઈ હતી. 

ઇન્ડિયા વિમેન પ્લેઇંગ ઇલેવન

સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા વિકેટ કિપર, હરમનપ્રીત કૌર કેપ્ટન, જેમિમાહ રોડ્રિગ્સ, સબભિનેની મેઘના, દીપ્તિ શર્મા, રાધા યાદવ, સ્નેહ રાણા, મેઘના સિંહ, રેણુકા સિંહ

પાકિસ્તાન વિમેન્સ પ્લેઇંગ ઇલેવન 

ઇરમ જાવેદ, મુનીબા અલી વિકેટ કિપર, ઓમામા સોહેલ, બિસ્માહ મારૂફ કેપ્ટન, આલિયા રિયાઝ, આયેશા નસીમ, કૈનત ઇમ્તિયાઝ, ફાતિમા સના, તુબા હસન, ડાયના બેગ, અનમ અમીન

Tags :
GujaratFirstIndiaandPakistanINDWvsPAKWRealbattle
Next Article