Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મેચ રમ્યા વગર ફાઇનલમાં પહોંચશે ભારત, પાકિસ્તાન થશે બહાર?

T20 વર્લ્ડ કપ તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગયો છે. 4 સેમી ફાઇનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે. પ્રથમ સેમીફાઈનલમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ (India Vs England)સામે યોજાશે. જ્યારે બીજી સેમીફાઈનલમાં ભારત ઈંગ્લેન્ડ(England)ના પડકારનો સામનો કરશે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે રોહિત શર્મા (Rohit Sharma)ના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની (Team India)નજર 15 વર્ષ બાદ ટાઈટલ જીતવા પર છે, પરંતુ તે પહેલા ભારતે ઈંગ્લેન્ડને હરાવવું પડશે. જો
મેચ રમ્યા વગર ફાઇનલમાં પહોંચશે ભારત  પાકિસ્તાન થશે બહાર
T20 વર્લ્ડ કપ તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગયો છે. 4 સેમી ફાઇનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે. પ્રથમ સેમીફાઈનલમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ (India Vs England)સામે યોજાશે. જ્યારે બીજી સેમીફાઈનલમાં ભારત ઈંગ્લેન્ડ(England)ના પડકારનો સામનો કરશે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે રોહિત શર્મા (Rohit Sharma)ના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની (Team India)નજર 15 વર્ષ બાદ ટાઈટલ જીતવા પર છે, પરંતુ તે પહેલા ભારતે ઈંગ્લેન્ડને હરાવવું પડશે. જો કે ભારતીય ટીમ સેમીફાઇનલ (Indian team semi-final)મેચ રમ્યા વગર પણ ફાઇનલમાં પહોંચી શકે છે.
માત્ર ભારત જ નહીં, ન્યૂઝીલેન્ડ પણ સેમીફાઈનલ રમ્યા વિના ટાઈટલ મેચમાં પહોંચી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ માત્ર એ સ્થિતિમાં રમ્યા વિના ફાઈનલમાં પહોંચી શકે છે, જ્યારે બંને સેમીફાઈનલ વરસાદને કારણે ધોવાઈ જાય. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે ટાઈટલ મેચ રમાઈ શકે છે.
ટોચની ટીમો સીધી ફાઇનલમાં
વાસ્તવમાં નિયમ મુજબ મેચ રદ થવાના કિસ્સામાં બંને જૂથોની ટોચની ટીમો સીધી ફાઇનલમાં પહોંચશે અને ન્યુઝીલેન્ડની ટીમ 7 પોઈન્ટ સાથે ગ્રુપ 1માં ટોચ પર છે, જ્યારે ભારત 8 પોઈન્ટ સાથે ગ્રુપ 2 માં ટોપર છે. ન્યુઝીલેન્ડ 9 નવેમ્બરે સિડનીમાં તેની સેમિફાઇનલ મેચ રમશે જ્યારે ભારત 10 નવેમ્બરે એડિલેડમાં ચેલેન્જ કરશે.
સિડનીમાં વરસાદની આગાહી
સિડનીના હવામાનની વાત કરીએ તો મેચના દિવસે 50 ટકાથી વધુ વરસાદની સંભાવના છે. જોકે ક્ષણેક્ષણે હવામાન બદલાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાને પ્રાર્થના કરવી જ પડશે કે વરસાદ ન પડે, નહીં તો તે રમ્યા વિના આઉટ થઈ જશે. બીજી તરફ 10 નવેમ્બરના રોજ એડિલેડના હવામાનની વાત કરીએ તો વરસાદની સંભાવના માત્ર 4 ટકા છે.

સંપૂર્ણ મેચ એડિલેડમાં યોજાશે
ન્યૂઝીલેન્ડના ગ્રુપમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન હતા. વરસાદના કારણે ગ્રુપમાં કિવી ટીમની એક મેચ પહેલા જ ધોવાઈ ગઈ હતી. તે જ સમયે, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે ભારતના જૂથમાં હતા. ગ્રુપ 2માં ભારતની મેચ વરસાદને કારણે ધોવાઈ ન હતી. જો કે, ભારતીય ચાહકો સેમિફાઇનલમાં વરસાદથી બિલકુલ ચિંતિત નથી, કારણ કે ભારતને બંને કિસ્સાઓમાં નુકસાન થયું નથી.
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.