Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતની હાલત શ્રીલંકા અને પાકિસ્તાન જેવી નહીં થાય: RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન

શ્રીલંકા અને પાકિસ્તાન જેવી આર્થિક હાલત ભારતની પણ થશે કે શું તેને લઈને દેશમાં એક છુપો ભય છવાયો હતો પરંતુ હવે દુનિયાના જાણીતા અર્થશાસ્ત્રી અને આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આ ભય દૂર કરીને ભારતીય અર્થવ્યવસ્થા પર એક સકારાત્મક નિવેદન આપ્યું છે.  ભારતમાં પૂરતા પ્રમાણમાં વિદેશી મુદ્રાનો સ્ટોક રઘુરામ રાજને કહ્યું કે ભારતમાં પૂરતા પ્રમાણમાં વિદેશી મુદ્રા છે અને ભારતને શ્રીલં
ભારતની હાલત શ્રીલંકા અને પાકિસ્તાન જેવી નહીં થાય  rbiના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન

શ્રીલંકા અને પાકિસ્તાન જેવી આર્થિક હાલત ભારતની પણ થશે કે શું તેને લઈને દેશમાં એક છુપો ભય છવાયો હતો પરંતુ હવે દુનિયાના જાણીતા અર્થશાસ્ત્રી અને આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આ ભય દૂર કરીને ભારતીય અર્થવ્યવસ્થા પર એક સકારાત્મક નિવેદન આપ્યું છે. 

Advertisement


ભારતમાં પૂરતા પ્રમાણમાં વિદેશી મુદ્રાનો સ્ટોક 
રઘુરામ રાજને કહ્યું કે ભારતમાં પૂરતા પ્રમાણમાં વિદેશી મુદ્રા છે અને ભારતને શ્રીલંકા અને પાકિસ્તાન જેવી સ્થિતિમાંથી પસાર નહીં થવું પડે. તેમણે કહ્યું કે ભારતની પાસે પૂરતો વિદેશી હૂંડિયામણનો સ્ટોક છે. આરબીઆઈએ વિદેશી હૂંડિયામણ વધારવા ઘણુ સારુ કામ કર્યું છે. ભારતની સ્થિતિ શ્રીલંકા અને પાકિસ્તાન જેવી થવાની નથી. આપણું વિદેશી ઋણ પણ ઘણું ઓછું છે.  
દુનિયાભરમાં મોંઘવારી અને ફૂગાવો 
રાજને કહ્યું કે હાલમાં સમગ્ર દુનિયાભરમાં મોંઘવારી અને ફૂગાવો છે. તેમણે કહ્યું કે RBI વ્યાજ દરમાં વધારો કરી રહી છે જે મોંઘવારીને નાથવામાં મદદ કરશે. ખાદ્ય પદાર્થ અને ઈંધણમાં વધારે મોંઘવારી છે. સમગ્ર વિશ્વમાં જેમ જેમ ખાદ્ય મોઁઘવરીમાં ઘટાડો આવશે તેમ તેમ ભારતમાં પણ ઘટાડો આવશે.
Advertisement


શ્રીલંકા જેવી સ્થિતિ ભારતની થશે તેવો ડર ફેલાયો હતો
ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં આર્થિક કટોકટીને કારણે જે રીતના લોકોની હિંસા ફાટી નીકળી હતી તેવું ભારતમાં પણ થવાનું છે તેવો એક ડર ફેલાયેલો હતો. પરંતુ હવે પ્રખ્યાત અર્થશાસ્ત્રીની ભવિષ્યવાણી જોતા કહી શકાય કે ભારતમાં શ્રીલંકા જેવી કટોકટી આવવાની નથી. 
Tags :
Advertisement

.