ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે 2જી વન-ડે, જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો ફરી એકવાર ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ખાતે આજે સાંજે 7 વાગ્યે સામસામે આવશે. પ્રથમ વનડે ત્રણ રનથી જીતનાર ધવન બ્રિગેડ આજે શ્રેણી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ સાથે જ યજમાન ટીમની નજર શ્રેણીમાં હાર ટાળવા પર રહેશે. જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે. અર્શદીપ સિંહ ડેબ્યૂ કરી શકે છે ભારત ભલે પ્રથમ વનડેમાં જીત્યું હોય, પરંતુ આàª
10:55 AM Jul 24, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો ફરી એકવાર
ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ખાતે આજે સાંજે 7 વાગ્યે સામસામે આવશે. પ્રથમ વનડે ત્રણ
રનથી જીતનાર ધવન બ્રિગેડ આજે શ્રેણી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ સાથે જ
યજમાન ટીમની નજર શ્રેણીમાં હાર ટાળવા પર રહેશે. જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની
પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.


અર્શદીપ સિંહ ડેબ્યૂ કરી શકે છે

ભારત ભલે પ્રથમ વનડેમાં જીત્યું હોય,
પરંતુ આજે ટીમ ઈન્ડિયા એક બદલાવ સાથે જઈ શકે
છે. યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અથવા અવેશ ખાન આજે ભારત માટે ડેબ્યૂ કરી શકે છે.


અક્ષર પટેલને રમવું મુશ્કેલ

લેફ્ટ આર્મ સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ
પ્રથમ વનડેમાં પીડામાં જોવા મળ્યો હતો. તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. જેના
કારણે તેને મેદાન છોડીને બહાર જવું પડ્યું હતું. તેના સ્થાને અવેશ અથવા અર્શદીપને
પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે.


ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડે 3 રને જીતી
હતી

આ મેદાન પર શુક્રવારે પ્રથમ વનડે રમાઈ
હતી
, જે ટીમ ઈન્ડિયાએ ત્રણ રનથી જીતી હતી. આ મેચમાં
પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 308 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ
305 રન જ બનાવી શકી હતી.


ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - 

શિખર
ધવન (કેપ્ટન)
, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (WK), દીપક હુડા, શાર્દુલ ઠાકુર, અર્શદીપ સિંહ/આવેશ ખાન, પ્રણંદિક કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ.

Tags :
2ndODIGujaratFirstIndiaINDVsWIWestIndies