Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી20માં ભારતનો 6 વિકેટે શાનદાર વિજય

નાગપુરમાં વરસાદના સંકટો વચ્ચે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બીજી ટી20 મેચ 8-8 ઓવરની રમાઈ હતી. જેમાં ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 8 ઓવરમાં 90/5નો સ્કોર કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યુંએ 43 રન અને કેપ્ટન ફિન્ચે 31રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી અક્ષર પટેલે 13 રન આપીને 2 વિકેટ ઝડપી, તે સિવાય બુમરાહે 1 વિકેટ ઝડપી હતી.ઓસ્ટ્રેલિયાના 91 àª
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી20માં ભારતનો 6 વિકેટે શાનદાર વિજય
નાગપુરમાં વરસાદના સંકટો વચ્ચે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બીજી ટી20 મેચ 8-8 ઓવરની રમાઈ હતી. જેમાં ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 8 ઓવરમાં 90/5નો સ્કોર કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યુંએ 43 રન અને કેપ્ટન ફિન્ચે 31રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી અક્ષર પટેલે 13 રન આપીને 2 વિકેટ ઝડપી, તે સિવાય બુમરાહે 1 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાના 91 રનના ટાર્ગેટને ભારતીય ટીમે 7.2 ઓવરમાં 4 વિકેટના નુકસાને 92 રન કરીને ચેઝ કરી લીધો હતો. ભારત તરફથી સૌથી વધારે રોહિત શર્માએ અણનમ 46 રન બનાવ્યા હતા. જ્યારે કોહલીએ 11 રન, કે.એલ. રાહુલ અને દિનેશ કાર્તિકે 10-10 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે એડમ ઝામ્પાએ 16 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
Advertisement

ભારત અને ઓસ્ટ્રેલિયા (INDvsAUS) વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની બીજી મેચ આજે નાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સિરિઝ જીતવા માટે ટીમ ઈન્ડિયા માટે આજની મેચ કરો યા મરોની મેચ છે. નાગપુરની આ મેચમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે તેવી શક્યતા વચ્ચે ભેજવાળા આઉટફિલ્ડને કારણે ટોસમાં વિલંબ થયો છે.
આઉટફિલ્ડમાં ભેજને કારણે 7 વાગ્યે અમ્પાયર મેદાનનું નિરીક્ષણ કર્યાં બાદ હવે 8 વાગ્યે બીજી વખત નિરિક્ષણ કરવામાં આવ્યું અને છેલ્લે 8.45 ત્રીજુ નિરિક્ષણ કર્યાં બાદ બંન્ને ટીમો વચ્ચે 8-8 ઓવરની મેચ રમવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ભારતે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 
અગાઉ ટોસનો સમય 6.30 વાગ્યાનો હતો. હવે વરસાદને જોતા કોઈપણ ટીમ ટોસની જીતીને બોલિંગ પહેલી પસંદ હશે. નાગપુરમાં આજે 80% વરસાદની શક્યતા છે. સારી વાત એ છે કે અત્યારે વરસાદ નથી પડી રહ્યો પણ વાદળછાયું અને ખૂબ ભેજવાળું છે.

ભારતે ટૉસ જીત્યો...

Advertisement

રોહિત શર્માની (Rohit Sharma) આગેવાની હેઠળની ભારતીય ટીમે (India) ઓસ્ટ્રીલીયાના (Australia) પ્રવાસમાં પ્રથમ મેચમાં 4 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવે ભારતની ટીમ માટે આજની આ મેચ (INDvsAUS) જીતવી ખુબ જ જરૂરી છે. ભારતીય ટીમ માટે ચિંતાનું કારણ તેની બોલિંગ છે છેલ્લા થોડા સમયથી ભારતની બોલિંગ આઉટ ઓફ ટ્રેક દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં આજની મેચમાં બોલરો પાસે સારા પ્રદર્શનની આશા સેવાઈ રહી છે.

પાંચ વર્ષ બાદ આવો મોકો મળશે
ઓસ્ટ્રેલિયાને ભારતની ધરતીમાં કોઈ ટી20 ઈન્ટરનેશનલમાં છેલ્લા વર્ષ 2017માં હરાવ્યું હતું તે બાદથી ઓસ્ટ્રેલિયા ટીમ ઈન્ડિયાને ભારતની ધરતી પર ચાર વખત હરાવી ચુક્યું છે. આજની મેચ ભારત જીતશે તો સિરિઝ જીવંત રહેશે અને પાંચ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવવાની તક પણ જીવંત રહેશે.
Advertisement
Tags :
Advertisement

.