Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત બોર્ડર પર કરશે મોટી કાર્યવાહી, અમેરિકાએ કર્યો મોટો દાવો

ભારત આજે સૈન્યની દ્રષ્ટીએ મોટા પગલા ભરી રહ્યું છે. વિશ્વમાં આજે પોતાની અલગ તાકાત અને ઓળખાણ બનાવી છે. હવે દુશ્મન દેશોને કોઈ કાર્યવાહી કરતા પહેલા 100 વખત વિચાર કરવો પડશે. અમેરિકાના એક ગુપ્તચર અધિકારીએ ભારતને લઈને એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. પાકિસ્તાન અને ચીનના ખતરાથી પોતાને બચાવવા માટે ભારત આવતા મહિના સુધીમાં રશિયન નિર્મિત S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવા માંગે છે. યુએસ ડિપાર્ટàª
ભારત બોર્ડર પર કરશે મોટી કાર્યવાહી 
અમેરિકાએ કર્યો મોટો દાવો

ભારત આજે સૈન્યની દ્રષ્ટીએ મોટા પગલા ભરી રહ્યું છે. વિશ્વમાં આજે પોતાની
અલગ તાકાત અને ઓળખાણ બનાવી છે. હવે દુશ્મન દેશોને કોઈ કાર્યવાહી કરતા પહેલા 100
વખત વિચાર કરવો પડશે. અમેરિકાના એક ગુપ્તચર અધિકારીએ ભારતને લઈને એક મોટો ઘટસ્ફોટ
કર્યો છે.
પાકિસ્તાન અને ચીનના ખતરાથી પોતાને
બચાવવા માટે ભારત આવતા મહિના સુધીમાં રશિયન નિર્મિત
S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવા માંગે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ
ડિફેન્સના હેડક્વાર્ટર પેન્ટાગોને આ જાણકારી આપી છે. એક ટોચના ગુપ્તચર અધિકારીએ
કહ્યું છે કે ભારત પાકિસ્તાન અને ચીનના જોખમોને ધ્યાનમાં રાખીને દેશની સુરક્ષા
માટે જૂન
2022 સુધીમાં S-400 મિસાઈલ સિસ્ટમ તૈનાત કરવા માંગે છે. તેમણે કહ્યું કે ભારત વ્યાપક લશ્કરી આધુનિકીકરણમાં વ્યસ્ત છે જેમાં
વાયુસેના
, આર્મી અને નેવી સહિત વ્યૂહાત્મક પરમાણુ
દળોનો સમાવેશ થાય છે. યુએસ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના ડાયરેક્ટર લેફ્ટનન્ટ જનરલ
સ્કોટ બેરિયરે આ માહિતી અમેરિકી ધારાસભ્યોની સશસ્ત્ર સેવા સમિતિના સભ્યોને આપી
હતી. તેમણે કહ્યું કે ભારતે ગયા વર્ષે ડિસેમ્બરથી રશિયા પાસેથી
S-400 મિસાઈલ સિસ્ટમ મેળવવાનું શરૂ કર્યું છે. ઑક્ટોબર 2021 સુધીમાં ભારતની સૈન્ય તેની જમીન અને દરિયાઈ સરહદોનું રક્ષણ કરવા અને સાયબર
ક્ષમતાઓને વધારવા માટે અદ્યતન સર્વેલન્સ સિસ્ટમ્સ પ્રાપ્ત કરવાનું વિચારી રહી હતી.

Advertisement


ભારતને ડિસેમ્બરમાં
રશિયન
S-400 મિસાઈલ સિસ્ટમનું પ્રારંભિક શિપમેન્ટ
મળ્યું હતું અને ભારત પાકિસ્તાન અને ચીનની ધમકીઓને ધ્યાનમાં રાખીને જૂન
2022 સુધીમાં આ સિસ્ટમને કાર્યરત કરવાની
યોજના બનાવી રહ્યું છે.
ભારત પોતાની હાઇપરસોનિક, બેલેસ્ટિક, ક્રુઝ મિસાઇલ બનાવી રહ્યું છે અને
તેની એર ડિફેન્સ મિસાઇલ ક્ષમતાઓ વિકસાવી રહ્યું છે
. 2021 થી શ્રેણીબદ્ધ પરીક્ષણો હાથ ધરે છે.
અવકાશમાં ભારતના ઉપગ્રહોની સંખ્યા વધી રહી છે અને તે અવકાશમાં તેનો પ્રભાવ વધારી
રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019થી ભારતના સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગનો વિસ્તાર કરીને અને વિદેશી
કંપનીઓ પાસેથી સંરક્ષણ ખરીદી ઘટાડવાની નીતિ અપનાવીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત
કરવાને પ્રાથમિકતા આપી છે. ભારતનો રશિયા સાથે લાંબા સમયથી સંરક્ષણ સંબંધ છે.
યુક્રેન પર રશિયાના આક્રમણ અંગે ભારતે પણ તટસ્થ વલણ અપનાવ્યું છે અને શાંતિ જાળવી
રાખવાની સતત કોશિશ કરી છે.

Advertisement


ભારત
ઈન્ડો-પેસિફિકમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ
કરી રહ્યું છે. ભારત સાયબર સુરક્ષા પર ગુપ્ત માહિતી અને ઓપરેશનલ સહયોગ વધારવા
, મહત્વપૂર્ણ માહિતી માળખાકીય સુવિધાઓનું રક્ષણ કરવા વગેરે પર ભાર
મૂકે છે. અફઘાન સરકાર સત્તા છોડ્યા બાદ હુમલાની શક્યતાને લઈને ભારત ચિંતિત છે
. ભારતને ચિંતા છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા
અને જૈશ-એ-મોહમ્મદ
જેને અફઘાનિસ્તાનમાં તાલિબાનનું
સમર્થન છે
. તેના પર હુમલા કરી શકે છે.

Advertisement


ભારત 2003ના યુદ્ધવિરામ કરાર માટે પ્રતિબદ્ધ છે. પરંતુ આતંકવાદી ખતરાનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે અને
કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરી છે. ભારત અને પાકિસ્તાનના સૈનિકો
વચ્ચે અવાર-નવાર નાની-મોટી અથડામણો થશે
, પરંતુ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ભારતમાં કોઈ મોટી આતંકવાદી ઘટના
બને તો ભારત મોટી સૈન્ય કાર્યવાહી કરી શકે છે.
તેમણે કહ્યું કે વર્ષ 2020માં નિયંત્રણ રેખા પર બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ
ભારત અને ચીન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. વર્ષ
2021 માં બંને દેશો વચ્ચે
રાજદ્વારી સ્તર અને સૈન્ય સ્તરની વાટાઘાટોના ઘણા રાઉન્ડ યોજાયા છે
. જેના પછી ઘણા સ્થળોએથી સૈનિકોને હટાવવામાં આવ્યા છે. બંને તરફથી ઓછામાં ઓછા 50,000 સૈનિકો, આર્ટિલરી, દારૂગોળો, રોકેટ લોન્ચર્સ હજુ પણ સરહદ પર તૈનાત
છે અને બંને દેશો વાસ્તવિક નિયંત્રણ રેખા પર માળખાગત બાંધકામનું કામ કરી રહ્યા છે.

Tags :
Advertisement

.