Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતે અગ્નિ-4 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ, 4000 કિમી દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ

ભારત સતત તેની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે. જે ક્રમમાં જ ભારતે આજે મિસાઈલ અને સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વની સફળતા હાંસલ કરી છે. ભારતીય સેના અને DRDOએ તેમની શક્તિશાળી ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ (IRBM) અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 6 જૂન 2022 ના રોજ સાંજે 7.30 વાગ્યે ઓડિશાના ચાંદીપુર સ્થિત એપીજે અબ્દુલ કલામ ટાપુ પર કરવામાં આવ્યું હતું.તમામ માપદંડો પુરા કર્યામિસાઈલે તમàª
ભારતે અગ્નિ 4 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ  4000 કિમી દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ
ભારત સતત તેની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે. જે ક્રમમાં જ ભારતે આજે મિસાઈલ અને સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વની સફળતા હાંસલ કરી છે. ભારતીય સેના અને DRDOએ તેમની શક્તિશાળી ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ (IRBM) અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 6 જૂન 2022 ના રોજ સાંજે 7.30 વાગ્યે ઓડિશાના ચાંદીપુર સ્થિત એપીજે અબ્દુલ કલામ ટાપુ પર કરવામાં આવ્યું હતું.
તમામ માપદંડો પુરા કર્યા
મિસાઈલે તમામ માપદંડોને પૂરા કરીને ચોક્કસ લક્ષ્યને નિશાન બનાવ્યું હતું. આ દરમિયાન મિસાઈલના ટેકનિકલ માપદંડો, હુમલાની ટેકનિક, નેવિગેશન વગેરેની ચકાસણી કરવામાં આવી હતી. સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ એક નિયમિત તાલીમ પ્રક્ષેપણ હતું. જેમાં તમામ ઓપરેશનલ પેરામીટર્સની ફરી તપાસ કરવામાં આવી છે. આ પરિક્ષણ ભારતની સૈન્ય તાકાતમાં વધારો કરશે. આ પહેલા ભારતે અગ્નિ-5 સપાટીથી સપાટી પર માર કરનાર બેલેસ્ટિક મિસાઈલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે. જેની રેન્જ 5000 કિમી છે.
Advertisement

4000 કિમીની રેન્જ
અગ્નિ 4 મિસાઈલનું કુલ વજન 17000 કિલોગ્રામ છે. તેની લંબાઈ 20 મીટર છે. તેની પાસે વિસ્ફોટકોના રૂપમાં વ્યૂહાત્મક પરમાણુ હથિયારો લઈ જવાની ક્ષમતા પણ છે. તે 900 કિમીની ઉંચાઈ સુધી પણ ઉડી શકે છે. તેમજ તેમાં અનેક આધુનિક ઉપકરણો લગાવવામાં આવ્યા છે. તેમાં રિંગ લેસર ગાયરો ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. તેની મારક ક્ષમતા પણ સચોટ છે. ઉલ્લેખનીય છે કે અગ્નિ-4 મિસાઈલ 4000 કિમી સુધીના લક્ષ્યોને મારવામાં સક્ષમ છે.
Tags :
Advertisement

.