Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતનું યુધ્ધ જહાજ INS નિસ્તાર નવા રૂપ જોવા મળશે, આ કંપની કરી રહી છે નિર્માણ

ભારત ફરી એકવાર INS નિસ્તાર (Nistar) યુદ્ધ જહાજને નવા રૂપ આપવા  જઈ  રહ્યું છે ત્યારે  તેણે  1971ના યુદ્ધમાં પાકિસ્તાનની સબમરીન ગાઝી પર ડાઇવિંગ ઓપરેશન કર્યું હતું. ગુરુવારે વિશાખાપટ્ટનમ ખાતેના હિન્દુસ્તાન શિપયાર્ડે નૌકાદળના વડા (Chief of Naval Staff at Hindustan Shipyard)ની હાજરીમાં INS નિસ્તાર  અને INS નિપુણ (Nipun)ને લોન્ચ કર્યા. ભારતીય નૌકાદળ (Indian Navy)ના જણાવ્યા મુજબ, નિસ્તાર  (Nistar)અને કુશળ બંને ડાઇવિંગ સપોર્ટ વેસલ્સ (Warships)છે. 
ભારતનું યુધ્ધ જહાજ ins નિસ્તાર નવા રૂપ જોવા મળશે  આ કંપની કરી રહી છે નિર્માણ
ભારત ફરી એકવાર INS નિસ્તાર (Nistar) યુદ્ધ જહાજને નવા રૂપ આપવા  જઈ  રહ્યું છે ત્યારે  તેણે  1971ના યુદ્ધમાં પાકિસ્તાનની સબમરીન ગાઝી પર ડાઇવિંગ ઓપરેશન કર્યું હતું. ગુરુવારે વિશાખાપટ્ટનમ ખાતેના હિન્દુસ્તાન શિપયાર્ડે નૌકાદળના વડા (Chief of Naval Staff at Hindustan Shipyard)ની હાજરીમાં INS નિસ્તાર  અને INS નિપુણ (Nipun)ને લોન્ચ કર્યા. ભારતીય નૌકાદળ (Indian Navy)ના જણાવ્યા મુજબ, નિસ્તાર  (Nistar)અને કુશળ બંને ડાઇવિંગ સપોર્ટ વેસલ્સ (Warships)છે.  જેનું નિર્માણ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ડાઇવિંગ સપોર્ટ વેસેલ્સનો શું છે  ઉપયોગ 
ડાઇવિંગ સપોર્ટ વેસેલ્સ (DSVs)નો ઉપયોગ સબમરીનના ઊંડા સમુદ્રમાં ડૂબકી દરમિયાન શોધખોળની કામગીરીમાં થાય છે. આ સિવાય આ પ્રકારના યુદ્ધ જહાજનો ઉપયોગ સમુદ્રમાં શોધખોળ અને હેલિકોપ્ટર ઓપરેશન માટે પણ થાય છે. નિસ્તાર (Nistar) અને નિપુણ (Nipun) આ પ્રકારનું પ્રથમ DSV જહાજ છે, જેનું ઉત્પાદન આત્મનિર્ભર ભારત હેઠળ દેશમાં થઈ રહ્યું છે. આ જહાજ 118 મીટર લાંબુ અને 23 મીટર પહોળું છે, જેનું વજન 9350 ટન છે. નેવીના જણાવ્યા અનુસાર આ બંને જહાજોમાં 80 ટકા સ્વદેશી ઉપકરણો છે.
ઐતિહાસિક 
નૌકાદળની પરંપરા મુજબ, નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર(Chief of Naval Staff Admiral R Hari)ની પત્ની કાલા હરિ કુમારે ગુરુવારે બંગાળ (Bengal)ની ખાડીમાં બંને જહાજોને લોન્ચ કર્યા. આ પ્રસંગે નેવી ચીફ આર હરિ કુમારે તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે 1971ના યુદ્ધમાં નિસ્તારના જૂના અવતાર એટલે કે INS નિસ્તારે પાકિસ્તાનની ગાઝી સબમરીન (Pakistan  Ghazi Submarine)પર સફળ ડાઇવિંગ ઓપરેશન કરીને નેવીને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
Advertisement

1971ના યુદ્ધમાં પાકિસ્તાનની ગાઝી સબમરીન વિશાખાપટ્ટનમ હાર્બર પાસે બંગાળની ખાડીમાં ડૂબી ગઈ હતી. તે જ વર્ષે ભારતે રશિયા પાસેથી ડાઇવિંગ સપોર્ટ વેસલ (DSV) લીધું, જેનું નામ નિસ્ટાર હતું. 1989માં આ જહાજ નેવીમાંથી નિવૃત્ત કરવામાં આવ્યું હતું. તેમના નામે એક નવી નિસ્તાર  (Nistar)  DSV બનાવવામાં આવી રહી છે.
નિસ્તાર  અને નિપુણના લોન્ચિંગ પ્રસંગે એડમિરલ હરિ કુમારે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળ માત્ર દેશની દરિયાઈ સરહદોનું જ રક્ષણ નથી કરતું પરંતુ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાના સંકલ્પને કારણે રાષ્ટ્ર નિર્માણમાં પણ મહત્વનું યોગદાન આપે છે. તેમણે કહ્યું કે હાલમાં નેવીના 45 જહાજો અને સબમરીન નિર્માણના વિવિધ તબક્કામાં છે. તેમાંથી 43 સ્વદેશી શિપયાર્ડમાં બનાવવામાં આવી રહ્યા છે.
Tags :
Advertisement

.