Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટૂર્નામેન્ટમાં ભારતની ત્રીજી હાર, ઓસ્ટ્રેલિયાએ અંતિમ ઓવરમાં મેળવી જીત

ન્યૂઝીલેન્ડમાં રમાઇ રહેલી ICC મહિલા વિશ્વ કપની આજની મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટ હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ અંતિમ ઓવરમાં જીતી મેચન્યૂઝીલેન્ડમાં ચાલી રહેલા ICC મહિલા વિશ્વ કપ 2022માં ભારત અને ઓસ્ટ્રેલિયા (IND-W vs AUS-W) વચ્ચેની મેચમાં, ભારતે પ્રથમ ઇનિંગમાં 277 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે અંતિમ ઓવરમાં ત્રણ બોલ બાકી રહેતા જીત મેળà
ટૂર્નામેન્ટમાં ભારતની ત્રીજી હાર  ઓસ્ટ્રેલિયાએ અંતિમ ઓવરમાં મેળવી જીત
ન્યૂઝીલેન્ડમાં રમાઇ રહેલી ICC મહિલા વિશ્વ કપની આજની મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટ હરાવ્યું છે. 
ઓસ્ટ્રેલિયાએ અંતિમ ઓવરમાં જીતી મેચ
ન્યૂઝીલેન્ડમાં ચાલી રહેલા ICC મહિલા વિશ્વ કપ 2022માં ભારત અને ઓસ્ટ્રેલિયા (IND-W vs AUS-W) વચ્ચેની મેચમાં, ભારતે પ્રથમ ઇનિંગમાં 277 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે અંતિમ ઓવરમાં ત્રણ બોલ બાકી રહેતા જીત મેળવી છે. ICC મહિલા વિશ્વ કપમાં ભારતને સતત ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. 
ઓસ્ટ્રેલિયન કેપ્ટનની શાનદાર ઇનિંગ
ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન મેગ લેનિંગે શાનદાર 97 રન ફટકાર્યા હતા. તે પોતાની સદી પૂરી કરી શકી નહતી અને સદીથી ત્રણ રન પહેલા જ આઉટ થઇ ગઇ હતી. જ્યારે મેગ લેનિંગ આવી ત્યારે સતત બે વિકેટ પડવાના કારણે ઓસ્ટ્રેલિયા દબાણમાં હતું, પરંતુ તેણે ઇનિંગ્સને સંભાળી અને રનની ગતિ વધારતી રહી. તેણે શાનદાર ઇનિંગ રમી હતી પરંતુ તે તેની સદી પૂરી કરી શકી નહી. 
Advertisement

વરસાદના કારણે રોકાઇ હતી મેચ
વરસાદના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચ રોકવી પડી હતી. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 41મી ઓવર પૂરી થયા બાદ વરસાદ શરૂ થયો હતો, જેના પછી મેચ રોકવી પડી હતી. મેચ રોકાઈ ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 41 ઓવરમાં બે વિકેટે 225 રન હતો. 
ટીમ ઈન્ડિયાનો સેમિફાઈનલનો રસ્તો મુશ્કેલ
આ હાર બાદ હવે ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલનો રસ્તો વધુ મુશ્કેલ બની ગયો છે. આ હાર બાદ ટીમ ઈન્ડિયાના હવે 5 મેચમાં માત્ર 4 પોઇન્ટ છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે હવે તેની બાકીની બંને મેચો મોટા અંતરથી જીતવી પડશે, તો જ ભારત નેટ રન રેટમાં ફાયદો મેળવી શકશે. હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ બંનેના 5-5 મેચમાં 4-4 પોઇન્ટ છે.
Tags :
Advertisement

.