ભારતને વર્લ્ડ કપમાં મળી બીજી હાર, ઈંગ્લેન્ડે 4 વિકેટે જીતી મેચ
આજે વર્લ્ડ કપ-2022ની 15મી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ. જેમા ભારતને ઈંગ્લેન્ડે 4 વિકેટ હરાવ્યું છે. વર્લ્ડ કપ-2022માં ભારતની આ બીજી હાર છે. મહિલા વર્લ્ડ કપ-2022ની 15મી મેચ 16 માર્ચે એટલે કે આજે ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડનો 4 વિકેટે વિજય થયો છે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની બીજી હાર છે, જ્યારે ઈંગ્લેન્ડને 4 મેચમાં આ એકમાત્ર સફળતા મળી છે. ભારતની આ હાર છતા પોઈà
આજે વર્લ્ડ કપ-2022ની 15મી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ. જેમા ભારતને ઈંગ્લેન્ડે 4 વિકેટ હરાવ્યું છે. વર્લ્ડ કપ-2022માં ભારતની આ બીજી હાર છે.
મહિલા વર્લ્ડ કપ-2022ની 15મી મેચ 16 માર્ચે એટલે કે આજે ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડનો 4 વિકેટે વિજય થયો છે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની બીજી હાર છે, જ્યારે ઈંગ્લેન્ડને 4 મેચમાં આ એકમાત્ર સફળતા મળી છે. ભારતની આ હાર છતા પોઈન્ટ ટેબલમાં તેને કોઈ નુકસાન થયું નથી. ઉલ્લેખનીય છે કે, ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 36.2 ઓવરમાં 134 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, પરંતુ જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 31.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું. વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમની આ બીજી હાર છે. આ પહેલા ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો. વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમ આમને-સામને છે. મિતાલી રાજની કપ્તાનીમાં ભારતીય ટીમ માત્ર 134 રનમાં સમેટાઈ ગઈ હતી.
Advertisement
ભારતીય મહિલા ટીમ આ વખતે મેદાન પર પોતાનું શાનદાર પ્રદર્શન કરી શકી નથી. આ પહેલા ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં બે સદી ફટકારી હતી. પરંતુ આજની મેચમાં મહિલા ભારતીય ટીમ 40 રનથી વધુ રન પણ બનાવી શકી ન હતી. ન્યૂઝીલેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ચોથી મેચ હતી. ટીમ ઈન્ડિયાએ આ પહેલા રમાયેલી ત્રણ મેચમાંથી બેમાં જીત મેળવી છે, જેમાં એક મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 35 રન બનાવ્યા હતા. મંધાના ઉપરાંત રિચા ઘોષે 33 અને ઝુલન ગોસ્વામીએ 20 રન બનાવ્યા હતા. હરમનપ્રીત 14 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ઈંગ્લેન્ડ તરફથી શાર્લોટ ડીનને 4, શ્રુબસોલે 2 અને એક્લેસ્ટોન, ક્રોસને 1-1 વિકેટ મળી હતી.