ભારતના રોડ રસ્તા અમેરિકા જેવા થઈ જશે, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કર્યો દાવો
કેન્દ્રીય પરિવહન અને માર્ગ મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું
હતું કે અમેરિકાના રસ્તાઓ સારા છે કારણ કે અમેરિકા સમૃદ્ધ છે. અમેરિકા સમૃદ્ધ છે કારણ કે અમેરિકન
રસ્તાઓ સારા છે. ભારતને સમૃદ્ધ બનાવવા માટે હું સુનિશ્ચિત કરું છું કે ભારતનું રોડ
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડિસેમ્બર 2024 પહેલા અમેરિકા જેવું હશે. રોડ,
ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ
મંગળવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને
પહોંચી વળવા અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે રૂ. 62,000 કરોડના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. વર્ષ 2022-23 માટે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના નિયંત્રણ હેઠળની
અનુદાનની માંગ પર લોકસભામાં
ચર્ચાનો જવાબ આપતા ગડકરીએ રાષ્ટ્રીય રાજધાનીમાં ટ્રાફિક જામનો ઉલ્લેખ કર્યો.
નીતિન પગડકરીએ કહ્યું કે, અમે પ્રદૂષણ ઘટાડવાની દિશામાં કામ કરી
રહ્યા છીએ અને વિભાગ દિલ્હીમાં પ્રદૂષણનો સામનો કરવા માટે 62 હજાર કરોડ રૂપિયા ખર્ચી રહ્યો છે. જેમાં શહેરની બહાર રિંગ રોડ અને અન્ય રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે.
રોડ કનેક્ટિવિટીમાં થયેલા સુધારાને રેખાંકિત કરતાં ગડકરીએ કહ્યું કે અગાઉ ચાર
કલાકની સરખામણીમાં હવે દિલ્હીથી મેરઠની મુસાફરીમાં માત્ર 40 મિનિટનો સમય લાગે છે.તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય બાંધકામની
કિંમત ઘટાડવાનો અને ગુણવત્તા સુધારવાનો છે. તેમણે કહ્યું કે હવે દરરોજ 38 કિમીના દરે રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે જે એક રેકોર્ડ છે. તેમણે
એ પણ સ્પષ્ટ કર્યું કે આ કિસ્સામાં રસ્તાની લંબાઈ એ જ રીતે માપવામાં આવે છે જે
રીતે યુપીએ સરકાર દરમિયાન કરવામાં આવી હતી.
ગડકરીએ કહ્યું કે આજે દેશની સૌથી મોટી સમસ્યા લોજિસ્ટિક ખર્ચની છે,
રુસો-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલની કિંમત
ફરી વધી છે અને તેના કારણે વસ્તુઓની કિંમતો પણ વધી રહી છે. મંત્રીએ કહ્યું કે
લોજિસ્ટિક્સની કિંમત ચીનમાં 8 થી 10 ટકા છે, જ્યારે અમેરિકા અને યુરોપિયન દેશોમાં
તે 12 ટકા છે. તેમણે કહ્યું કે ટૂંકા અંતરના રૂટ
બનાવવાને કારણે જો એક ટ્રક 50 કલાકને બદલે 22 કલાકમાં દિલ્હીથી મુંબઈ પહોંચે તો સમય પણ બચશે અને ડીઝલની પણ બચત
થશે.
ગડકરીએ કહ્યું કે મુસાફરીનો સમય ઓછો હોવાથી પેટ્રોલની બચત થાય છે અને
પ્રદૂષણ પણ ઓછું થાય છે. ગડકરીએ કહ્યું, "વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે નિકાસ વધારવી
પડશે અને તેના માટે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બનવું પડશે અને લોજિસ્ટિક
ખર્ચ ઘટાડવો પડશે. "લોજિસ્ટિક ખર્ચ ઓછો થશે. ખર્ચ ઓછો થશે અને ઈંધણની બચત
થશે. તેમણે કહ્યું કે આવા 22 ગ્રીન એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવી
રહ્યા છે.