Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોંઘવારીથી આંશિક રાહત, એપ્રિલની સરખામણીએ મે મહિનાના છુટક ફુગાવા દરમાં ઘટાડો

મોંઘવારીના મોરચે સામાન્ય માણસને થોડી રાહત મળી છે. મે મહિનામાં ભારતનો છૂટક ફુગાવાનો દર 7.04% રહ્યો છે, જે એપ્રિલ મહિનાની સરખામણીમાં થોડો ઘટયો છે. એપ્રિલમાં છૂટક મોંઘવારી દર 7.79% પર પહોંચી ગયો હતો. જો કે મોંઘવારી દર હજુ પણ આરબીઆઈના નિયંત્રણની બહાર છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા દર્શાવે છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત છૂટક ફુગાવો એપ્રિલમાં 7.79% થી ઘટીને 7.04% થયો છે. મે મહàª
મોંઘવારીથી આંશિક રાહત  એપ્રિલની સરખામણીએ મે મહિનાના છુટક ફુગાવા દરમાં ઘટાડો
મોંઘવારીના મોરચે સામાન્ય માણસને થોડી રાહત મળી છે. મે મહિનામાં ભારતનો છૂટક ફુગાવાનો દર 7.04% રહ્યો છે, જે એપ્રિલ મહિનાની સરખામણીમાં થોડો ઘટયો છે. એપ્રિલમાં છૂટક મોંઘવારી દર 7.79% પર પહોંચી ગયો હતો. જો કે મોંઘવારી દર હજુ પણ આરબીઆઈના નિયંત્રણની બહાર છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા દર્શાવે છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત છૂટક ફુગાવો એપ્રિલમાં 7.79% થી ઘટીને 7.04% થયો છે. મે મહિનામાં ખાદ્યપદાર્થો, પેટ્રોલ-ડીઝલ અને વીજળીના ભાવમાં થયેલા ઘટાડાને કારણે મોંઘવારી દરમાં ઘટાડો થયો છે.
આ વસ્તુઓની કિંમત ઓછી થઇ
સીપીઆઈ આધારિત ફુગાવો એપ્રિલમાં 7.79 ટકા, માર્ચમાં 6.95 ટકા, ફેબ્રુઆરીમાં 6.07 ટકા અને જાન્યુઆરીમાં 6.01 ટકા હતો. ખાદ્યપદાર્થોના ભાવમાં થયેલો વધારો એ પહેલાથી જ કોરોનાના ભોગ બનેલા પરિવારો માટે મુખ્ય ચિંતાનો વિષય બની ગયો છે. ખાદ્ય ફુગાવો કે જે CPI બાસ્કેટનો લગભગ અડધો હિસ્સો છે, તે મે મહિનામાં વાર્ષિક ધોરણે વધીને 7.97 ટકા થયો હતો. એપ્રિલની સરખામણીમાં મે મહિનામાં ખાદ્યપદાર્થો થોડા સસ્તા થયા છે. એપ્રિલમાં ખાદ્ય ફુગાવો 8.31 ટકા હતો.
ખાદ્યપદાર્થોમાં ભાવવધાારો ચિંતાનો વિષય
શાકભાજી, ફળો, દૂધ, મસાલા અને અન્ય ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાથી દેશમાં લોકો પર મોંઘવારીનું દબાણ વધ્યું છે. થોડા દિવસ અગાઉ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ભારતના ફુગાવાના અનુમાનને 5.7 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો હતો. તેમણે આ નિર્ણય જૂનમાં મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લીધો હતો. સેન્ટ્રલ બેંકનો નિર્ણય વૈશ્વિક બજારમાં કોમોડિટીની વધતી કિંમતો પર આધારિત હતો. આ સિવાય રિઝર્વ બેંકે 2022માં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 105 ડોલર અને સામાન્ય ચોમાસાને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો હતો. 
CPI આધારિત ફુગાવો શું છે?
જ્યારે આપણે ફુગાવાના દરની વાત કરીએ છીએ, તો આપણે કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ (CPI) પર આધારિત ફુગાવાની વાત કરી રહ્યા છીએ. CPI સામાન અને સેવાઓના છૂટક ભાવમાં ફેરફારને ટ્રેક કરે છે જે લોકો તેમના રોજિંદા ઉપયોગ માટે ખરીદે છે. ફુગાવાને માપવા માટે આપણે અંદાજ લગાવીએ છીએ કે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન CPIમાં ટકાવારીમાં કેટલો વધારો થયો છે. આરબીઆઇ અર્થવ્યવસ્થામાં કિંમતો સ્થિર રાખવા માટે આરબીઆઈ આ આંકડા પર નજર રાખે છે.
Advertisement
Tags :
Advertisement

.