Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બીજી T20માં ભારતની શાનદાર જીત, ન્યૂઝીલેન્ડને 65 રનથી હરાવ્યું

T20 વર્લ્ડ કપના 10 દિવસની નિરાશા બાદ આખરે ભારતીય ટીમ ફરી મેદાનમાં આવી અને શાનદાર વિજય સાથે સંભવિત નવા યુગની શરૂઆત કરી.  કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમે ટી20 સિરીઝની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 65 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. યુઝવેન્દ્ર ચહલ અને દીપક હુડ્ડાની સ્પિને પણ કમાલ કરી છે.નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં, અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભારતીય T20ટીà
10:53 AM Nov 20, 2022 IST | Vipul Pandya
T20 વર્લ્ડ કપના 10 દિવસની નિરાશા બાદ આખરે ભારતીય ટીમ ફરી મેદાનમાં આવી અને શાનદાર વિજય સાથે સંભવિત નવા યુગની શરૂઆત કરી.  કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમે ટી20 સિરીઝની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 65 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. યુઝવેન્દ્ર ચહલ અને દીપક હુડ્ડાની સ્પિને પણ કમાલ કરી છે.નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં, અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભારતીય T20ટીમ નું નેતૃત્વ કરી રહ્યો છે જ્યારે વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત ઉપ-કેપ્ટન છે.


ન્યુઝીલેન્ડ તરફથી ફિન એલન અને ડેવોન કોનવે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન એલન ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. કોનવેએ 22 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 ચોગ્ગા સામેલ હતા. ગ્લેન ફિલિપ્સ 12 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 6 બોલનો સામનો કરતી વખતે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. ડેરીલ મિશેલ 10 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે જેમ્સ નીશમ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેને ચહલે આઉટ કર્યો હતો. 

પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે તોફાની ઈનિંગ રમતા આક્રમક સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે માત્ર 51 બોલનો સામનો કરીને અણનમ 111 રન બનાવ્યા હતા. સૂર્યકુમારની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. ઈશાન કિશને 31 બોલમાં 36 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યા 13-13 રન બનાવીને આઉટ થયા હતા. રિષભ પંત 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

હુડ્ડાએ ખતરનાક બોલિંગ કરી હતી

દીપક હુડ્ડાએ ટીમ ઈન્ડિયા માટે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 2.5 ઓવરમાં માત્ર 10 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે મેડન ઓવર પણ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે 3 ઓવરમાં માત્ર 12 રન આપીને એક વિકેટ લીધી હતી.

ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. લોકી ફર્ગ્યુસને 4 ઓવરમાં 49 રન આપ્યા હતા. તેણે 2 વિકેટ પણ લીધી હતી. ઈશ સોઢીએ 4 ઓવરમાં 35 રન આપીને એક વિકેટ લીધી હતી. આ સિવાય કોઈ બોલરને વિકેટ મળી નથી.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstIndiaWonINDvsNZIndVsNz2ndT20
Next Article