Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતની રેકોર્ડબ્રેક 41,800 કરોડ ડોલરની નિકાસ, પિયુષ ગોયલે અર્થવ્યવસ્થાની ફિલ્મ RRR સાથે સરખામણી કરી

કોરોના મહામારી છતા ભારતીય અર્થવ્યવસ્થાએ એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે. જેની જાણકારી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આપી છે.  પિયૂષ ગોયલે રવિવારે કહ્યું કે નાણાકીય વર્ષ 2021-22માં ભારતના સામાનની નિકાસ રેકોર્ડ 418 અબજ ડોલર રહી છે. સરકારે ભૂતકાળમાં નાના અને મધ્યમ ઉદ્યોગો અને ખેડૂતો સાથે ઘણું કામ કર્યું છે. જેના કારણે આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે ગયા નાાણાંકીય વર્ષમાં દેશે 418 અબજ ડોલર એટલે
ભારતની રેકોર્ડબ્રેક 41 800 કરોડ ડોલરની નિકાસ  પિયુષ ગોયલે અર્થવ્યવસ્થાની ફિલ્મ rrr સાથે સરખામણી કરી
કોરોના મહામારી છતા ભારતીય અર્થવ્યવસ્થાએ એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે. જેની જાણકારી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આપી છે.  પિયૂષ ગોયલે રવિવારે કહ્યું કે નાણાકીય વર્ષ 2021-22માં ભારતના સામાનની નિકાસ રેકોર્ડ 418 અબજ ડોલર રહી છે. સરકારે ભૂતકાળમાં નાના અને મધ્યમ ઉદ્યોગો અને ખેડૂતો સાથે ઘણું કામ કર્યું છે. જેના કારણે આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે ગયા નાાણાંકીય વર્ષમાં દેશે 418 અબજ ડોલર એટલે કે લગભગ 32 લાખ કરોડ રૂપિયાની નિકાસ કરવામાં આવી છે. જે લક્ષ્ય કરતાં લગભગ 5% વધુ છે. 
તેમણે કહ્યું છે કે મોદી સરકારની યોજના હેઠળ સતત નિકાસ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. પહેલા નિકાસ સામાન્ય રીતે માત્ર વિકાસશીલ દેશોમાં જ થતી હતી, જે હવે વિકસિત દેશોમાં પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે. ઉદાહર આપતા તેમણે કહ્યું કે ઘરેણા અને અન્ય જ્વેલરીની મોટાભાગની નિકાસ ચીનમાં કરવામાં આવી છે. દેશ આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. 
ફિલ્મ RRR વિશે શું કહ્યું?
પિયૂષ ગોયલે કહ્યું કે દર મહિને 3000 બિલિયનથી વધુની નિકાસ કરવામાં આવી છે. તે પણ કોરોના મહામારીની લહેરો વચ્ચે દેશે આ સિદ્ધિ મેળવી છે. ફિલ્મ આરઆરઆરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે માહિતી મળી રહી છે કે તે ભારતની સૌથી સફળ ફિલ્મ બનવા જઈ રહી છે. તેવી જ રીતે ભારત પણ દરેક ક્ષેત્રમાં સતત સફળતા હાંસલ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે હાલમાં આરઆરઆર નામની એક ફિલ્મ ચાલી રહી છે. મેં સાંભળ્યું છે કે આ ફિલ્મ ભારતના ઈતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ બનવા જઈ રહી છે. જે 750 કરોડની કમાણી કરી ચૂકી છે. તેવી જ રીતે મને લાગે છે કે હવે ભારતની અર્થવ્યવસ્થા રેકોર્ડ પર રેકોર્ડ તોડવામાં વ્યસ્ત છે.
ઘઉંની નિકાસમાં વધાારો
ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે 2019-20માં 2 લાખ ટન એટલે કે 500 કરોડના ઘઉંની નિકાસ કરવામાં આવી હતી. તો 2020-21માં 21.55 લાખ ટન એટલે કે લગભગ 4000 કરોડની નિકાસ કરવામાં આવી હતી. 2021-22માં તે વધીને 7 મિલિયન ટનથી વધુ થયઇ છે. એટલે કે 15,000 કરોડથી વધુની નિકાસ કરવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.