Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સેન્ય પાછળ ખર્ચ કરવામાં ભારત ટોપ 3માં સામેલ, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

હાલમાં ભારતને લઈને જે સમાચાર મળી રહ્યા છે તે સાંભળીને સૌ કોઈ ગર્વ કરશે. ભારત આજે તાકાતવર દેશોમાં સામેલ છે. વિશ્વભરમાં તમામ ક્ષેત્રે ભારત આજે મહત્વનો દેશ છે. વિશ્વમાં કોઈપણ દેશ ભારત સાથે દુશ્મની કરતા પહેલા 100 વખત વિચાર કરશે. ચીન જેવી શક્તિઓ સામે લડવા માટે ભારત સતત પોતાની વ્યૂહાત્મક શક્તિ વધારવામાં વ્યસ્ત છે. હાલમાં ભારત પાસે ચીન પછી સૌથી વધુ સેના છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસરà«
સેન્ય પાછળ ખર્ચ કરવામાં ભારત ટોપ 3માં સામેલ  રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

હાલમાં ભારતને લઈને
જે સમાચાર મળી રહ્યા છે તે સાંભળીને સૌ કોઈ ગર્વ કરશે. ભારત આજે તાકાતવર દેશોમાં
સામેલ છે. વિશ્વભરમાં તમામ ક્ષેત્રે ભારત આજે મહત્વનો દેશ છે. વિશ્વમાં કોઈપણ દેશ
ભારત સાથે દુશ્મની કરતા પહેલા 100 વખત વિચાર કરશે. ચીન જેવી શક્તિઓ સામે લડવા માટે
ભારત સતત પોતાની વ્યૂહાત્મક શક્તિ વધારવામાં વ્યસ્ત છે. હાલમાં ભારત પાસે ચીન પછી
સૌથી વધુ સેના છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (
SIPRI) મુજબ વર્ષ 2021માં ભારતે સૈન્ય પર 76.6 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે. આ
વિશ્વમાં લશ્કરી ખર્ચનો ત્રીજો સૌથી વધુ આંકડો છે. ભારતે એક વર્ષ પહેલા કરતાં
0.9 ટકા વધુ ખર્ચ કર્યો હતો. જ્યારે તે 2012 ની તુલનામાં 33 ટકા વધુ છે.

Advertisement


દેશમાં હથિયારોના
ઉત્પાદનને ઝડપી બનાવવા માટે સરકારે મોટા સંરક્ષણ બજેટની જાહેરાત કરી હતી.
આત્મનિર્ભર બનવા માટે ભારત હવે શસ્ત્રોના નિર્માણમાં ઘણો ખર્ચ કરી રહ્યું છે. સૈન્ય
પર ખર્ચના મામલે અમેરિકા અને ચીન હજુ પણ પ્રથમ અને બીજા સ્થાન પર છે. યુએસએ
2021માં સૈન્ય પર 801 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. જે 2020ની સરખામણીમાં 1.4 ટકા ઓછો છે. જ્યારે ચીને $293 બિલિયન ખર્ચ્યા. જે 2020 ની સરખામણીમાં 4.7 ટકા વધુ છે. SIPRI અનુસાર 2021માં સેના પર સૌથી વધુ ખર્ચ કરવામાં
આવ્યો અને આ આંકડો વધીને
2.1 ટ્રિલિયન થઈ ગયો.

Advertisement


સ્ટોકહોમ
ઇન્સ્ટિટ્યૂટે એક નિવેદનમાં કહ્યું કે
2021માં વિશ્વમાં કુલ સૈન્ય ખર્ચમાં 0.7 ટકાનો વધારો થયો છે. આ આંકડો 2113 પર પહોંચી ગયો છે. વિશ્વમાં સૈન્ય પર સૌથી વધુ ખર્ચ કરનારા પાંચ
દેશોમાં અમેરિકા
, ભારત, યુએસએ, યુકે અને રશિયા છે. આ પાંચ દેશો
વિશ્વના ખર્ચના
62 ટકા ખર્ચ કરે છે. કોરોના છતાં સેના
પરનો ખર્ચ ઓછો થયો નથી.

Advertisement

Tags :
Advertisement

.