Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સામે ભારતની ઘરેલુ સિરિઝ જાહેર, 20 અને 28 સપ્ટેમ્બરથી થશે શરુ

BCCIએ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સામેની ભારતની ઘરેલું મેચનું શિડ્યુઅલ જાહેર કરી દીધું છે. ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાની ટીમ ટી-20 અને વનડે રમવા માટે ભારતના પ્રવાસે આવશે. BCCIએ જાહેર કરેલા શિડ્યુઅલ પ્રમાણે 20 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે અને 28 સપ્ટેમ્બરથી સાઉથ આફ્રિકા સામે ભારતની ટી20 સિરિઝ શરુ થશે. ઓસ્ટ્રેલિયા 3 T20 અને સાઉથ આફ્રિકા 3 T20 અને ઘણી વનડે રમવા માટે ભારતના પ્રવાસે આવશે. BCCI announces the schedule for the upcomi
03:56 PM Aug 03, 2022 IST | Vipul Pandya

BCCIએ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સામેની ભારતની ઘરેલું મેચનું શિડ્યુઅલ જાહેર કરી દીધું છે. ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાની ટીમ ટી-20 અને વનડે રમવા માટે ભારતના પ્રવાસે આવશે. BCCIએ જાહેર કરેલા શિડ્યુઅલ પ્રમાણે 20 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે અને 28 સપ્ટેમ્બરથી સાઉથ આફ્રિકા સામે ભારતની ટી20 સિરિઝ શરુ થશે. ઓસ્ટ્રેલિયા 3 T20 અને સાઉથ આફ્રિકા 3 T20 અને ઘણી વનડે રમવા માટે ભારતના પ્રવાસે આવશે. 

વ્હાઈટ બોલથી રમાશે બન્ને સિરિઝ
ભારત ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે જે ટી20 અને વનડે સિરિઝ રમવાનું છે તે વ્હાઈટ બોલથી રમવામાં આવશે.
20 સપ્ટેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સિરિઝ 
ઓસ્ટ્રેલિયા સામે મોહાલીથી ભારતની  T20 સિરિઝની શરુઆત થઈ રહી છે. ત્યાર બાદ ભારત બીજી T20 નાગપુરમાં, ત્રીજી T20 હૈદરાબાદમાં રમશે. સાઉથ આફ્રિકા સામેની હોમ સિરિઝ 28 સપ્ટેમ્બરે કેરળના થિરુવનંતપુરમ ખાતેથી શરુ થશે. ગુવાહાટીમાં બીજી અને છેલ્લી ટી-20 ઈન્દોરમાં રમાશે. 


ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 6 ઓક્ટોબરે પહેલી વનડે 

ભારત અને સાઉથ આફ્રિકા 6 ઓક્ટોબરે લખનઉમાં પહેલી વનડે, 9 ઓક્ટોબરે રાંચીમાં બીજી વનડે અને 11 ઓક્ટોબરે દિલ્હીમાં ત્રીજી વનડે રમશે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની હોમ સિરિઝ T20 World Cupની તૈયારીના ભાગરુપે ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં T20 World Cup રમાવાનો છે. હાલમાં ભારત વેસ્ટ ઈન્ડીઝ સામે ટી20 રમી રહ્યો છે. ત્યાર બાદ ભારત યુએઈમાં 27 ઓગસ્ટે શરુ થનાર એશિયા કપમાં ભાગ લેશે જેમાં 28 ઓગસ્ટે ભારત પાકિસ્તાન સામે મેચ રમશે. 

Tags :
GujaratFirsthomeseriesIndiaseptember
Next Article