ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સામે ભારતની ઘરેલુ સિરિઝ જાહેર, 20 અને 28 સપ્ટેમ્બરથી થશે શરુ
BCCIએ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સામેની ભારતની ઘરેલું મેચનું શિડ્યુઅલ જાહેર કરી દીધું છે. ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાની ટીમ ટી-20 અને વનડે રમવા માટે ભારતના પ્રવાસે આવશે. BCCIએ જાહેર કરેલા શિડ્યુઅલ પ્રમાણે 20 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે અને 28 સપ્ટેમ્બરથી સાઉથ આફ્રિકા સામે ભારતની ટી20 સિરિઝ શરુ થશે. ઓસ્ટ્રેલિયા 3 T20 અને સાઉથ આફ્રિકા 3 T20 અને ઘણી વનડે રમવા માટે ભારતના પ્રવાસે આવશે.
BCCI announces the schedule for the upcoming Australia and South Africa’s tour of India. India’s international home season 2022-23 will commence with a three-match T20I series against Australia in September & followed by a three-match T20I and ODI series against South Africa. pic.twitter.com/lXeyaklwxB
— ANI (@ANI) August 3, 2022
ઓસ્ટ્રેલિયા સામે મોહાલીથી ભારતની T20 સિરિઝની શરુઆત થઈ રહી છે. ત્યાર બાદ ભારત બીજી T20 નાગપુરમાં, ત્રીજી T20 હૈદરાબાદમાં રમશે. સાઉથ આફ્રિકા સામેની હોમ સિરિઝ 28 સપ્ટેમ્બરે કેરળના થિરુવનંતપુરમ ખાતેથી શરુ થશે. ગુવાહાટીમાં બીજી અને છેલ્લી ટી-20 ઈન્દોરમાં રમાશે.
BCCI announces schedule for white-ball series against Australia, South Africa at home
Read @ANI Story | https://t.co/aJawlD2QuB#BCCI #Cricket #TeamIndia #Australia #SouthAfrica pic.twitter.com/P316lPzSpA
— ANI Digital (@ani_digital) August 3, 2022
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 6 ઓક્ટોબરે પહેલી વનડે
ભારત અને સાઉથ આફ્રિકા 6 ઓક્ટોબરે લખનઉમાં પહેલી વનડે, 9 ઓક્ટોબરે રાંચીમાં બીજી વનડે અને 11 ઓક્ટોબરે દિલ્હીમાં ત્રીજી વનડે રમશે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની હોમ સિરિઝ T20 World Cupની તૈયારીના ભાગરુપે ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં T20 World Cup રમાવાનો છે. હાલમાં ભારત વેસ્ટ ઈન્ડીઝ સામે ટી20 રમી રહ્યો છે. ત્યાર બાદ ભારત યુએઈમાં 27 ઓગસ્ટે શરુ થનાર એશિયા કપમાં ભાગ લેશે જેમાં 28 ઓગસ્ટે ભારત પાકિસ્તાન સામે મેચ રમશે.