Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

J&K પર ચીનના વિદેશ મંત્રીના નિવેદનને ભારતે ફગાવ્યું, કહ્યું- આ અમારો આંતરિક મામલો

લગભગ બે વર્ષથી લદ્દાખ સહિત અનેક સ્થળોએ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યી આજે બે દિવસીય ભારતની મુલાકાતે આવ્યા છે.  ભારતે બુધવારે પાકિસ્તાનમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠકમાં જમ્મુ અને કાશ્મીર પર ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ આપેલા નિવેદનોને બિનજરૂરી ગણાવીને ફગાવી દીધા છે. વળી, ભારતે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિàª
j amp k પર ચીનના વિદેશ મંત્રીના નિવેદનને ભારતે ફગાવ્યું  કહ્યું  આ અમારો આંતરિક મામલો
લગભગ બે વર્ષથી લદ્દાખ સહિત અનેક સ્થળોએ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યી આજે બે દિવસીય ભારતની મુલાકાતે આવ્યા છે.  
ભારતે બુધવારે પાકિસ્તાનમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠકમાં જમ્મુ અને કાશ્મીર પર ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ આપેલા નિવેદનોને બિનજરૂરી ગણાવીને ફગાવી દીધા છે. વળી, ભારતે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત મામલા સંપૂર્ણપણે દેશનો આંતરિક મામલો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીન સહિત અન્ય દેશોને જમ્મુ-કાશ્મીર પર ટિપ્પણી કરવાનો કોઇ અધિકાર નથી. તેઓએ સમજવું જોઇએ કે, ભારત તેમની આંતરિક બાબતો પર જાહેરમાં મંતવ્યો વ્યક્ત કરવાનું ટાળે છે. ભારતના આ નિવેદનને ચીન માટે કડક પ્રતિક્રિયા અને સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. વિદેશ મંત્રાલયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વાંગની સંભવિત ભારત મુલાકાતને લઈને ભારત અને ચીન વચ્ચે સંપર્કો ચાલી રહ્યા છે, જો કે બંને પક્ષોએ આ સંભવિત મુલાકાત અંગે કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી, જેના કારણે તેના પર શંકા ઊભી થઈ છે.
OIC મીટિંગમાં વાંગ દ્વારા જમ્મુ અને કાશ્મીરના ઉલ્લેખ અંગે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, "અમે ઉદ્ઘાટન સત્રમાં તેમના ભાષણ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી દ્વારા કરવામાં આવેલા ભારતના બિનજરૂરી સંદર્ભને નકારી કાઢીએ છીએ." બાગચીએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશને લગતી બાબતો "સંપૂર્ણપણે" ભારતનો આંતરિક મામલો છે. તેમણે કહ્યું કે, "ચીન સહિત અન્ય દેશોને જમ્મુ અને કાશ્મીર પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. તેઓએ સમજવું જોઈએ કે ભારત તેમની આંતરિક બાબતો પર જાહેરમાં મંતવ્યો વ્યક્ત કરવાથી દૂર રહે છે." બાગચી વાંગના નિવેદનો અંગે પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. વાંગે મીટિંગમાં જણાવ્યું હતું કે, "કાશ્મીર પર, અમે આજે ફરીથી અમારા ઇસ્લામિક મિત્રોની વાત સાંભળી છે. ચીન પણ એવી જ આશા રાખે છે." ચીનના વિદેશ મંત્રી બે દિવસીય પાકિસ્તાનના પ્રવાસે છે.
બેઠકમાં તેમના સંબોધનમાં વાંગે કહ્યું, "આ પ્રથમ વખત છે જ્યારે ચીનના વિદેશ મંત્રી OIC-CFM બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. તે આદાન-પ્રદાન અને સહયોગને મજબૂત કરવા માટે ચીન અને ઇસ્લામિક વિશ્વની ઇચ્છાને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે, અને અમે ચોક્કસપણે આ સંબંધોને સંપૂર્ણ નવા સ્તરે લઈ જઇશું." કહેવામાં આવી રહ્યું છે કે ચીનના વિદેશ મંત્રી વાંગ યીની આ મુલાકાત દરમિયાન જો બંને દેશો વચ્ચેના સંબંધો યોગ્ય દિશાએ જતા દેખાય છે તો ભારતીય વિદેશ મંત્રી જયશંકર વાતચીત માટે ચીન જઈ શકે છે. અને જો બધુ બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બ્રિક્સ સમિટ માટે ચીન જઈ શકે છે. જણાવી દઈએ કે ચીન હાલમાં રશિયા-ઈન્ડિયા ચાઇના (RIC) અને BRICSનું પ્રમુખ છે.
Advertisement
Tags :
Advertisement

.