ભારત કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર, અરૂણાચલના તવાંગમાં રાજનાથ સિંહનો કડક સંદેશ
તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ પ્રથમ વખત અરુણાચલ પ્રદેશ પહોંચ્યા છે. રાજનાથ સિંહે સિયાંગમાં ચીનને કડક સંદેશ આપ્યો. રાજનાથે કહ્યું કે ભારત કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.ભારત હમેંશા યુદ્ધની વિરુદ્ધઃ રાજનાથ જણાવી દઈએ કે રાજનાથ સિંહ સિયોમ બ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે સિયાંગ જિલ્લામાં પહોંચ્યા હતા. તેમણે બોર્ડર રોડ ઓરà
10:30 AM Jan 03, 2023 IST
|
Vipul Pandya
તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ પ્રથમ વખત અરુણાચલ પ્રદેશ પહોંચ્યા છે. રાજનાથ સિંહે સિયાંગમાં ચીનને કડક સંદેશ આપ્યો. રાજનાથે કહ્યું કે ભારત કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
ભારત હમેંશા યુદ્ધની વિરુદ્ધઃ રાજનાથ
જણાવી દઈએ કે રાજનાથ સિંહ સિયોમ બ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે સિયાંગ જિલ્લામાં પહોંચ્યા હતા. તેમણે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના 27 પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ દરમિયાન રાજનાથે કહ્યું કે રાષ્ટ્રોની પ્રાથમિકતાઓ અને હિતોના બદલાતા આ યુગમાં કોઈપણ રાષ્ટ્ર માટે સ્વયંને સશક્ત રાખવું ખુબજ જરૂરી છે. ભારત હંમેશા યુદ્ધની વિરુદ્ધ રહ્યું છે. આપણા સશસ્ત્ર દળો કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર છે.
BROની પ્રશંસા
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે BRO આપણી સેના સાથે ચાલી રહ્યા છે. તેમણે કહ્યું હું BRO અને 'બ્રો'(ભાઇ)ના ઉપયોગ પર મૂંઝવણમાં હતો, પરંતુ તેઓ જે પ્રમાણે કામ કરી રહ્યા છે તે જોયા પછી કહી શકાય કે તેઓ ખરેખર આપણા સશસ્ત્ર દળો અને લોકોના ભાઇ છે.
રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું હતું કે આજે દેશના સરહદી વિસ્તારોમાં BRO દ્વારા નિર્મિત 28 માળખાકીય પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરતી વખતે મને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી થાય છે. ઉપરાંત, BRO@2047 વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડતા મને ખુબજ ખુશી થાય છે
સંરક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરના ભૂતકાળમાં BROએ જે ભાવના અને ઝડપ સાથે વિકાસ કાર્યો હાથ ધર્યા છે તે પ્રશંસનીય છે. વધુમાં વધુ સરહદી વિસ્તારોને જોડવાની યોજના સરકારની પ્રાથમિકતા છે, જેથી ત્યાં રહેતા લોકોના વિકાસની સાથે સાથે તેઓમાં સિસ્ટમમાં વિશ્વાસની ભાવના કેળવી શકાય.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article