Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતે કર્યો રનનો વરસાદ, આફ્રિકાને જીત માટે આપ્યો 212 રનનો ટાર્ગેટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં, મુલાકાતી ટીમ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આ નિર્ણય યોગ્ય સાબિત થયો ન હતો, કારણ કે પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા. આ રીતે હવે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 212 રનનો ટાર્àª
03:44 PM Jun 09, 2022 IST | Vipul Pandya
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં, મુલાકાતી ટીમ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આ નિર્ણય યોગ્ય સાબિત થયો ન હતો, કારણ કે પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા. આ રીતે હવે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 212 રનનો ટાર્ગેટ છે. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ બે ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 22 રન બનાવ્યા હતા.
ઓપનર ઈશાન કિશન અને રુતુરાજ ગાયકવાડે ભારતને સારી શરૂઆત અપાવી હતી. પાવરપ્લેમાં ભારતે 50નો આંકડો પાર કર્યો. ભારતને પહેલો ફટકો રૂતુરાજ ગાયકવાડના રૂપમાં લાગ્યો હતો જે 23 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાન કિશને 37 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. કિશન 48 બોલમાં 76 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શ્રેયસ અય્યર 36 રન બનાવીને આગળ ગયો હતો. રિષભ પંત 29 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા 31 રને અણનમ પરત ફર્યો હતો.
ભારતીય ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતી જશે તો વર્લ્ડ રેકોર્ડ બની જશે. ભારતની ટીમ સતત 13 T20 ઇન્ટરનેશનલ મેચ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બનશે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રિષભ પંત છે, કારણ કે કેએલ રાહુલ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે અને નિયમિત કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે.
Tags :
GujaratFirstIndiaINDvsSAIshaanKishanSouthAfricaT20
Next Article