Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખરાબ ફિલ્ડીંગ બાદ બેટ્સમેનો પણ કંઈ કમાલ કરી શક્યા નહી, પહેલી વન-ડે ભારત હાર્યું

લખનૌના (Lucknow) ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી પહેલી વનડેમાં દક્ષિણ આફ્રિકાએ (South Africa) ભારતને નવ રને હરાવ્યું છે. વરસાદના લીધે મોડી શરૂ થયેલી મેચને 40 ઓવરની કરી દેવામાંઆવી હતી. ભારતે (India) ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આફ્રિકાની ટીમને શરૂઆતમાં ઝટકો આપવા છતા ખરાબ ફિલ્ડિંગને કારણે ભારતે આફ્રિકાના સ્કોરબોર્ડને ધીમુ કરી શક્યું નહોતું.પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાનà«
ખરાબ ફિલ્ડીંગ બાદ બેટ્સમેનો પણ કંઈ કમાલ કરી શક્યા નહી  પહેલી વન ડે ભારત હાર્યું
લખનૌના (Lucknow) ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી પહેલી વનડેમાં દક્ષિણ આફ્રિકાએ (South Africa) ભારતને નવ રને હરાવ્યું છે. વરસાદના લીધે મોડી શરૂ થયેલી મેચને 40 ઓવરની કરી દેવામાંઆવી હતી. ભારતે (India) ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આફ્રિકાની ટીમને શરૂઆતમાં ઝટકો આપવા છતા ખરાબ ફિલ્ડિંગને કારણે ભારતે આફ્રિકાના સ્કોરબોર્ડને ધીમુ કરી શક્યું નહોતું.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની (South Africa) ટીમે નિર્ધારિત 40 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા હતા. જેમા ડેવિડ મિલર (David Miller) 63 બોલમાં 75 રન અને હેનરિક ક્લાસેન (Henrik Klassen) 65 બોલમાં 74 રન બનાવીને અણનમ રહ્યા હતા.
જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 40 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 240 રન જ બનાવી શકી હતી. સંજુ સેમસને (Sanju Samson) 63 બોલમાં 86 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે જ સમયે, વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરે (Shreyas Iyer) 50 રન બનાવ્યા હતા. પરંતુ આ બંન્નેની મહેનત એળે ગઈ હતી.
ભારતે સિરીઝ જીતવા આગામી બંન્ને મેચ જીતવી પડશે
આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે સિરીઝ જીતવા માટે આગામી બંન્ને મેચો જીતવી જ પડશે. હવેની વનડે 9મી ઓક્ટોબરે રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય ટીમ આ સિરીઝમાં રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma), વિરાટ કોહલી (Virat Kohli), હાર્દિક પંડ્યા (Hardik Pandya), ઋષભ પંત (Rushabh Pant), સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) જેવા ખેલાડીઓ વગર મેદાનમાં ઉતરી છે. ટીમની કમાન શિખર ધવનના (Shikhar Dhawan) હાથમાં છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ આ શ્રેણીને તેની સંપૂર્ણ તાકાત સાથે રમી રહી છે.
ભારતની ખરાબ ફિલ્ડિંગ
આ મેચમાં ભારતીય ટીમની ફિલ્ડિંગ નિરાશાજનક રહી. આજની મેચમાં ટીમ ઈન્ડિયાએ 3 મહત્વના કેચ છોડ્યા જે ખુબ મોંઘા પડ્યા અને મિસફિલ્ડિંગમાં આફ્રિકાની ટીમને ચોગ્ગા મળ્યા હતા. શુભમન ગિલે 9મી ઓવરમાં કેચ છોડ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.