Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાંગ્લાદેશ સામે રોમાંચક મુકાબલામાં ભારતની 1 વિકેટથી હાર

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)હાલમાં બાંગ્લાદેશ પ્રવાસે છે. આજથી ભારત અને બાંગ્લાદેશ (India and Bangladesh)વચ્ચે વન ડે સીરીઝની (One Day Series)શરુઆત થઈ હતી. પ્રથમ વન ડેમાં ભારતીય ક્રિકેટ ટીમે બેટિંગમાં ખરાબ પ્રદર્શન કરીને 186 રન બનાવ્યા હતા. આખી ભારતીય ટીમ 41મી ઓવરમાં જ આઉટ થઈ ગઈ હતી. આજની આ રોમાંચક મેચમાં બોલિંગ અને ફિલ્ડિંગને કારણે ભારતીય ટીમ પોતાનો દબદબો બનાવી શકી હતી. અંતે 187 રનના ટાર્ગેટનો પીછો કરતી બાંગà
બાંગ્લાદેશ સામે રોમાંચક મુકાબલામાં ભારતની 1 વિકેટથી હાર
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)હાલમાં બાંગ્લાદેશ પ્રવાસે છે. આજથી ભારત અને બાંગ્લાદેશ (India and Bangladesh)વચ્ચે વન ડે સીરીઝની (One Day Series)શરુઆત થઈ હતી. પ્રથમ વન ડેમાં ભારતીય ક્રિકેટ ટીમે બેટિંગમાં ખરાબ પ્રદર્શન કરીને 186 રન બનાવ્યા હતા. આખી ભારતીય ટીમ 41મી ઓવરમાં જ આઉટ થઈ ગઈ હતી. આજની આ રોમાંચક મેચમાં બોલિંગ અને ફિલ્ડિંગને કારણે ભારતીય ટીમ પોતાનો દબદબો બનાવી શકી હતી. અંતે 187 રનના ટાર્ગેટનો પીછો કરતી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે 1 વિકેટથી રોમાંચક જીત મેળવી હતી.
Advertisement

પ્રથમ વન ડેમાં ભારતીય ટીમ જીતની દાવેદાર માનવામાં આવતી હતી. પણ બાંગ્લાદેશની ટીમે ભારત સામે રોમાંચક જીત મેળવી હતી. બાંગ્લાદેશમા મેહેદી હસન મિરાજની શાનદાર બેટિંગને કારણે બાંગ્લાદેશની જીત થઈ હતી. બાંગ્લાદેશના બોલરોએ નવમી ઓવર માટે 50 રનની પાર્ટનશિપ કરીને બાંગ્લાદેશને જીત અપાવી હતી.

આજની પ્રથમ વન ડે માં વરસાદની કોઈ સંભાવના ન હતી. પણ ભારતીય બેટ્સમેનો રનનો વરસાદ કરે તેવી આશા સૌને હતી. આ આશા પર ભારતીય બેટ્સમેનો ખરા ઉતરી શક્યા નહીં. ફેન્સને આશા કહી કે વિરાટ કોહલી જેવા બેટ્સમેન વન ડેમાં ટી20 જેવો દેખાવ કરશે, પણ ભારતીય ટીમને પહેલા ત્રણ બેટ્સમેન 50 રનની અંદર આઉટ થઈ ગયા હતા. માત્ર કે એલ રાહુલના હાફ સેન્ચુરીને કારણે ભારતીય ટીમ સન્માન જનક સ્કોર બનાવી શકી હતી. બાંગ્લાદેશ હવે 3 મેચોની વન ડે સીરીઝમાં 1-0થી આગળ છે.
Advertisement

ભારતીય ટીમના ઓફ સ્પિનર વોશિંગટન સુંદર 24મી ઓવર નાંખી રહ્યા હતા. તેમણે ઓવરની ત્રીજી બોલ શાકિબને નાંખી હતી. તે બોલને શાકિબ કવર ઉપરથી મારવા ગયો પણ વિરાટ કોહલીની જોરદાર ફિલ્ડિંગને કારણે તે આઉટ થયો. એક્સ્ટ્રા કવર્સ પર ઉભેલા વિરાટ કોહલીએ હવામાં છંલાગ લગાવી જમણા હાથથી કેચ પકડી શાકિબને પેવેલિયન મોકલ્યો હતો. આ શાનદાન કેચનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ફેન્સ વિરાટ કોહલીની ખુબ પ્રસંશા કરી રહ્યા છે.
આ હતી ભારત અને બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન
બાંગ્લાદેશ પ્લેઈંગ ઈલેવન: લિટન દાસ (કેપ્ટન), અનામુલ હક, નજમુલ હુસૈન, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, એમએચ મિરાજ, હસન મહમુદ, મુસ્તફિઝુર રહેમાન, ઈબાદત હુસૈન
ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, શાહબાઝ અહેમદ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ, કુલદીપ સેન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement
Tags :
Advertisement

.