ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ અપ કરનાર દેશ: વડાપ્રધાન મોદી

વડોદરામાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે  સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. આજે ચોથા દિવસે શિબિરમાં યુવાવર્ગને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો છે. આ કાર્યકાર્મમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ,  મંત્રી વિનુ મોરડીયા અને પૂર્વ મંત્રી સૌરભ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. જ્ઞાનયજ્ઞ શિબિરમાં યુવાવર્ગને સંબોધતા વડાપ્રધાન નરà«
06:23 AM May 19, 2022 IST | Vipul Pandya
વડોદરામાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે  સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. આજે ચોથા દિવસે શિબિરમાં યુવાવર્ગને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો છે. આ કાર્યકાર્મમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ,  મંત્રી વિનુ મોરડીયા અને પૂર્વ મંત્રી સૌરભ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. 
જ્ઞાનયજ્ઞ શિબિરમાં યુવાવર્ગને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જોમ જુસ્સાથી ભરપુર યુવાપેઢીને મારા નમસ્કાર. યુવા ચિંતન શિબિરમાં મને જોડાવાનો મોકો મળ્યો છે. આપણા સંતોએ અને શાસ્ત્રોમાં શીખવ્યું છે કે કોઇપણ સમાજનું નિર્માણ સંસ્કારોથી થાય છે. યુવાઓ આ શિબિર પછી પોતાનામાં નવી ઊર્જા અને નવચેતનાનો અનુભવ કરશે. હું આપ સૌને આ નવ સંકલ્પ માટે શુભકામના પાઠવુ છુ. શિબિરનું આ આયોજન તેવા સમયે થઇ રહ્યું છે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. નવું ભારત મજબુત અને એડવાન્સ અને જૂની સંસ્કૃતિને મજબૂત રાખી આગળ વધી રહ્યું છે. કોરોનાકાળમાં ભારતે વેક્સિન અને દવાઓનાં સપ્લાયમાં દુનિયામાં સામર્થ્યવાન દેશની છબી રજૂ કરી છે.

ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ અપ કરનાર દેશ 
આજે ભારત દુનિયા માટે એક નવી અપેક્ષા છે. આજે ભારતની સફળતા આપણાં યુવાઓના સામર્થ્યનો સૌથી મોટો પુરાવો છે. આજે સરકારમાં જનભાગીદારી વધી છે. જે લક્ષ્ય ભારત માટે અશક્ય હતાં તેમાં ભારત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આજે ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ અપ કરનાર દેશ છે. આપણે સફળતાનાં શિખરો સર કરીએ પણ તે સફળતા સેવાને સમર્પિત હોવી જોઇએ.
વડોદરા રૂબરૂ ગયો હોત તો સારું થાત 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે વડોદરા રૂબરૂ ગયો હોત તો સારું થાત એવું લાગે છે. મારા માટે ગર્વની વાત છે કે પાર્ટીએ મને ટિકિટ આપી પણ વડોદરા અને વારાણસીએ મને સાંસદ બનાવ્યો. વડોદરાની ઓળખ જ સંસ્કારનગરી તરીકેની છે. એમાં આ પ્રકારનાં સંસ્કારનાં સિંચન કરતી શિબિર થઇ રહી છે. આજે વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કેન્દ્ર બન્યું છે. સમગ્ર મધ્ય ગુજરાતમાં વડોદરા ઇકો ટુરિઝમનું મુખ્ય કેન્દ્ર બન્યું છે
ભવિષ્યમાં પાવાગઢ આવી મા કાલીના દર્શન કરવાની ઈચ્છા છે. કાલી માતાના દર્શન માટે જરૂર આવીશ. આજે વડોદરામાં બની રહેલાં મેટ્રો કોચ વિશ્વમાં રેલવેનો આધાર બની રહ્યા છે. આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત 15 ઓગસ્ટ 2023 સુધી આખું વર્ષ રોકડથી કોઇ વ્યવહાર નઇ કરીએ તેવો સંકલ્પ કરીએ. પેમેન્ટ ફક્ત મોબાઇલ વડે ડિજિટલી કરીએ. આમ કરવાથી  કેટલી મોટી ક્રાંતિ આવશે તેનો અંદાજ નથી. આઝાદીનાં અમૃત મહોત્સવમાં આપને એક વર્ષમાં 75 કલાક પ્લાસ્ટિક ફ્રી માટે ગંદકી દૂર કરવા માટે આપીએ. સ્વચ્છતા માટે આપણે આગેવાની કરી દેશને સ્વચ્છ રાખીએ. 
યુવાવર્ગને સંબોધતા વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, મધ્યમ વર્ગીય ગરીબ પરિવાર માટે આપણે જન ઔષધી કેન્દ્રો શરૂ કર્યા છે. જેમાં સસ્તી દવા લોકોને મળે એ માટે આપણે લોકોને સમજાવીએ એ પણ એક સેવા અને દેશભક્તિ છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચાલ્યું છે એટલે આપણે પણ સંકલ્પ કરીએ કે આપણું કુટુંબ ખેતીમાં કોઇ કેમિકલ ન વાપરે ફક્ત પ્રાકૃતિક ખેતી કરીએ. સંસ્કારએ સંકલ્પ અને સિદ્ધિ માટેનું માધ્યમ બનવા જોઇએ.
Tags :
BarodaGujaratFirstGYANYAGNANarendraModiPMModiSwaminarayanTemplevadodravirtual
Next Article