Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત કંઈ ખતરનાક કરવાની ફિરાકમાં છે, પાકિસ્તાનના પૂર્વ રાજદૂતે આપ્યું ચોંકવાનારૂં નિવેદન

થોડા દિવસ પહેલા ભારતની એક મિસાઈલ ટેકનિકલ ખામીના પગલે પાકિસ્તાનમાં જઈને પડી હતી. આ મામલો હવે દિવસે દિવસે અલગ રૂપ લઈ રહ્યો છે. પાકિસ્તાન તરફથી ભારતીય મિસાઈલ પાકિસ્તાનમાં પડી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત દ્વારા ઘટનાને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું અને તપાસના આદેશ પણ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન તરફથી આ ઘટનાને લઈને પીએમ ઈમરાન ખાન, પાકિસ્તાનના સુરક્ષા સલાહકાર àª
ભારત કંઈ ખતરનાક કરવાની ફિરાકમાં છે  પાકિસ્તાનના પૂર્વ રાજદૂતે આપ્યું ચોંકવાનારૂં નિવેદન

થોડા દિવસ પહેલા ભારતની એક મિસાઈલ ટેકનિકલ ખામીના પગલે
પાકિસ્તાનમાં જઈને પડી હતી. આ મામલો હવે દિવસે દિવસે અલગ રૂપ લઈ રહ્યો છે.
પાકિસ્તાન તરફથી ભારતીય મિસાઈલ પાકિસ્તાનમાં પડી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ભારત દ્વારા ઘટનાને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું અને તપાસના આદેશ પણ
કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાન તરફથી આ ઘટનાને લઈને પીએમ
ઈમરાન ખાન
, પાકિસ્તાનના સુરક્ષા સલાહકાર મોઈદ
યુસુફ અને વિદેશ મંત્રાલય સહિત ઘણા લોકોની ટિપ્પણીઓ સામે આવી છે. ભારતમાં
પાકિસ્તાનના હાઈ કમિશનર રહી ચૂકેલા અબ્દુલ બાસિતે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા
આપી છે.
હવે આ મામલાને લઈને
પાકિસ્તાનના પૂર્વ રાજદૂતે ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. પૂર્વ રાજદૂતે કહ્યું કે
ભારત કંઈ ખતરનાક કરવાની ફિરાકમાં 
છે. પાકિસ્તાનને હવે સતર્ક રહેવાની જરૂર છે.

Advertisement

પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારીએ આ ઘટનાને જમ્મુ-કાશ્મીર વિવાદ સાથે
જોડી છે. તેણે પોતાની યુટ્યુબ ચેનલ કેલીડોસ્કોપ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં
તે કહી રહ્યા છે
. આ ઘટના હેરાન કરનારી છે કારણ કે જો તમને યાદ હોય તો 22 ફેબ્રુઆરી 1994ના રોજ ભારતની સંસદે એક ઠરાવ પસાર
કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે આઝાદ જમ્મુ- કાશ્મીર આપણે પાછું લઈ લેવું
જોઈએ અને હવે જ્યારે રશિયાએ યુક્રેન પર કાર્યવાહી કરી છે અને તેના પ્રદેશો
ડોનેટ્સક અને લુહાન્સ્કને સ્વતંત્ર જાહેર કર્યા છે. તેથી કદાચ ભારતને આમાંથી
પ્રેરણા મળી હશે.

Advertisement


રશિયા પર ભારતના તટસ્થ વલણનું એક અલગ અર્થઘટન આપતા પાકિસ્તાની રાજદ્વારીએ કહ્યું કે,
ભારતે રશિયા વિરુદ્ધના તમામ ઠરાવો પર મતદાન
કરવાથી પોતાને દૂર રાખ્યું છે કારણ કે તે કદાચ વિચારે છે કે રશિયાએ પૂર્વી
યુક્રેનમાં જે પણ કર્યું છે તે વાજબી છે. કારણ કે ભારત સ્વતંત્ર જમ્મુ અને કાશ્મીર
પર હુમલો કરવા અને તેને કબજે કરવા માટે કાનૂની માર્ગ બનાવી રહ્યું છે. આ બધી
શક્યતાઓ છે. હું એમ નથી કહેતો કે આવું થવાનું છે પણ આપણે આ બધી બાબતો સામે રાખવી
જોઈએ.

Advertisement


તેમણે કહ્યું કે ભારતની નરેન્દ્ર મોદી સરકારના અત્યાર સુધીના વલણને
જોતા આવી ઘટનાઓને હળવાશથી લઈ શકાય નહીં. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે
એક સમજૂતી છે કે કોઈપણ બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણના ત્રણ દિવસ પહેલા બંને દેશ
એકબીજાને જાણ કરશે અને અત્યાર સુધી આવું થયું છે. તેણે વધુમાં કહ્યું હતું કે ભૂતકાળમાં
અમે એકબીજાને પ્રી-ટેસ્ટની માહિતી આપતા
આવ્યા છીએ. હવે કદાચ ભારત આપણી ક્ષમતા ચકાસી રહ્યું છે કે જ્યારે પાકિસ્તાનમાં
મિસાઈલ મોકલવામાં આવશે તો પાકિસ્તાનની પ્રતિક્રિયા શું હશે. કારણ કે ભારત શીત
યુદ્ધ શરૂ કરવા માંગે છે અને તે જ શરૂ કરવા માટે આવી વસ્તુઓ કરી શકે છે. એટલા માટે
આપણે અને
આપણી સેનાએ સતર્ક રહેવું પડશે.


શું છે સમગ્ર મામલો ?

પાકિસ્તાનની સેનાએ ગુરુવારે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત તરફથી
સુપરસોનિક પદાર્થે તેની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાને કહ્યું કે
9 માર્ચે ભારતીય બાજુથી પડેલી વસ્તુએ ઘણી ઇમારતોને નુકસાન પહોંચાડ્યું
હતું અને કોઈનું મૃત્યુ થઈ શકે છે. ભારતે આ ઘટના પર પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું
કે
, નિયમિત જાળવણી દરમિયાન એક મિસાઈલ આકસ્મિક રીતે ફાયર થઈ અને પાકિસ્તાનમાં આવી ગઈ. ભારતે આ
ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ ઘટના અંગે પાકિસ્તાનમાં એક રેલી
દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાનમાં ભારતીય મિસાઈલ પડવાથી પાકિસ્તાન જવાબ આપી
શક્યું હોત પરંતુ તેણે સંયમ રાખ્યો હતો.
જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યુસુફે આ ઘટનાને લઈને
સંવેદનશીલ ટેકનોલોજીને હેન્ડલ કરવાની ભારતની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે આ
ઘટનાને લઈને અનેક ટ્વિટ કરી હતી. એક ટ્વિટમાં તેણે લખ્યું
, 'આ ઘટના ભારતની સંવેદનશીલ ટેક્નોલોજીને હેન્ડલ કરવાની ક્ષમતા પર ગંભીર
સવાલો ઉભા કરે છે.

Tags :
Advertisement

.