Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આર્થિક સંકટો સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાને ભારતે કરી આ મદદ

ભારતે (India) સોમવારે એક વિશેષ મદદ કાર્યક્રમ હેઠળ શ્રીલંકાને (Sri Lanka) 21,000 ટન ફર્ટિલાઈઝર (Fertilizer) સોંપ્યું છે. ભારતના આ પગલાંથી પાડોશી દેશના ખેડૂતોને મદદ મળશે અને બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત થશે. હાલના મહીનામાં સંકટોથી ઘેરાયેલા શ્રીલંકાને ભારત દ્વારા આપવામાં આવેલી આ બીજી મદદ છે. ભારતે મે મહિનામાં શ્રીલંકાના હાલના કૃષિ સત્રમાં કોઈ પણ વિક્ષેપ પડે નહી તે માટે 65 હજાર ટન યૂરિયા મોàª
01:35 PM Aug 22, 2022 IST | Vipul Pandya
ભારતે (India) સોમવારે એક વિશેષ મદદ કાર્યક્રમ હેઠળ શ્રીલંકાને (Sri Lanka) 21,000 ટન ફર્ટિલાઈઝર (Fertilizer) સોંપ્યું છે. ભારતના આ પગલાંથી પાડોશી દેશના ખેડૂતોને મદદ મળશે અને બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત થશે. હાલના મહીનામાં સંકટોથી ઘેરાયેલા શ્રીલંકાને ભારત દ્વારા આપવામાં આવેલી આ બીજી મદદ છે. ભારતે મે મહિનામાં શ્રીલંકાના હાલના કૃષિ સત્રમાં કોઈ પણ વિક્ષેપ પડે નહી તે માટે 65 હજાર ટન યૂરિયા મોકલવાનું આશ્વાસન આપ્યું હતું.
ભારતીય હાઈકમિશને ટ્વીટ કરીને આ જાણકારી આપી અને સાથે લખ્યું કે, મિત્રતા અને સહયોગના સંબંધને આગળ ધપાવવામાં આવ્યો. હાઈકમિશ્નર ગોપાલ બાગલેએ ભારતના વિશેષ સમર્થન હેઠળ ઔપચારિકરીતે 21,000 ટન ફર્ટિલાઈઝર આપવામાં આવ્યું છે. આ પહેલાં ગત મહિને 44,000 ટન મોકલવામાં આવ્યું હતું. આ આપુર્તિ 2022માં ભારત દ્વારા કુલ 4 અરબ ડોલરની મદદ હેઠળ કરવામાં આવી છે. ભારતીય હાઈકમિશને કહ્યું કે, ફર્ટિલાઈઝર આપવાથી ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન મળશે અને શ્રીલંકાના ખેડૂતોને મદદ મળશે. આ પગલું ભારત સાથેના ઘનિષ્ટ સંબંધો અને ભારત અને શ્રીલંકા વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સદ્ભાવ દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, આર્થિક સંકટ (Sri Lanka Crisis) સામે ઝઝુમી રહેલા શ્રીલંકામાં ઈંધણ અને આવશ્યક વસ્તુઓની ભારે અછત સર્જાઈ છે. ભારત પાડોશી દેશની સતત મદદ (India Help) કરી રહ્યું છે અને ક્યારેક ઈંધણ ક્યારેક ખાદ્ય ઉત્પાદનો બાદ હવે ફર્ટિલાઈઝર પહોંચાડી ત્યાંની જનતાને મદદ પહોંચાડી રહ્યું છે. શ્રીલંકા સમયાંતરે આભાર વ્યક્ત કરી રહ્યું છે.
Tags :
fertilizerGujaratFirstIndiaHelpSriLankaCrisis
Next Article