ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પહેલો મેડલ

2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની શુભ શરુઆત થઈ ચૂકી છે. ભારતીય ખેલાડીઓ ક્યાંય પાછા ન પડે તેનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે. વિશ્વની ગમે તે રમત હોય પરંતુ ભારતીય ખેલાડીઓ હંમેશા સિતારાની જેમ ચમકતા જ હોય છે અને તેનો મોટો દાખલો કોમનવેલ્થ ગેમ્સની શરુઆતમાં મળ્યો છે. ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે સિલ્વર મેડલ સાથે ભારતનું ખાતું ખુલી ગયું છે. આજે ભાàª
12:06 PM Jul 30, 2022 IST | Vipul Pandya
2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની શુભ શરુઆત થઈ ચૂકી છે. ભારતીય ખેલાડીઓ ક્યાંય પાછા ન પડે તેનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે. વિશ્વની ગમે તે રમત હોય પરંતુ ભારતીય ખેલાડીઓ હંમેશા સિતારાની જેમ ચમકતા જ હોય છે અને તેનો મોટો દાખલો કોમનવેલ્થ ગેમ્સની શરુઆતમાં મળ્યો છે. ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે સિલ્વર મેડલ સાથે ભારતનું ખાતું ખુલી ગયું છે. આજે ભારતનો પ્રથમ મેડલ સ્ટાર વેઇટલિફ્ટર સંકેત મહાદેવ સરગરે જીત્યો છે. સંકેત સરગરે શનિવારે કોમનવેલ્થ ગેમ્સ 2022માં કમાલ કરી હતી. તેણે 55 કિલો વજનની રમતમાં 248 કિલો વજન ઉચકીને સિલ્વર મેડલ પોતાને નામે કર્યો હતો. 
એક કિલો માર્જિનથી ગોલ્ડ જીતવામાંથી ચૂક્યો સંકેત મહાદેવ
સંકેત મહાદેવ ફક્ત એક કિલો માર્જિનથી ગોલ્ડ જીતવામાંથી ચૂકી ગયો હતો. સંકેત 248 કિલો વજન ઉંચકીને સિલ્વર જીત્યો હતો જો તે 249 કિલો વજન ઉચકી શક્યો હોત તો તેણે ગોલ્ડ જીતી લીધો હોત. 
છેલ્લા બે પ્રયાસમાં ઈજાગ્રસ્ત થયો સંકેત, ગોલ્ડ ન મેળવી શક્યો 
બીજા રાઉન્ડના છેલ્લા બે પ્રયાસમાં સંકેતને ઈજા પહોંચી હતી. બીજ પ્રયાસમાં સંકેત 139 કિલો વજન ઉંચકવા માંગતો હતો, પણ તે ઉંચકી શક્યો નહતો અને તેને ઈજા થઈ હતી. આ પછી સંકેતને તાબડતોબ મેડિકલ સારવાર પૂરી પાડવામાં આવી હતી. ત્રીજા પ્રયાસમાં પણ તેને સફળતા મળી નહોતી જો તેને સફળતા મળી હોત તો ભારતને ગોલ્ડ મળ્યો હોત. 
સંકેત મહાદેવે 248 કિલો વજન ઉંચક્યું 
સરગરે કુલ 248 કિલો વજન ઉંચક્યું હતું. સ્નેચમાં તેણે 113 કિગ્રા અને ક્લિન એન્ડ જર્કમાં 135 કિગ્રા વજન ઉંચક્યું હતુ. સ્નેચમાં સાગરે પ્રથમ પ્રયાસમાં 107 કિગ્રા અને બીજા પ્રયાસમાં 111 કિગ્રા વજન ઉંચક્યું હતું. ત્રીજા પ્રયાસમાં તેણે પોતાનું પર્ફોમન્સ સુધાર્યું હતુ અને 113 કિગ્રા વજન ઉંચક્યું હતુ. તે જ સમયે, ક્લીન એન્ડર જર્કમાં સાગરે પ્રથમ પ્રયાસમાં 135 કિગ્રા અને બીજા પ્રયાસમાં 139 કિગ્રા વજન ઉંચક્યું હતું. 

કોણ છે સંકેત મહાદેવ સરગર
રાષ્ટ્રીય સ્તરે અનેક સન્માનો જીતનાર સંકેત મહાદેવ સરગર મહારાષ્ટ્રના સાંગલીના રહેવાશી છે અને તેઓ ભારતના સ્ટાર વેઇટલિફ્ટર છે. સંકેતે ડિસેમ્બર 2021માં કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં નેશનલ રેકોર્ડ તોડ્યો હતો. તેણે ટૂર્નોમેન્ટમાં 113 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ જીત્યો હતો. તે ખેલો ઈન્ડીયા યૂથ ગેમ્સ  2020 અને ખેલો ઈન્ડીયા યુનિવર્સિટી ગેમ્સ 2022નો ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. 
Tags :
CommonwealthGamesGujaratFirstIndiagotfirstmedal
Next Article